લગ્ન પછી પણ દીકરીની દરેક અગવડને સગવડમાં બદલી દેતી હતી માઁ, પછી આવ્યો પસ્તાવાનો વારો, વાંચો સ્ટોરી.

0
424

લગ્ન પછી દીકરીની મદદ કરવી કેટલી યોગ્ય?

“દીકરી સાસરે બધું સારું છે ને, જમાઈનો, તારા સાસુ સસરાનો બધાનો વ્યવહાર કેવો છે?” નવી પરણેલી દીકરી રિયા પહેલી વાર પિયરમાં આવી તો માં સાધનાબહેને પૂછ્યું.

“હા બધું બરાબર છે!” દીકરી બોલી.

“કોઈ પ્રશ્ન હોય તો મને જણાવી શકે છે!” સાધનાબહેન ફરી બોલ્યા.

“અરે મમ્મી ત્યાં ઓટોમેટિક ગેસની સગડી નથી, ત્યાં જુના જમાનાનો ચૂલો છે, મારાથી ત્યાં ખાવાનું બનાવી શકાતું નથી. સાસુને કહ્યું હતું, તે બોલ્યા પણ હતા કે ઝડપી જ મંગાવી દેશે, પણ ત્યાં સુધી પરેશાની ઉઠાવવી પડશે.” રિયા મોઢું મચકોડાતાં બોલી.

સાધનાબહેન તે વખતે ચૂપ રહ્યા પણ સાંજે દીકરી સાસરે પાછી જવા લાગી ત્યારે…

“મારી દીકરી નાની એવી વસ્તુ માટે પરેશાન શું કામ થાય!” ગેસની સગડી રિયાના હાથમાં આપતા સાધનાબહેન બોલ્યા અને દીકરીને ગળે લગાવી લીધી. રિયા પણ ખુશી ખુશી પાછી ગઈ. સાસરે સાસુના પૂછવા પર તેણે કહ્યું મમ્મીએ અપાવ્યું છે, તો સાસુ ચૂપ થઈ ગઈ.

થોડા દિવસ પછી રિયા પોતાના પિયરમાં થોડા દિવસ રહેવા આવી.

“દીકરી ગેસની સગડી બરાબર કામ કરી રહી છે ને હવે કોઈ પરેશાની નથીને?” સાધનબહેને ચા નાસ્તો કરીને પછી પૂછ્યું.

“હા મમ્મી સારું છે પણ ત્યાં માઇક્રોવેવ નથી જેનાથી ખાવાનું ઝટપટ ગરમ થઇ જાય. વારંવાર ગરમીમાં ગેસને પાસે ઉભા રહીને બધા કામ કરવા પડે છે.” રિયા બોલી.

“દીકરા આ માઇક્રોવેવને પણ ગાડીમાં મુકાવી દે.” રિયા જે દિવસે સાસરે જતી હતી તે જ દિવસે સાધનાબહેન બહારથી આવ્યા અને રિક્ષામાંથી માઇક્રોવેવ ઉતારતા બોલ્યા.

“પણ મમ્મી આ તમે શું કામ ખરીદ્યું?” રિયા માઇક્રોવેવ જોઈને બોલી.

“કઇ વાંધો નહી દીકરા તું અહીં રહેવા આવી છો તો કોઈ ભેટ તો આપવાની જ હતી!” સાધનાબહેન બોલ્યા અને રિયા આ વખતે પણ ખુશી ખુશી પાછી ચાલી ગઈ.

“સાધના મને લાગે છે કે તારે માઇક્રોવેવ નોહતું લેવું જોઈતું!” સાધનાના પતિ શ્રીકાંતભાઈ બોલ્યા.

“અરે પોતાની એક માત્ર દીકરીને કેવી રીતે પરેશાન થવા દવ એ પણ એક નાની એવી વસ્તુ માટે!’ સાધનાબહેને કહ્યું અને અંદર ચાલી ગઈ.

તેના થોડા મહિના પછીની વાત છે. સાધનાબહેન દીકરી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા.

“દીકરા દિવાળી આવી રહી છે બધા માટે ભેટ તો અમે ખરીદી લીધી છે તને કઈ જોઈએ તો જણાવ?” સાધનાબહેને દીકરીને ફોન ઉપર કહ્યું.

“અરે મમ્મી અહીં ફ્રિજ નાનું છે અને જૂનું પણ થઇ ગયું છે તો…!” રિયાએ પોતાની વાત અધૂરી મૂકી દીધી.

“ચાલ દીકરા મળીએ દિવાળી ઉપર!” સાધનાબહેને દીકરીને આમ કહીને ફોન કાપી દીધો. દિવાળીની ભેટ સાથે એક ડબલ ડોર ફ્રિજ લઈને સાધનાબહેન અને શ્રીકાંતભાઈ દીકરીના ઘરે પહોંચ્યા હતા.

