ફેબ્રુઆરી 2023 માં લગ્ન, ગ્રહ પ્રવેશ, વાહન ખરીદી, સંપત્તિ ખરીદીના કેટલા મુહૂર્ત છે? જાણો સંપૂર્ણ માહિતી

0
553

જાણો ફેબ્રુઆરી 2023 માં કેટલા છે લગ્નના મુહૂર્ત? સાથે જ જાણો વાહન અને સંપત્તિ ખરીદવાના શુભ દિવસ.

હિંદુ ધર્મ હેઠળ જયારે પણ કોઈ લગ્ન, મુંડન વગેરે કાર્ય કરવામાં આવે છે ત્યારે મુહૂર્ત સૌથી પહેલા જોવામાં આવે છે. સાથે એ પણ જોવામાં આવે છે કે એ સમયે ગુરુ અને શુક્ર નક્ષત્રોનો ઉદય થયો હોય. જેથી શુભ કાર્યોનું પરિણામ પણ શુભ રહે છે. ફેબ્રુઆરી 2023 માં આખો મહિનો શુભ કાર્યો માટે શુભ બની રહ્યો છે.

આ મહિનામાં મીન રાશિમાં શુક્ર અને ગુરુનો સંયોગ પણ બનશે, જે એક શુભ સંકેત છે. જાણો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પાસેથી કે ફેબ્રુઆરી 2023 માં માંગલિક કાર્યો માટે ક્યારે-ક્યારે શુભ મુહૂર્ત આવશે અને અન્ય શુભ મુહૂર્તની પણ માહિતી મેળવીએ.

ફેબ્રુઆરી 2023 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત :

6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 17, 22, 23, 28

ફેબ્રુઆરી 2023 ગ્રહ પ્રવેશ માટેના મુહૂર્ત :

1, 8, 10, 11, 22, 23

ફેબ્રુઆરી 2023 વાહન ખરીદીના મુહૂર્ત :

1, 3, 5, 10, 12, 27

ફેબ્રુઆરી 2023 સંપત્તિ ખરીદીના મુહૂર્ત :

2, 3, 16, 17, 23

પ્રતીકાત્મક ફોટો

ફેબ્રુઆરી 2023 માં રવિ યોગ ક્યારે બનશે?

3 ફેબ્રુઆરી સવારે 06:18 થી 4 ફેબ્રુઆરી સવારે 07:08 સુધી

12 ફેબ્રુઆરી રાત્રે 01:40 થી 13 ફેબ્રુઆરી રાત્રે 02:27 સુધી

23 ફેબ્રુઆરીની સવારે 04:50 થી 24 ફેબ્રુઆરીની સવારે 03:44 સુધી

25 ફેબ્રુઆરી સવારે 03:27 થી 26 ફેબ્રુઆરી સવારે 06:51 સુધી

28 ફેબ્રુઆરી સવારે 07:20 થી 1 માર્ચ સવારે 06:47 સુધી

ફેબ્રુઆરી 2023 માં સર્વાર્થસિદ્ધિ યોગ :

1 ફેબ્રુઆરી સવારે 07:10 થી 2 ફેબ્રુઆરી સવારે 03:23 સુધી

3 ફેબ્રુઆરી સવારે 06:18 થી 07:08 સુધી

3 ફેબ્રુઆરી સવારે 07:08 થી 4 ફેબ્રુઆરી 07:08 સુધી

5 ફેબ્રુઆરી સવારે 07:07 થી બપોરે 12:13 સુધી

12 ફેબ્રુઆરી સવારે 01:40 થી 07:02 સુધી

14 ફેબ્રુઆરી રાત્રે 02:36 થી સવારે 07:01 સુધી

18 ફેબ્રુઆરી સાંજે 05:42 થી 19 ફેબ્રુઆરી સવારે 06:56 સુધી

22 ફેબ્રુઆરી સવારે 06:38 થી 06:54 સુધી

23 ફેબ્રુઆરી સવારે 06:53 થી 24 ફેબ્રુઆરી સવારે 06:52 સુધી

24 ફેબ્રુઆરી સવારે 06:52 થી 25 ફેબ્રુઆરી સવારે 03:27 સુધી

27 ફેબ્રુઆરી સવારે 06:49 થી 28 ફેબ્રુઆરી સવારે 06:48 સુધી

ફેબ્રુઆરી 2023 માં ત્રિપુષ્કર યોગ :

13 ફેબ્રુઆરી સવારે 02:27 થી સવારે 07:02 સુધી

21 ફેબ્રુઆરી સવારે 09:04 થી 22 ફેબ્રુઆરી સવારે 05:57 સુધી

26 ફેબ્રુઆરી સવારે 03:59 થી 06:50 સુધી

26 ફેબ્રુઆરી સવારે 06:50 થી 27 ફેબ્રુઆરી રાત્રે 12:58 સુધી

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.