દરેક હિંદુને ગાય વિષેની આ જાણકારી હોવી જરૂરી છે.

0
466

ગાય માતા જે જગ્યાએ ઊભી રહીને ખુશીથી શ્વાસ લઈ શકે ત્યાંનો વાસુદોષ દૂર થઈ જાય છે.

જે જગ્યાએ ગાય માતા ખુશીથી ભાંભરે એ જગ્યાએ દેવી દેવતા ફુલો વરસાવે છે.

ગાય માતાના ગળામાં ઘંટડી જરૂર બાંધવી, ગાયના ગળામાં બાંધેલી ઘંટડી વાગવાથી ગાય માતાની આરતી થાય છે.

જે વ્યક્તિ ગાયની સેવા પુજા કરે છે, તેના ઉપર આવનારુ બધુ દુઃખ ગાય માતા હરી લે છે.

ગાયમાતાની ખરીમાં નાગદેવતાનો વાસ હોય છે. આથી જે જગ્યાએ ગાય માતા ફરે છે, તે જગ્યાએ સાંપ અને વિંછી કયારેય આવતા નથી.

ગાય માતાના છાણમાં લક્ષ્મી માં નો વાસ હોય છે.

ગાય માતાની એક આંખમાં સૂર્ય દેવનો અને બીજી આંખમાં ચંદ્ર દેવનો વાસ હોય છે.

ગાય માતાના દુધમાં સોનેરી તત્વો મળી આવે છે, જે રોગોની ક્ષમતાનો નાશ કરી શકે છે.

ગાય માતાની પુછડીમાં હનુમાનજીનો વાસ હોય છે. જો કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર લાગે, તો ગાય માતાની પુછડીથી ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે.

ગાય માતાની પીઠ ઊપર એક કુંન્ધ આવેલી હોય છે, એ કુંન્ધ ઊપર સુર્યકેતુ નામની નાળી હોય છે. રોજ સવારે અડધો કલાક ગાય માતાની કુંન્ધ ઊપર હાથ ફેરવવાથી રોગોનો નાશ થાય છે.

એક ગાયને ચારો ખવડાવાથી તેંત્રીસ કરોડ દેવી દેવતાઓને ભોગ ચડે છે.

ગાય માતાના દુધ, ધી, માખણ, દહી, છાણ, ગૌ મુત્રથી બનાવેલ પંચગવ્વીય હજારો રોગોની દવા છે, આના સેવનથી અસાધારણ રોગ મટી શકે છે.

જે માણસની ભાગ્ય રેખા સુતી હોય એ માણસે હથેડીમાં ગોળ રાખી ગાય માતાને ચટાડે. ગાય માતાની જીભથી હથેડી પર રાખેલ ગોળને ચાટવાથી એ માણસની ભાગ્ય રેખા ખુલી જશે.

ગાય માતાના ચારેય પગની વચ્ચેથી નીકળીને પરીક્રમા કરવાથી મનુષ્ય ભય મુક્ત થઈ જાય છે.

ગાય માતાના ગર્ભમાંથી મહાન વિદ્વાન ઘર્મ રક્ષક ગૌ કણજી મહરાજ પૈદા થયા હતા.

દેવી દેવતાઓએ ગાય માતાની સેવા માટે આ પૃથ્વી પર અવતાર લીધો હતો.

જયારે ગાય વાછરડાને જન્મ આપે ત્યારે પહેલું દુધ વાંઝણી સ્ત્રીને પીવડાવવાથી એનું વાંઝિયાપણુ દૂર થઈ શકે છે.

સ્વસ્થ ગૌ માતાના ગૌ મુત્રને રોજ બે તોલા સાફ કપડામાં ગાળીને પીવાથી બધા રોગ મટી જાય છે.

ગાય માતા પ્રેમ ભરી નજરથી જેને જોવે એના ઊપર ગાય માતાની કૃપા થઈ જાય છે.

કાળી ગાયની પુુજા કરવાથી નવ ગ્રહ શાંત રહે છે. જે ધ્યાનપૂર્વક ધર્મની સાથે ગાયની પુજા કરે છે એમને શત્રુ દોષથી છુટકારો મળે છે.

ગાય એક હાલતું ચાલતું મંદિર છે. આપણા સનાતન ધર્મમાં તેંત્રીસ કરોડ દેવી દેવતાઓ છે, આપણે રોજ દરેક દેવી દેવતાઓના મંદિરે જઈ શકતા નથી, પણ ગાય માતાના દર્શનથી બધા દેવોના દર્શન થઈ જાય છે.

કોઈપણ શુભ કાર્ય અટકેલુ હોય, કોઈ પણ કામ વારેઘડીયે કરવાથી સફળતા ન મળતી હોય, તો ગાય માતાના કાનમાં કહેવાથી અટકી ગયેલું કામ પૂરું થઈ જશે.

ગાય માતા બધા સુખોની દાતાર છે.

હે માં તમે અનંત! તમારા ગુણ અનંત! એટલું મારામાં સામર્થ્ય નથી કે હું આપના ગુણોના વખાણ કરી શકું.

તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો.

જય શ્રીકુષ્ણ, જય ગૌમાતા, જય શ્રીરામ.

– સાભાર યોગિતા માણેક (અમર કથાઓ)