આવી રીતે જ સમય પસાર થતો રહ્યો અને રિયા પોતાના ઘરેથી કૈક ને કૈક વસ્તુના રોંદણાં રોતી રહી અને સાધનાબહેન તરત એ વસ્તુની વ્યવસ્થા કરાવી દેતા. શ્રીકાંતભાઈ પત્નીને ઘણું સમજાવતા પણ એ દીકરીની બાબતમાં તેમની એક વાત સાંભળતા નહીં.

આજે રિયાના લગ્નની બીજી વર્ષગાંઠ છે. સાધનાબહેન અને શ્રીકાંતભાઈ દીકરીના સાસરે જવાની તૈયારી કરી રહ્યા હતા કે રિયા ત્યાં આવી ગઈ.

“મમ્મી પપ્પા પુલકીતને(રીયાનો પતિ) એક ગાડી ખરીદવી છે જે દસ લાખની છે તેની પાસે પાંચ લાખ તો છે, શું પાંચ લાખ તમે આપી શકો? અમે ઝડપી જ તમને પૈસા પાછા આપી દઈશું!” રિયા બોલી.

“પણ દીકરી ગાડી તો અમે આપી હતી તારા લગ્ન સમયે પછી હવે બીજી કેમ?” શ્રીકાંતભાઈ બોલ્યા.

“પપ્પા એ સસ્તી છે. પુલકીતને લેટેસ્ટ મોડલ જોઈએ છે!” રિયા એકદમ જ બોલી પડી.

“પરંતુ દીકરા આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી તો મુશ્કેલ છે. 40-50 હજારની વાત હોત તો અલગ વાત હતી. હવે તારા પપ્પા પણ રીટાયર થઇ ગયા છે.” સાધનાબહેન બોલ્યા.

રિયા નારાજ થઈને સાસરે પાછી ચાલી ગઈ, તેને લાગ્યું કે તેના મમ્મી પપ્પા તેને પૈસા આપવા નથી માંગતા. પપ્પાને રિટાયરમેન્ટના પૈસા તો મળ્યા હતા. પણ તે એ વાત નહોતી જાણતી કે રિટાયરમેન્ટના પૈસા તેના લગ્નમાં લીધેલા દેવામાં ચાલ્યા ગયા છે.

“રિયા દીકરા તું પાછી કેમ આવી ગઈ બધું બરાબર તો છે ને?” બે દિવસ પછી દીકરીને દરવાજે જોઈને સાધનાબહેન ચોકકી ઉઠ્યા.

“અરે મમ્મી પુલકિત નારાજ છે. કહે છે કે ગાડીમાં તું પણ તો ફરીશ. અડધા પૈસાનો જુગાડ મેં કરી લીધો છે, અડધા તું ના લાવી શકે પોતાના માં બાપ પાસેથી. એમ તો તારા સગવડની બધી વસ્તુ આપે છે, આજે મેં કહ્યું તો નખરા બતાવે છે. પોતાના ઘરે જા અને પૈસા લઈને આવજે!” રિયાએ રોતા રોતા બધી વાત જણાવી.

“દીકરી જમાઈએ આ ઘણું ખોટું કર્યું. 10-20 હજારની વસ્તુ અને 5 લાખ રૂપિયામાં જમીન આસમાનનું અંતર છે!” સાધનાબહેને થોડા ગુસ્સામાં બોલ્યા.

“પણ મમ્મી એ પછી પાછા આપી દેશે ને, તમે પ્લીઝ હમણાં પૈસા આપી દો,” રિયા બોલી.

“દીકરા પૈસા છે જ ક્યાં! બધા તો તારા લગ્નના દેવા ભરવામાં ખર્ચ થઇ ગયા. અમે પોતે અમારું ગુજરાન પેન્શન ઉપર કરી રહ્યા છીએ. હું હમણાં જમાઈ સાથે વાત કરું છું આ બાબત માટે.” શ્રીકાંતભાઈ ત્યાં આવીને બોલ્યા અને જમાઈને ફોન લગાવ્યો પણ તેણે ફોન ઉચક્યો નહીં. કેટલાય પ્રયત્ન કરવા છતાં પણ ફોન ના ઉચક્યો.

“પપ્પા તે નારાજ છે જો પૈસા ના મળ્યા તો તે મને ઘરમાં નહીં પેસવા દે.” રિયા રોતી રોતી બોલી.

સાધનાબહેન અને શ્રીકાંતભાઈએ દીકરીને આશ્વાસન આપ્યું અને સાંજે દીકરીને લઈને તેના સાસરે પહોંચી ગયા તો ત્યાં તાળું હતું. રિયાની સાસુ તો બીજા દીકરા પાસે ગામ ગઈ હતી અને પુલકિત ઓફિસના કામ માટે બીજા શહેર ગયો હતો.

