કુતરાઓ દ્વારા મંત્રીએ રાજાને પોતાની ભૂલનો કરાવ્યો અનુભવ, વાંચો પ્રેરક સ્ટોરી.

0
341

એક રાજા હતો, તેણે 10 જંગલી કુતરાઓ પાળેલા હતા. જેનો ઉપયોગ તે લોકો દ્વારા કરવામાં આવેલ ભૂલ પર મૃત્યુની સજા આપવા માટે કરતો હતો. એક વખત થયું એવું કે રાજાના જુના મંત્રીથી એક નાનકડી ભૂલ થઈ ગઈ. ગુસ્સામાં રાજાએ તે મંત્રીને કુતરાઓ સામે ફેકી દેવાનો આદેશ આપ્યો. પણ સજા આપતા પહેલા રાજાએ મંત્રીને પોતાની અંતિમ ઈચ્છા વિષે પૂછ્યું.

મંત્રી રાજાને નિવેદન કર્યું કે, ‘હું એક આજ્ઞાકારી સેવક થઈને તમારી 10 વર્ષથી સેવા કરી રહ્યો છું, મને સજા આપતા પહેલા 10 દિવસ હજુ જીવવા માંગુ છું’. રાજા મંત્રીની વાત સ્વીકારે છે. દસ દિવસ પછી રાજાના આદેશથી સૈનિકો મંત્રીને પકડીને લઈ આવે છે અને રાજાના આદેશ અનુસાર સૈનિકો મંત્રીને જંગલી કુતરાઓ સામે ફેકી દે છે.

પરતું થયું એવું કે કુતરાઓ હમલો કરવાની જગ્યાએ પુંછડી હળવવા લાગ્યા અને મંત્રીના પગ ચાટીને તેની સાથે રમવા લાગ્યા. રાજા ચકિત થઈને આ બધું જોઈ રહ્યો હતો.

રાજાએ મંત્રીને પૂછ્યું : આ શું થઈ રહ્યું છે? કુતરાઓ તારા પર હુમલો કરવાની જગ્યાએ તારી સાથે રમવા કેમ લાગ્યા?

મંત્રી કુતરાઓને રમાડતા જવાબ આપે છે, ‘રાજન મેં તમારી પાસે જે 10 દિવસનું જીવન માંગ્યું હતું, તેમાંથી મેં દિવસમાં થોડો સમય આ મૂંગા પ્રાણીને આપ્યો, તેમની સેવા કરી. હું દરરોજ તેમણે સ્નાન કરાવતો, સમયે ભોજન આપ્યું અને બીજું બધું ધ્યાન આપતો. આ કુતરાઓ જંગલી હોવા છતાં મારી 10 દિવસની સેવા ભૂલ્યા નહીં, પરતું આ કહેતા પહેલા માફી માંગુ છું રાજન કે તમે રાજા હોવા છતાં મારી 10 વર્ષની સ્વામી ભક્તિ ભૂલી ગયા અને મારી એક નાનકડી ભૂલના કારણે મને મૃત્યુની સજા આપી દીધી. રાજાને પોતાની ભૂલ સમજાઈ અને તેણે આગળથી આવી ભૂલ ન થાય તેવું નક્કી કર્યું.