મહાન સંત તુકારામની આ 5 ખાસ વાતો દરેકે જરૂર વાંચવી જોઈએ, ઘણા લોકો નથી જાણતા તેમના ખાસ ગુણ વિષે.
મહારાષ્ટ્રની સંત પરંપરામાં તુકારામને સંત શિરોમણી કહેવામાં આવે છે. સંત માનદેવ, સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, સંત સેન મહારાજ, સંત જાનાબાઈ, સંત બહિણાબાઈ વગેરે નામો સાથે જ સંત તુકારામનું નામ પણ લેવામાં આવે છે. વારકરી સંપ્રદાયમાં ઘણા સંત થયા છે.
(1) મહારાષ્ટ્રના મુખ્ય સંતો અને ભક્તિ આંદોલનના કવિઓમાંના એક તુકારામનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જીલ્લાના ‘દેહુ’ ગામમાં સવંત 1520 માં એટલે કે ઈ.સ. 1598 માં થયો હતો. તુકારામજીના પિતાનું નામ ‘બોલ્હોબા’ અને માતાનું નામ ‘કનકાઈ’ હતું. તુકારામજી જયારે 8 વર્ષના હતા, ત્યારે તેમના માતા-પિતાનો સ્વર્ગ વાસથઇ ગયો હતો.
(2) તેમને ‘તુકોબા’ પણ કહેવામાં આવે છે. તુકારામને સપનામાં ચૈતન્ય નામના સાધુએ ‘રામકૃષ્ણ હરિ’ મંત્રનો ઉપદેશ આપ્યો હતો. તે વિઠ્ઠલ એટલે વિષ્ણુના પરમ ભક્ત હતા. પૂર્વના આઠમાં પુરુષ વિશ્વંભર બાબાથી તેમના કુળમાં વિઠ્ઠલની ઉપાસના બરાબર ચાલી આવી રહી હતી. તેમના કુળના તમામ લોકો ‘પંઢરપુર’ ની યાત્રા માટે નિયમિત રીતે જતા હતા. મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયના લોકો જયારે પંઢરપુરની યાત્રા ઉપર જાય છે, તો ‘જ્ઞાનોબા માઉલી તુકારામ’ નો જ જયનાદ કરે છે.
(3) દેશમાં પડેલા ભીષણ દુકાળને કારણે તેમની પહેલી પત્ની અને નાના બાળકનું ભૂખને કારણે પરધામ સીધાવ્યા. તેમની બીજી પત્ની જીજાબાઈ શ્રીમંત કુટુંબની કન્યા અને ઘણી જ ઝગડાખોર હતી. તેમની બીજી પત્નીના વર્તવ અને કૌટુંબીક ઝગડાથી કંટાળીને તુકારામ નારાયણી નદીના ઉત્તરમાં ‘માનતીર્થ પર્વત’ ઉપર જઈને બેસી ગયા અને ભાગવત ભજન કરવા લાગ્યા.
(4) તુકારામે ‘અભંગ’ રચીને કીર્તન કરવાનું શરુ કરી દીધું. તેની લોકો ઉપર ઘણી અસર પડી. રામેશ્વર ભટ્ટ નામના એક વ્યક્તિ તેમના વિરોધી બની ગયા પણ પાછળથી તે પણ તેમના શિષ્ય બની ગયા. તુકારામજી દ્વારા તેમના જીવનના ઉત્તરાર્ધમાં ગાવામાં આવેલા લગભગ 4600 થી વધુ અભંગ આજે પણ ઉપલબ્ધ છે. તેમના અભંગ અંગ્રેજી ભાષામાં પણ અનુવાદીત થયા છે.
(5) તેમના જન્મ સમયને લઈને મતભેદ છે. ઘણા વિદ્વાન તેમનો જન્મ સમય 1577, 1602, 1607, 1608, 1618 અને 1639 માં અને 1650 માં તેમનું સ્વર્ગ વાસ માને છે. મોટાભાગના વિદ્વાન 1577 માં તેમનો જન્મ અને 1650 માં તેમનું સ્વર્ગ વાસ થવાની વાત કરે છે. તુકારામે ફાગણ માસની વદ દશમ સવંત 1571 ના રોજદે હ વિસર્જન કર્યું હતું.
આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.