હોસ્પિટલમાં રહેલા સસરા સાથે બનેલા આ બનાવોએ તેમને દીકરી અને પુત્રવધુ વચ્ચેનો તફાવત સમજાવી દીધો.

0
7899

એજ મારી પ્રેમાળ પુત્રવધુ કે પછી..

હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમ થી જોઈ રહયો હતો.

ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પહણ હસતા.. હસતા.. રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પાપા સારું થઈ જશે.

સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘર માં મસ્તી થી ફરતી મારી પુત્રવધુ ને જોઈ હું વિચારતો હતો… કે આ ઘર ની જવાબદારી કઈ રીતે સંભાળશે.

પણ… આજે હોસ્પિટલ માં મને દાખલ કરે પંદર દિવસ થયા. સવાર સાંજ… ચા.. નાસ્તો.. અને જમવાનું બનાવી મને પ્રેમ થી હસતા હસતા જમાડતી.

સર્વિસ કરતી હોવા છતાં તેણે પેહલા મને પ્રાધાન્ય આપ્યું. સ્વજનો ની ખરી કસોટી ઘરે થી સ્મશાન સુધી પહોંચાડવાની નથી હોતી. પણ હોસ્પિટલ થી ઘરે પ્રેમ થી પહોંચાડવાની હોય છે. તે કાવ્યા એ સાબિત કરી બતાવ્યું.

આજે હોસ્પિટલ માંથી રજા આપતી વખતે મારી આંખો રૂમ ના દરવાજા તરફ હતી. સાચું કહું છું મારી આંખો મારી દીકરી જમાઇ ની રાહ જોઈ રહી હતી. રજા ના દિવસ સિવાય દેખાયા નથી.

પણ આશા ઠગારી નીકળી.

બારણું ખુલ્યું… એજ મારી પ્રેમાળ પુત્ર વધુ કાવ્યા અને મારો પુત્ર પિન્ટુ બુકે લઈ રૂમ માં પ્રવેશ્યા. હાઈ પાપા… જય શ્રી ક્રિષ્ના “ગેટ વેલ સૂન”. ચલો આપણા ઘરે. આપણું ઘર તમારી રાહ જોવે છે.

આ પંદર દિવસ ની હોસ્પિટલ ની મુલાકાત દરમ્યાન હું મારી પુત્ર વધુ કાવ્યા ના પ્રેમ મા પડી ગયો. એક દીકરી ને શરમાવે તેવો પ્રેમ અને સેવા તેણે મારી કરી હતી.

ઘણી વખત આપણે કહીયે છીયે દીકરા વહુ ની ફરજ છે. પણ… આપણે આપણી ફરજ ભૂલી જતા હોય છે. દીકરી જમાઇ ની હાજરી માં કટાક્ષો કરી…. આપણે ઘણી વખત ગૃહ લક્ષ્મી અને આપણા પુત્ર નું અપમાન કરતા હોઈએ છીયે.

દીકરી ના લગ્ન પછી ની તેની મુલાકાત એક મહેમાન જેવી હોય છે. એટલે એ વહાલી લાગે છે. જયારે મારી જેમ સસરો પ્રેમ મા પડે ત્યારે સમજી જવું એક પૂત્રવધુ તરીકે પાત્ર તેને દીકરી તરીકે યોગ્ય ભજવ્યું હશે.

ઘર માં દીકરા ના માઁ બાપ ને અપમાનિત કરી પોતાના માઁ બાપ ની પગ ચંપી કરતી દીકરીઓ કદી સાસરા માં સુખી નથી થતી કે નથી પિયર માં થતી.

હું ગાડી માં બેઠો… બેઠો… આંખ… બંધ કરી… કાવ્યા ની સાશુ ને યાદ કરી રહયો હતો.

તારા ગયા પછી તારી પુત્રવધુ એ ઘર સંભાળી લીધુ છે. પણ તને એકવાત કહેવાની ઈચ્છા થાય છે. દીકરીનો મહિમા ગાવા માં ઘણી વખત પુત્ર અને પુત્રવધુ નું જાણે અજાણે આપણે અપમાન અથવા તો દિલ દુભાવી દેતા હોય છે તેવો મને એહસાસ આજે થયો.

દીકરી વહાલ નો દરિયો છે. પણ ખારો છે તેવો એહસાસ થઈ ગયો. પુત્રવધુ તો મીઠા પાણી નું ઝરણું છે. અને આ તારો પુત્ર પણ મીઠા પાણી નો કૂવો છે. તું ચિંતા ના કરતી.

મારે મારો વ્યવહાર પુત્રવધુ તરફ બદલવો પડશે.

આજે તેણે વહુ થઈ દીકરી નું પાત્ર ભજવ્યું છે. હવે હું આખી જીંદગી તેનો સસરો થઈ ને નહીં પણ તેનો બાપ બની ને રહીશ.

ગાડી ની બ્રેક વાગી. મારી આંખ જીંદગી પ્રત્યે ખુલી ગઇ હતી. સારા ખરાબ નો ભેદ હું સમજી ગયો હતો.

ચાલો પાપા ઘર આવી ગયું. કાવ્યાના મીઠા ટહુકાએ મારો દવાખાના નો થાક ઉતારી દીધો.

ઘર માં પ્રેવેશ કરતા પેહલા હું કાવ્યા ના માથે હાથ ફેરવી બોલ્યો… બેટા… દીકરી અને પુત્રવધુ વચ્ચે નો તફાવત તે મને સમજાવી દીધો છે.

સદા સુખી થાવ. આનંદ મા રહો.

આ તારો બાપ બેઠો છે ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે તે મારુ વચન છે.

– વિપુલદવેના બ્લોગ પરથી.