પિયર પાછા આવીને રિયા પોતાના રૂમમાં જઈને રોવા લાગી કારણ કે પુલકીતે તેને શહેરની બહાર જવા વિષે નોહતું જણાવ્યું અને હવે એ ફોન પણ નોહતો ઉપાડતો. ઘણા દિવસો પસાર થઇ ગયા પણ પુલકીતે તેને ફોન ના કર્યો. રિયાને એવું લાગતું હતું કે તે એકલી જ છે. તેનું કોઈ નથી. કારણ કે પતિએ પૈસા માટે તેની સુધ ના લીધી અને તેને લાગતું હતું કે માં બાપ પૈસા આપવા નથી માંગતા.

“સાધના આ બધું તારું કર્યું કર્મ છે, મેં તને પહેલા જ કહ્યું હતું કે આમ વારંવાર દીકરીની મદદ કરવી યોગ્ય નથી. તારા વારંવાર દીકરીને જરૂરી સામાન આપવાથી દીકરી અને જમાઈ બંનેને લાગવા લાગ્યું કે આપણે કઈ પણ કરીને તેમને પૈસા આપશું જ. આજે જે તારી દીકરી ઘરે બેઠી છે તેમાં ભૂલ તારી છે. શું થઇ જતે જો એ સામાન્ય સગડી વાપરતે, નાનું ફ્રિજ વાપરતે, બીજી વસ્તુ ના વાપરતે.” શ્રીકાંતભાઈ પત્નીને ગુસ્સામાં બોલ્યા.

“સાચું કહ્યું તમે. મને લાગી રહ્યું હતું કે પોતાની એક માત્ર દીકરીની મદદ કરી રહી છું. પણ હું નોહતી જણાતી કે હું તો તેને અપંગ બનાવી રહી છું. ઘણી મોટી ભૂલ થઇ ગઈ મારાથી પણ હવે આને કેમ સુધારીશું.” સાધનાબહેન દુઃખી થઈને બોલ્યા.

“જઈએ કાલે વેવાણ પાસે. મને વિશ્વાસ છે કે તેઓ પુલકિતને ચોક્કસ સમજાવશે.” શ્રીકાંતભાઈ બોલ્યા.

બીજા જ દિવસે સવારે તેઓ રિયાને લઈને પુલકિતના ભાઈને ઘરે ગયા. ત્યાં રિયાની સાસુ સાથે વાત થઇ. તેમને નોહતી ખબર કે રિયાને પુલકીતે પિયરમાં મોકલી દીધી છે. પરંતુ તેમણે પણ સાધનાબહેન અને શ્રીકાંતભાઈને કહ્યું કે આજે જે થઇ રહ્યું છે તેમાં ક્યાંકને ક્યાંક તે બંને પણ જવબદાર છે. દીકરીના લગ્ન કર્યા છે તો તેને થોડો જાતે પણ સંધર્ષ કરવા દો, જરૂરી નથી જે પિયરમાં હોય એ સાસરે પણ હોય. પછી તેમણે તરત પુલકીતને ફોન કરીને ત્યાં આવવા કહ્યું.

સાંજ સુધી પુલકિત આવ્યો અને માં ના ખીજવવાથી તેને પોતાની ભૂલનો અનુભવ થયો અને તે રિયાને સાથે લઇ ગયો. સાધનાબહેન અને શ્રીકાંતભાઈ પોતાની વેવાણનો આભાર માનતા થાકી નોહતા રહ્યા. તેમની સમજદારીએ તેમની દીકરીનું ઘર ફરી વસાવી દીધું.

દોસ્તો આવું ઘણીવાર થાય છે. દીકરીને સાસરે થોડી પરેશાની થાય કે કોઈ વસ્તુની અછત થાય તો માતા પિતા તરત અપાવી દે છે. પછી તેની જરૂરિયાત તેની ટેવમાં પરિણમે છે અને દીકરી અને જમાઈ વણ જોઈતી માંગણીઓ કરવા લાગે છે. જેને પુરી ના કરવા પર દીકરીને પરેશાની ભોગવવી પડે છે અથવા તો સંબંધમાં ખટાશ આવી જાય છે.

દીકરીને ભેટ આપવી ખોટું નથી. પણ દરેક વખતે તેની નાની નાની જરૂરિયાત પુરી કરવી બાળકોને અપંગ બનાવી દે છે. અને તેમને સહારાની આદત પડી જાય છે. તમે દીકરીના લગ્ન કર્યા છે હવે તેના સુખ દુઃખમાં સાથ આપો, પણ થોડી પરેશાનીઓનો સામનો તેને જાતે કરવા દો.