દરેક પરણિત પુરુષે વાંચવા જેવું, પત્નીઓ તો વાંચે જ વાંચે, જાણો એવું તે શું ખાસ છે?

0
941

હવે, હું એકલતાના ચશ્માં પહેરી ને, મારા કોરા કટ જીવન ઉપર લખાયેલી ઉદાસીનતા ને વાંચતો નથી, કારણ કે….. મને પત્ની નામ ની આંખો છે.

હવે, હું મુઠ્ઠી ભર ખુશીઓ મેળવવા માટે મુઠ્ઠીઓ વાળી ને દોડતો નથી, કારણ કે…. મને પત્ની નામ ની પાંખો છે.

શહેર માં ફરતા સુંદર ચેહરાઓ ને જોઈને હવે મારા નિસાસા નીકળતા નથી, કારણ કે…. મારે પત્ની નામ ના શ્વાસ છે.

હું ઈશ્વર માં માનું છું, એટલે જ હું લગ્ન પ્રથા માં માનું છું. unfortunately, આપણી ઝીંદગી copy-paste થઇ શકતી નથી. એ તો share જ કરવી પડે છે.

જેઓ નાસ્તિક હોય છે, તેઓ ભગવાન ને ભલે ન માનતા હોય, પણ તો ય ભગવાન તો નાસ્તિક લોકો ને પણ માનતા હોય છે. આ પત્નીઓ તદ્દન ભગવાન જેવી હોય છે. તમે એમને માનો કે ન માનો, એ તો ચોક્કસ તમને માનશે. અને માન થી માનશે.

આજે હું પત્ની ઉપર એક પણ રમુજ કરવાના mood માં નથી, કારણ કે પત્નીઓ વિષે ની જોક્સ સાંભળી સાંભળી ને હવે, કોમિક જગત પણ શરમાય છે.

કદાચ હું મારી જાતની પામરતા ઉપર રડી નથી શકતો, એટલે જ હું મારી પત્ની ની ઉદારતા ઉપર હસું છું.

પત્નીઓ ગરજતી નથી, ફક્ત વરસે છે.

અહંકાર થી ખીચો ખીચ પુરુષ જાત ને, કોઈ ઓગાળી શકતું હોય તો એ પત્ની છે.

જે લોકો ના લગ્ન થયા નથી/ કરવા માંગતા નથી તેમના ઉપર ખરેખર ઈશ્વર ના આશીર્વાદ છે કે તેઓ તેમના ભાગે આવેલી ઝીંદગી ને એકલા જ ઉપાડી શકે છે. બાકી, આજ કાલ જ્યાં આપણા થી ખુદ નું વજન પણ ઉપાડાતું નથી ( ભલે ને, અંદર થી આમ સાવ ખાલી હોઈએ) તેવા સમયે, આપણા હિસ્સા માં આવેલી ભારેખમ ઝીંદગી કોની સાથે share કરવી?

પત્નીઓ હંમેશા superior રહેશે, કારણકે તેઓ એક બાળક ને જન્મ આપી શકે છે. પત્નીઓ હંમેશા superior રહેશે, કારણ કે મારા પપ્પાને પત્ની ન હોત, તો હું પણ ન હોત. લગ્ન પહેલાં નું મારું અસ્તિત્વ મારા પપ્પાની પત્ની ને કારણે, અને લગ્ન પછી નું મારું અસ્તિત્વ મારી પત્ની ને કારણે.

બાકી, હું તો પુરુષ છું. મારા અહંકાર નું વજન એટલું બધું છે કે પત્ની નામ ની એક નાનકડી હોડી જો ન મળી હોત તો…….. હું તો ક્યારનો ય ડૂબી ગયો હોત, આ ભવ સાગર માં.

ડૂબી તો હવે પણ જાઉં છું, પણ પત્ની ની આંખો માં.

– ડો. નિમિત (વર્ષો પહેલાં, ભાવનગર ના લોકમિલાપ ની બહાર લાગેલા એક પાટિયા ઉપર વાંચેલી વાત : તમારી પત્ની ની નાની નાની ક્ષતિઓ કાઢતા પહેલાં, એટલું યાદ રાખજો કે આવી નાની નાની ક્ષતિઓ ને કારણે જ તેને વધારે સારો પતિ નહી મળ્યો હોય.) બાપુ, આ vice versa પણ એટલું જ સાચું છે.