ફક્ત લક્ષ્મણ જ કરી શકતા હતા મેઘનાદનો વધ, પણ એવું કેમ? જાણો રામાયણનું એક અજાણ્યું સત્ય.

0
499

મેઘનાદનો વધ રાવણથી પણ વધારે મુશ્કેલ હતો, અને તે ફક્ત લક્ષ્મણ જ કરી શકતા હતા, જાણો તેનું કારણ.

લક્ષ્મણ મેઘનાથ સ્ટોરી : હનુમાનજીની રામભક્તિની ગાથા સંસાર આખામાં ગાવામાં આવે છે. લક્ષ્મણજીની ભક્તિ પણ અદ્દભુત હતી. લક્ષ્મણજીની કથા વગર શ્રી રામકથા પૂર્ણ નથી. અગસ્ત્ય મુની જયારે અયોધ્યા આવ્યા ત્યારે લંકા યુદ્ધના પ્રસંગ વિષે વાર્તાલાપ શરુ થયો. ત્યારે ભગવાન શ્રીરામે જણાવ્યું કે તેમણે કેવી રીતે રાવણ અને કુંભકર્ણ જેવા પ્રચંડ વીરોનો વધ કર્યો અને લક્ષ્મણે પણ ઇન્દ્રજીત અને અતિકાય જેવા શક્તિશાળી અસુરોને માર્યા.

અગસ્ત્ય મુની બોલ્યા – શ્રીરામ ખરેખર રાવણ અને કુંભકર્ણ પ્રચંડ વીર હતા, પરંતુ સૌથી મોટા વીર તો મેઘનાથ જ હતા. તેમણે અંતરીક્ષમાં સ્થિત થઈને ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું હતું અને ઇંદ્રને બાંધીને લંકા લઇ આવ્યા હતા. બ્રહ્માએ ઇન્દ્રજીત પાસે દાનના રૂપમાં ઇન્દ્રને માગ્યા ત્યારે ઇન્દ્ર મુક્ત થયા હતા. લક્ષ્મણે તેનો વધ કર્યો એટલા માટે તે સૌથી મોટા યોદ્ધા થયા.

શ્રીરામને આશ્ચર્ય થયું પરંતુ ભાઈની વીરતાની પ્રસંશાથી ખુશ હતા. છતાં પણ તેના મનમાં જીજ્ઞાસા જાગી કે ખરેખર અગસ્ત્ય મુની એવું કેમ કહી રહ્યા છે કે ઇન્દ્રજીતનો વધ રાવણથી વધુ મુશ્કેલ હતો.

અગસ્ત્ય મુનીએ કહ્યું – પ્રભુ ઇન્દ્રજીતને વરદાન હતું કે તેનો વધ તે કરી શકતા હતા જે

(1) ચૌદ વર્ષો સુધી ઊંઘ્યા જ ના હોય.

(2) જેણે ચૌદ વર્ષ સુધી કોઈ સ્ત્રીનું મોઢું ન જોયું હોય અને

(3) ચૌદ વર્ષ સુધી ભોજન ન કર્યું હોય.

શ્રીરામ બોલ્યા – પરંતુ હું વનવાસ કાળમાં ચૌદ વર્ષ સુધી નિયમિત રીતે લક્ષ્મણના ભાગના ફળ ફૂલ આપતો રહ્યો. હું સીતા સાથે એક કુટીરમાં રહેતો હતો, બાજુની કુટીરમાં લક્ષ્મણ હતા, છતાં પણ સીતાનું મુખ પણ ન જોયું હોય, અને ચૌદ વર્ષ સુધી સુતા ન હોય, એવું કેવી રીતે શક્ય છે. અગસ્ત્ય મુની સમગ્ર વાત સમજીને હસ્યા. પ્રભુથી કાંઈ છુપાયું નથી, આમ તો બધા લોકો માત્ર શ્રીરામના ગુણગાન કરતા હતા પરંતુ પ્રભુ ઇચ્છતા હતા કે લક્ષ્મણના તપ અને વીરતાની ચર્ચા અયોધ્યાના ઘર ઘરમાં થાય.

અગસ્ત્ય મુનીએ કહ્યું – કેમ ન લક્ષ્મણજીને પૂછવામાં આવે. લક્ષ્મણજી આવ્યા પ્રભુને કહ્યું કે તમને જે પૂછવામાં આવે તેને સાચે સાચું કહેજો. પ્રભુએ પીછ્યું – આપણે ત્રણે ચૌદ વર્ષ સુધી સાથે રહ્યા છતાં પણ તમે સીતાનું મોઢું કેવી રીતે ન જોયું? ફળ આપ્યા છતાં પણ અનાહારી કેવી રીતે રહ્યા? અને 14 વર્ષ સુધી સુતા નહિ? આ કેવી રીતે થયું?

