વૃદ્ધાવસ્થામાં વહુ પાસેથી સેવાની આશા રાખતી સાસુઓએ જરૂર વાંચવી જોઈએ આ સ્ટોરી.

0
6458

સરકારી હોસ્પિટલમાં સર્જરીથી મહિલાને બાળક થયું, તે હજી હલનચલન કરી શકે તેમ નહોતી. નર્સ તેને જોવા માટે આવી. તેમણે તે મહિલાની બાજુમાં ઉભેલી મહિલાને કહ્યું, “તમારી દીકરીના કપડાં બદલાવી લો, તેના કપડાં બગડી ગયા છે.”

પેલી મહિલાએ નર્સને કહ્યું, “આ મારી દીકરી નથી, વહુ છે.” પછી નાક હલાવતા કહ્યું, “મને ગંદકીમાં હાથ નાખવાથી અણગમો લાગે છે. આમ પણ આ કામ તો આયાએ કરવાનું હોય છે ને!”

નર્સ : “ઠીક છે! પણ, જો આજે તમારી વહુની જગ્યાએ તમારી દીકરી હોત તો તમે તેના કપડાં બદલ્યા ન હોત?”

મહિલાની સાસુ કંઈ બોલે તે પહેલા જ નર્સે કહ્યું, “જ્યારે તમે ઘરડા થઈ જશો અને તમારા હાથ-પગ થાકી જશે, ત્યારે તમારી આ વહુ જો એવું કહે કે તમે મારા મમ્મી નથી સાસુ છો, એટલા માટે આવી સેવા હું કરી ન શકું, ત્યારે તમને ખરાબ તો નહીં લાગે ને?”

નર્સની વાત સાંભળીને સાસુએ બેગમાંથી પોતાની વહુના કપડાં કાઢ્યા અને તેને બાથરૂમ તરફ લઇ જવા લાગી ત્યાં નર્સે તેમના હાથમાંથી કપડાં લીધા અને કહ્યું, “આન્ટી, હું તેમના કપડા બદલાવી દઈશ. આ તો અમારી ફરજ છે.”

સાસુ આમતેમ જોવા લાગી. અને તે વોર્ડમાં હાજર તમામ લોકો તેમની સામે જોઈ રહ્યા હતા. એટલામાં એક આયા આવી ગઈ અને પછી નર્સ અને આયાએ મળીને મહિલાના કપડાં બદલાવી દીધા.

બાથરૂમમાંથી બહાર આવ્યા પછી નર્સે બીજું એક તીર છોડ્યું – “સાંભળો આંટી, જ્યારે તમારી વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરવાની ના પડે, તમારા મળ-મૂત્ર વાળા કપડા બદલવામાં અણગમો દેખાડે તો તમે પણ અહીં આવી જજો. અમે તમારી પણ સેવા કરીશું. અમારી તો નોકરિ છે અમને આ કામ માટે જ પગાર મળે છે.