દરેક માતા પિતા પોતાના સંતાનોને આ વસ્તુ શીખવે, તો દેશના ગરીબ બાળકોનું ભલું થઈ શકે છે.

0
403

infosys ફાઉન્ડેશનના ચેર પર્સન સમાજ સેવિકા સુધા મૂર્તિએ થોડા દિવસો પહેલાં શેર કર્યો હતો. તેમના જ શબ્દોમાં……..

મારો દીકરો રોહન એકવાર ફાઈવ સ્ટાર હોટેલમાં કોઈ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો. પરંતુ પાછા ફર્યા બાદ તેણે મને કહ્યું કે મારે પણ મારા ફ્રેન્ડને આવી જ હોટલમાં બર્થડે પાર્ટી આપવી છે.

મેં તેને કહ્યું કે તેમાં અંદાજે 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે. આપણા ડ્રાઈવરને બે સંતાન છે. તે પણ તારા જેટલા જ હોશિયાર છે. તેમના ભણતર માટે આપણે 20,000 રૂપિયા આપીશું તો પણ તેઓ વધુ સારી સ્કુલમાં ભણી શકશે.

ત્યારે તેને મારી વાત ન ગમી. મેં તેને વિચારવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો.

ત્રણ દિવસ બાદ તે મારી પાસે આવ્યો અને સમોસા, ગુલાબ જાંબુ અને કોલ્ડ ડ્રિંકની નાની એવી પાર્ટી માટે રાજી થઈ ગયો.

મેં તેના હાથે જ ડ્રાઈવરને 20,000 રૂપિયા અપાવ્યા.

વર્ષો બાદ તેણે અંદાજે એક લાખ રૂપિયા જેટલી સ્કોલરશીપની રકમ મને મોકલતા કહ્યું કે, અમ્મા આ પૈસા તમે મારા જન્મદિને સંસદ હુ મલામાં શહીદ થયેલા જવાનોના સંતાનો માટે વાપરજો.

કર્દમ ર. મોદી, આચાર્ય, પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા.

M.Sc., M.Ed. Maths.

(જરૂરી નથી કે દરેક વ્યક્તિ મોટી રકમ દાન કરી શકે, પણ પોતાની શક્તિ પ્રમાણે બચત કરીને પણ કોઈની મદદ કરી શકાય છે.)