ભણ્યા પછી એક એક દિવસ તમારે માટે અગત્યનો છે, યુવા પેઢીએ સારા ભવિષ્ય માટે આ લેખ જરૂર વાંચવો જોઈએ.

0
613

આજે SBI માં ફિક્સ રિન્યુ કરાવવા હું ગયો હતો. આમતો નિવૃત વ્યક્તિ ને વર્તમાન વ્યાજદર ઉપર જીવવું કપરું બની ગયું છે. છતાં પણ પેટે પાટા બાંધી, મોજશોખ ઉપર કાપ મૂકી જે બચત કરી હતી એ ઘડપણ ની લાકડી તરીકે અત્યારે કામ આવી રહી છે.

સમાજ નો એક વર્ગ એવો છે જેને પેન્શન મળે છે. મોંઘવારી ની સાથે વખોતો વખત મોંઘવારી ભથ્થુ પણ મળે છે. બીજો વર્ગ જેમને તેમના બાપદાદા ની મિલ્કતો વારસ માં મળેલ છે. આ બન્ને વર્ગ ભેગા થઈ ત્રીજો વર્ગ જે પોતાનું જીવન ખાનગી કંપની, પેઢી કે નાના મોટા વ્યવસાય કરી ગુજારે છે. તેની મજાક ઉડાવતો હોય છે.

આ વર્ગ પાસે મર્યાદિત આવકમાં અસંખ્ય પડકાર હોય છે. બાળકો ના ભણતર થી માંડી પ્રાથમિક જરૂરિયાત. અને બેન્ક ના વિવિધ હપ્તા બધું બાદ કર્યા પછી જે બચત થાય છે એ ઘણી મામૂલી રકમ હોય છે. એ રકમ ઉપર હાસ્યાસ્પદ બેન્ક વ્યાજ મળે છે.

દરેક પોતાના નસીબનું મેળવતા હોય છે એ વાત નું દુઃખ નથી. દુઃખ એ વાત નું છે સમાજ નો આ સધ્ધર વર્ગ જ્યારે સ્વાર્થી બની એક આવા વર્ગ ની મજાક ઉડાવી સરકાર વતી વકીલાત કરતો હોય ત્યારે આવી માનસિકતા ધરાવનાર ઉપર થું કવા નું મન થાય.

હું SBI વેઇટિંગ માટે રાખેલ સોફા માં થોડો થાક ખાવા બેઠો ત્યાં મારી નજર અમારા જુના પડોશીના દીકરા પ્રણવ તરફ ગઈ. તેની નજર પણ મારા તરફ પડી. એ હાથ ઊંચો કરી મારી તરફ આવ્યો. મેં કીધું કેમ બેટા આજે તારા પપ્પા ને બદલે તું અહી પેન્શન લેવા આવ્યો છે?

એ મારી બાજુમાં બેઠો અને માથા ઉપર થી ટોપી ઉતારી.

મેં જોયું માથા ના વાળ ઉતરાવી નાખ્યા હતા અને એની આંખ ભીની હતી.

મેં કીધું બેટા કોઈ દુઃખદ સમાચાર છે?

એ બોલ્યો હા કાકા પપ્પા હવે આ દુનિયા માં નથી રહ્યા. આજે તેમનું પેન્શનખાતું બંધ કરાવવા આવ્યો છું.

મને પણ આઘાત લાગ્યો. જીતુભાઇ જોશી મતલબ પ્રણવ ના પપ્પા સ્વભાવ ના કડક અને સ્પષ્ટ હતા. તેથી મને તેમની સાથે ફાવતું.

મેં કીધું બેટા જાણ તો કરવી જોઈએ. અંતિમ દર્શન તો કરવા આવત.

કાકા બધું અચાનક થઈ ગયું.

સારું.. મારે લાયક કામ હોય તો કહેજે.

હવે પ્રણવની આંખ માંથી અવિરત આંસુ વહેતા જોઈ મેં કીધું બેટા હું સમજુ છું. તું એકલો થઈ ગયો. તારી માઁ પણ અમે તમારી બાજુ માં રહેતા હતા ત્યારે જ સ્વર્ગસ્થ થયા હતા.

પણ બેટા તેં લગ્ન કર્યા છે કે નહીં?

કાકા છૂટક નોકરી ઉપર લગ્ન કેવી રીતે કરવા. કોઈ દીકરી પણ ન આપે. કાકા મેં સાંભળ્યું છે કે તમારો પુત્ર દિપક એ મારો મિત્ર પણ ખરો. અત્યારે સારી પોસ્ટ ઉપર છે. તેને કહી તેની કંપની માં મને નોકરી એ લગાવી દે.

કાકા મને કાર પણ ચલાવતા આવડે છે. ડ્રાઈવર ની પણ નોકરી ચાલશે. તમને તો ખબર છે. પપ્પા નું પેન્શન હવે બંધ થઈ ગયું. બેઠા બેઠા તો રાજા ના ભંડાર પણ ખૂટે.

હું પ્રણવ સામે જોતો રહ્યો.

