તમારામાંથી ઘણા લોકોએ રામાયણ વાંચી કે સાંભળી હશે. તેમાં સુંદરકાંડ આવે છે. અને આજે આપણે તે સુંદરકાંડ વિષે થોડી વાતો જાણીશું.
(1) સુંદરકાંડનું નામ સુંદરકાંડ જ કેમ રાખવામાં આવ્યું?
હનુમાનજી સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત પર વસેલી હતી. ત્રિકુટાચલ પર્વત એટલે ત્યાં 3 પર્વત હતા. પહેલો સુબૈલ પર્વત, જેના મેદાનમાં યુ ધથયું હતું.
બીજો નીલ પર્વત જ્યાં રાક્ષસોના મહેલ વસ્યા હતા. અને ત્રીજા પર્વતનું નામ છે સુંદર પર્વત જ્યાં અશોક વાટિકા બનેલી હતી. તે વાટિકામાં હનુમાનજી અને સીતાજીની મુલાકાત થઈ હતી. આ કાંડની આ સૌથી પ્રમુખ ઘટના હતી, એટલા માટે તેનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે.
(2) શુભ અવસરો પર જ સુંદરકાંડનો પાઠ કેમ?
શુભ અવસરો પર ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. શુભ કાર્યોની શરૂઆત કરતા પહેલા સુંદર કાંડનો પાઠ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.
જયારે કોઈ વ્યક્તિના જીવનમાં વધારે મુશ્કેલીઓ હોય, કોઈ કામ થઈ રહ્યું ન હોય, આત્મવિશ્વાસની અછત હોય કે કોઈ બીજી સમસ્યા હોય, સુંદરકાંડના પાઠથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ઘણા જ્યોતિષ અથવા સંત દ્વારા પણ વિપરીત પરિસ્થિઓમાં સુંદરકાંડનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે.
(3) સુંદરકાંડનો પાઠ વિશેષ રૂપથી કેમ કરવામાં આવે છે?
માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠથી હનુમાનજી પ્રસન્ન થાય છે. સુંદરકાંડના પાઠથી બજરંગબલીની કૃપા ઘણી જલ્દી પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિત રૂપથી સુંદરકાંડનો પાઠ કરે છે, તેમના દરેક દુઃખ દૂર થઈ જાય છે. આ કાંડમાં હનુમાનજીએ પોતાની બુદ્ધિ અને બળથી સીતાજીને શોધ્યા હતા. આ કારણે સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે.
(4) સુંદરકાંડથી મળે છે મનોવૈજ્ઞાનિક લાભ?
હકીકતમાં શ્રીરામચરિતમાનસના સુંદરકાંડની કથા સૌથી અલગ છે, સંપૂર્ણ શ્રીરામચરિતમાનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે, સુંદરકાંડ એકમાત્ર એવું અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનની વિજયનો કાંડ છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો સુંદરકાંડ આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ વધારવાવાળો કાંડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિએ માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્યને પૂરું કરવાનો આત્મવિશ્વાસ મળે છે.
(5) સુંદરકાંડથી મળે છે ધાર્મિક લાભ?
સુંદરકાંડના પાઠથી ધાર્મિક લાભ મળે છે. હનુમાનજીની પૂજા દરેક મનોકામનાઓને પુરી કરવા વાળી માનવામાં આવી છે. બજરંગબલી ઘણા જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા છે. શાસ્ત્રોમાં તેમની કૃપા મેળવવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. તે ઉપાયોમાંથી એક છે સુંદરકાંડનો પાઠ કરવો. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે જ શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
– જીત મજેવડિયાની પોસ્ટનું સંપાદન (અમર કથાઓ ગ્રુપ)