ફકીરે માટલા પર લાકડી ફેરવી અને માટલામાં સિંધુ નદી જેટલું પાણી સમાઈ ગયું, વાંચો રસપ્રદ દંતકથા.

0
992

વીંધા હોજા સીંધા :

સિંધી પ્રદેશોમાં નદીઓને દરિયો કહે,

દરિયાએ સિંધ… એટલે સિંધુ નદી જેના પરથી નામ આવ્યું હિન્દી.

સિંધ હિંદની મૂળ પ્રકૃતિ છે. પાણી તત્વ જુદા જુદે સ્વરૂપે જીવન સાથે વહે,

પહાડો અગ્નિ તત્વ કહેવાય, સૂરજને અડવાની પહાડો રોજ કોશિશ કરે. થોડા ગરમ થઇ પણ સાંજે ઠંડા પડી જાય.

આપડા જુનાગઢમાં આ પાણી અને પહાડ જ્યાં મળે ત્યાં મેળા થાય.

કોઈ કોઈ ફકીરો સાધુઓ આવા મેળામાં મૂળતત્વોની અહાલેક કરીને ફરતા પણ જોવા મળે.

વર્ષો પહેલા રૂખડ જેવો દેખાતો ફકીર શિવરાત્રીના મેળામાં પરબ પાસે ઉભો રહી પાણી માંગી રહ્યો હતો.

શરીર થોડું મસ્ત, કપડાં ફાટેલા, ગળા માં ભાત ભાત ની માળા, હાથ માં કોઈ અજીબ આકાર ની દાંડી.

બોલતો હતો “બચ્ચા પાની પીલા દે”, બચ્ચા ફકીર કો પાણી દે.

પરબ ઉપર બેઠેલા ખેડુએ માટલા માંથી અડધો ગલાસ પાણી ફકીર ને આપ્યું.

ફકીરે પીધું. ફરી માગ્યું.

ખેડુ કહે, બાપજી મેળો છે, બધા ને થોડું આપું છું.

“થોડું થોડું” ફકીર હસવા મંડ્યો.

ફરી હસ્યો “થોડું થોડું”.

ખેડુ કહે, હા બાપજી થોડું થોડું જ આપવું પડેને.

ફકીરે ખેડુ સામું જોયું, આકાશ સામું જોયું પછી પોતાની લાકડી ઊંચી કરી માટલા ના મોઢા ઉપર ફેરવવા લાગ્યો.

મોટેથી બોલતો હતો,

વીંધા હોજા સિંધા… જેનો અર્થ થતો હતો – હે માટલા તું સિંદ્યનો દરિયો બની જા.

વીંધા હોજા સિંધા… હે માટલા તું હિન્દનો દરિયો બની જા.

આમ બોલીને ફકીરે ખેડું ને કહ્યું, લે એલા આ લાકડી ગોળા માં રાખ. પા પાણી બધા ને સાંજ પડે ત્યાં સુધી પાયે રાખ.

હા પણ થોડું થોડું નહિ પાતો, પેટ ફા ટી જાય એટલું પાજે. તું તારે માંગે એટલું પાણી તરસ્યાને આપજે.

ખેડુ એ સાંજ સુધી ગોળામાંથી યાત્રિકો ને પાણી પાયું.

પાણી પાયેજ રાખ્યું. પેટભરીને માંગે એટલું. પાણી ખુટ્યું નહિ.

છલો છલ રહ્યો ગોળો. તરસ તો ઘણા ની છિપાઈ ગઈ પણ સિંધુ નદી જેવો ગોળો કાઈ ખાલી થાય?

રૂખડ જેવો ફકીર સાંજ સુધી મેળામાં બેઠો રહ્યો, બોલતો રહ્યો “થોડું થોડું” અને હસતો રહ્યો થોડું થોડું.

લેકિન……

વીંધા હોજા સિંધા

વીંધા હોજા સિંધા………

કહેવાય છે કે એ રૂખડ ફકીર નું નામ જાદુગર મહંમદ છેલ હતું.

તે મુળ નીગાળા ગામ ના હતા. આજે એમનો રૂહ જ્યાં પણ હશે ત્યાંથી બોલતો હશે મોદી સાહેબ સિંધુ નદીમાં આમ “થોડું થોડું” શું? લીધા કરો છો નાખો બે ભાઠા.. પાકિસ્તાન ને વીંધા હોજા સિંધા…… સીધાદોર થઇ જશે પાકિસ્તાન વાળા.

મોહમમદ છેલ અંગે આવી ઘણી કિંવદંતીઓ છે.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)