આ એજ પ્રણવ છે જે અમે રહેવા આવ્યા ત્યારે માત્ર 15 વર્ષ નો હતો. મારો પુત્ર પણ 15 વર્ષ નો જ હતો. બન્ને શરૂઆત માં મિત્રો હતા. પણ ધીરે ધીરે બન્ને ના વિચારો અલગ પડવા લાગ્યા. પ્રણવ રાજકીય ઝંડા અને નેતાઓ ના પગ પકડી આગળ આવવા માંગતો હતો અને દિપક પોતાની લાયકાત અને બાવડા ના બળે આગળ આવવા માંગતો હતો. બન્ને ની દિશા અલગ હતી એટલે મારા પુત્ર દીપકે તેનાથી અંતર બનાવી લીધું.

પ્રણવ ને રાજકીય નેતાઓ ની ચમચાગીરી અને વકીલાત કરતો જોઈ મેં પણ દિપક ને એક વખત કીધું હતું, બેટા પ્રણવ ના રસ્તે જવા જેવું નથી. આ નેતાઓ સ્વાર્થી હોય છે. તેઓ ફક્ત પોતાના બાળક નું જ હીત અને ભવિષ્ય જોતા હોય છે. દિપક ડાહ્યો હતો એટલે એ મારા ઈશારા માત્ર થી સમજી ગયો હતો.

પ્રણવ ને પણ તેના પપ્પા જીતુભાઇ ઘણી વખત કહેતા પણ તેની વાતો મોટી અને કામ ખોટા કરી પપ્પા ને ગેરમાર્ગે દોરતો રહ્યો. જીતુભાઇ નિવૃત થયા ત્યારે આ છોકરા પાસે હાથ ઉપર કોઈ નોકરી કે વ્યવસાય ન હતો. માત્ર બાપા ના પેન્શન નો વહીવટ કરવાનો અને રાજકીય નેતાઓની મિલ્કતો અને બેન્ક બેલેન્સ ગણી વિકૃત આનંદ લેતો.

એ સમજતો ન હતો. આ નેતાઓ નો કોઈ વાળ વાંકો પણ કરવા ના નથી. પડદા પાછળ બધા એક મંચ ના કલાકાર છે. ચૂંટણી જીતવા સંવાદ અલગ અલગ પ્રકાર ના બોલી ભોળી જનતા ને ભ્રમિત કરી તાળીઓ પડાવી પોતાનો સ્વાર્થ માત્ર પૂરો કરે છે.

આ બાજુ મારા પુત્ર દીપકે ભણવા માં બરાબર ધ્યાન આપી એન્જિનિયરિંગમાં પણ માસ્ટર ડિગ્રી કરી એક મોટી કોર્પોરેટ કંપની માં નોકરી લીધી. 15 વર્ષ માં એ પોતાની લાયકાત અનુભવ થી પ્રોડક્શન મેનેજર સુધી પહોંચી ગયો. લગ્ન પણ કરી લીધા એક બાળક નો બાપ પણ બની ગયો. સુખી અને સ્વમાન થી પોતાની જિંદગી અત્યારે જીવી રહ્યો છે.

અને આ પ્રણવ અમને 27 વર્ષ નો વિકાસ ગણાવતા ગણાવતા આધેડ થવા આવી ગયો.. હવે Bcom થયો હોવા છતાં ડ્રાઈવર ની નોકરી લેવા તૈયાર થઈ ગયો. સમય ક્યાં કોઈ ની રાહ જુએ છે. ટિકિટ ની લાલચ માં પ્રણવ આજે ક્યાં થી ક્યાં પહોંચી ગયો. યુવાનો ને સ્વપ્નાં બતાવી પ્રથમ તેમનું ભવિષ્ય ખરા બ કરી નાખે. એ લાચાર બને એટલે તેને નાના મોટા કોન્ટ્રાક્ટ અથવા ફિક્સ પગાર ની નોકરી આપી બોલતી બંધ કરે.

આવા ચંબુ જ્યારે આપણને એવું કહે તમે વિકાસ જોયો છે? ત્યારે હું માત્ર કહું છું હા જોયો છે. પ્રણવ જેવા અસંખ્ય લાચાર મજબુર યુવાનો ની આંખો ખુલે ત્યારે મોડું થઈ ગયું હોય છે.

મિત્રો ભણ્યા પછી એક એક દિવસ તમારે માટે અગત્યનો છે. તેને વેડફશો નહિ. તમે જેટલા મોડા જાગશો તેટલી તમારી નિવૃત્તિ ની અવસ્થા બગડશે… તમારે 70 વર્ષે પણ ટિફિન પકડી નોકરી કરવા જવું પડશે. આ કડવી વાસ્તવિકતા છે.

આપણે આપણા સંતાન ને દિપક બનાવવો છે કે પ્રણવ જેવો ચંબુ એ આપણે નક્કી કરવાનું છે.

सुख में तेरे साथ चलेंगे दुख में सब मुख मोड़ेंगे

दुनिया वाले तेरे बनकर. तेरा ही दिल तोड़ेंगे

देते हैं भगवान को धोखा इन्सां को क्या छोड़ेंगे

कसमें वादे प्यार वफ़ा…

મિત્રો લાગણી ના આવેશ માં આવી કોઈ નિર્ણય લેવો નહિ. આંખ, કાંન અને બુદ્ધિ ના દરવાજા ખુલ્લા રાખો.

– પાર્થિવ (ગામ ગાથા ગ્રુપ)