લક્ષ્મણજીએ જણાવ્યું – ભાઈ જ્યારે આપણે ભાભીને શોધતા શોધતા ઋષ્યમુક પર્વત ગયા તો સુગ્રીવે આપણેને તેના ઘરેણા દેખાડીને ઓળખવા માટે કહ્યું. તમને યાદ હશે હું તો તેમના પગના નપુરના સિવાય કોઈ ઘરેણા ન ઓળખી શક્યો હતો કેમ કે મેં ક્યારે પણ તેમના ચરણોથી ઉપર જોયું જ નથી.

ચૌદ વર્ષ ન સુવા વિષે સંભળાવો – તમે અને માતા કુટીરમાં સુતા હતા. હું રાતઆખી બહાર ધનુષ ઉપર બાણ ચડાવીને ચોકીદારીમાં ઉભો રહેતો હતો. ઊંઘે મારી આંખો ઉપર પ્રભુત્વ કરવાનો પયત્ન કર્યો, તો મેં નિંદ્રાને મારા બાણથી વેધી દીધી હતી.

નિંદ્રાએ હારીને સ્વીકાર કર્યું કે તે ચૌદ વર્ષ સુધી મને સ્પર્શ નહિ કરે પરંતુ જયારે રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક થઇ રહ્યો હશે અને હું તેની પાછળ સેવકની જેમ છત્ર લઈને ઉભો રહીશ ત્યારે તે મને ઘેરશે. તમને યાદ હશે રાજ્યાભિષેક વખતે મારા હાથમાંથી છત્ર પડી ગયું હતું.

હવે હું 14 વર્ષ સુધી અનાહારી કેવી રીતે રહ્યો. હું જે ફળ ફૂલ લાવતો હતો તમે તેમાંથી ત્રણ ભાગ કરતા હતા. એક ભાગ આપીને તમે મને કહેતા હતા લક્ષ્મણ ફળ લઇ લો. તમે ક્યારેય ફળ ખાવાનું નથી કહ્યું – પછી તમારી આજ્ઞા વગર હું તે ખાઉં કઈ રીતે?

મેં તેને સાચવીને રાખી દીધા. બઘા ફળ તે કુટીયામાં હજુ પણ પડ્યા હશે. પ્રભુના આદેશ ઉપર લક્ષ્મણજી ચિત્રકૂટની કુટીયામાંથી તે બધા ફળની ટોકરી લઈને આવ્યા અને દરબારમાં રાખી દીધી. ફળોની ગણતરી થઇ, સાત દિવસના ફળ ન હતા. પ્રભુએ કહ્યું – તેનો અર્થ છે કે તે સાત દિવસ તો આહાર લીધો હતો?

લક્ષ્મણજીએ સાત ફળ ઓછા થવા વિષે જણાવ્યું – તે સાત દિવસમાં ફળ આવ્યા જ નથી :

(1) જે દિવસે આપણે પિતાશ્રીના સ્વર્ગવાસી થયાના સમાચાર મળ્યા, આપણે નિરાહારી રહ્યા.

(2) જે દિવસે રાવણે માતાનું હરણ કર્યું, તે દિવસે ફળ લેવા કોણ જાય.

(3) જે દિવસે સમુદ્રની સાધના કરી તમે તેની પાસે રસ્તો માગી રહ્યા હતા.

(4) જે દિવસે તમે ઇન્દ્રજીતના નાગપાશમાં બંધાઈને દિવસ આખો અચેત રહ્યા.

(5) જે દિવસે ઇન્દ્ર્જીતે માયાવી સીતાને કાપી હતી અને આપણે શોકમાં રહ્યા.

(6) જે દિવસે રાવણે મને શક્તિ મારી.

(7) અને જે દિવસે રાવણ વધ કર્યો.

આ દિવસોમાં આપણેને ભોજનની સુધ ક્યાં હતી? વિશ્વામિત્ર મુની પાસેથી મેં એક વિશેષ વિદ્યાનું જ્ઞાન લીધું – આહાર વગર કેવી રીતે જીવવાની વિદ્યા. તેના ઉપયોગથી હું ચૌદ વર્ષ સુધી મારી ભૂખને નિયંત્રિત કરી શક્યો, જેથી ઇન્દ્રજીત માર્યો ગયો.

ભગવાન શ્રીરામે લક્ષ્મણની તપસ્યા વિષે સાંભળીને તેને હ્રદય સાથે લગાવી લીધા.

|| ऊँ लं लक्ष्मण देवताभ्यो: नम: ||

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.