ઘરના બધા સાથે બેસીને જમે એ આદત કેટલી ઉપયોગી છે તે આ પ્રસંગ પરથી જાણો.

0
1297

આજે ડાઇનિંગ ટેબલ ઉપરની એક ખુરશી ખાલી થઈ ગઇ. ઘરના બધા સભ્યોની આંખો આજે પાણીથી ભરેલ છે. એક બીજા સામે જોવાની તાકાત નથી. કારણ કે બધાની આંખોમાંથી યાદોના આશું થાળીને ભીની કરી રહી છે.

નીચે માથા કરી બધા ઘરના સભ્યો જમવા ખાતર જમી રહા હતા. એક એવી શાંતિ પ્રવર્તી રહી હતી જે પરિવારના સભ્યોને રડાવી રહી હતી.

ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રીનું ભોજન ફરજિયાત બધાએ સાથે લેવું તેવો નિયમ. ધીરે ધીરે પરિવારની આદત બની ગઈ હતી. મસ્તી તોફાન કરતા પંખીના માળામાંથી અચાનક એક પંખી ઉડી ગયું.

મારી ઉંમર અને અનુભવ પ્રમાણે મારી એક નાની સલાહ.

દેરક પરિવારે દિવસમાં એક વખત ઘરના બધાજ સભ્યોએ સાથે બેસીને જમવું જોઈએ. કેમ કે ઘરનો કોઈ પણ સભ્ય જમતી વખતે રોજ કરતાં ઓછું ખાઈ અથવા જમતી વખતે મૂડના હોય કે ભૂખ નથી એમ કહીને જમવાનું જ કેન્સલ કરે એવું લગાતાર ચાર પાંચ દિવસ બને તો જરૂર એ સભ્ય મોટી બિમારી છુપાવી રહ્યો છે અથવા મોટી બીમારીનો શિકાર બનવાનો છે તેનો ખ્યાલ પરિવારને સમયસર આવી જાય.

ઘરના સભ્યોએ એક બીજા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ. જરૂર મોટો ફાયદો પણ થઈ શકે. અમે ઘણા વખતથી જોતા હતા મમ્મી જમવાના શોખીન હોવા છતા ઘણા વખતથી જમવામાં લોચા મારે છે. જમવાનું ભાવતું નથી… જમવાનું અધુરેથી છોડી દે… જમતી વખતે આ બધાના ધ્યાનમાં આવ્યું.

પપ્પાએ ડૉક્ટરને બતાવ્યું. લાંબી તપાસને અંતે ખબર પડી મમ્મીને અન્ન નળીનું કેન્સર થયું છે. પરિવાર ઉપર વીજળી ત્રાટકી તેવો અનુભવ થયો.

નાના બાળકોથી વાત છુપી રાખી હતી. મમ્મીને પણ ગોળ ગોળ વાત કરી ચાર મહિના કાઢ્યા. પણ આ બીમારી કહી છુપી રહે… અંતે પરિવારને જે શંકા હતી તેવું જ થયું.

મમ્મીએ હિંમત કરી કીધું… મારે આજે તમારા બધા સાથે જમવું છે. તેમની ઈચ્છા પૂરી કરવા વ્હીલ ચેર ઉપર ડાઇનિંગ ટેબલ સુધી લાવ્યા. બધા પરિવારે દિલમાં દુઃખ દબાવી મમ્મીને તાળી સાથે વધાવી. મમ્મીએ પણ અસહ્ય દુ:ખાવો હોવા છતાં બધા સામે હાથ ઊંચો કરી સ્મિત આપ્યું.

પપ્પાએ ચમચીથી દૂધ જેવું મોઢામાં મૂક્યું અને મમ્મીએ પપ્પાના હાથ ઉપર માથું ઢાળી દીધું.

મિત્રો જન્મ અ-ને-મ-ર-ણ-નો સમય અને જગ્યા ભગવાને નક્કી જ કરી છે. પણ કોની સાથે કેટલું રેહવું, કેવી રીતે રેહવું, તે આપણે નક્કી કરવાનું છે.

અમને વ્યક્તી ગુમાવ્યાનું દુઃખ આજે જરૂર છે. પણ સાથે સાથે અમારા કિંમતી સમયમાંથી થોડો અમૂલ્ય સમય અમે માઁ ને આપ્યો હતો તેનો રંજ નથી.

ફોટા પાસે સફેદ કપડાં પેહરી લોકોની સામે રડવા કરતા આજે ડાઇનિંગ ટેબલ ઉપર નીચું માથું કરીને રડતો પરિવાર મને આદર્શ લાગે છે જેમાં કોઈ દેખાવ કે આડંબર નહીં. ફક્ત લાગણીના દર્શન જ થાય છે.

આ જીવનનું સત્ય છે. તેથી સંપીને સૌ સાથે રહીએ. અમને વોટ્સએપ દ્વારા આ પોસ્ટ પ્રાપ્ત થઇ છે. તમને ગમે તો તમારા મિત્રોને, તમારા પરિજનોને બધાને મોકલો. આના સાચા લેખક કોણ છે તે ખબર નથી.