ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં ગુરુ અસ્ત થશે અને શનિનો ઉદય થશે, જાણો કેવી રહેશે તમારી રાશિ ઉપર અસર

0
414

મકર રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, તેની અસરથી સોના ચાંદી અને કાપડ બજારમાં ખરીદી વધશે, જાણો બીજું શું થશે.

ફેબ્રુઆરી 2022 ના અંતિમ દિવસોમાં ગ્રહોની ભારે ઉથલપાથલ થવાની છે. તેની અસર દેશ અને દુનિયા તેમજ તમામ રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષની દૃષ્ટિએ બુધ અને શનિ ફેબ્રુઆરીના અંત સુધી મકર રાશિમાં રહેશે.

26 ફેબ્રુઆરીએ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. બીજા દિવસે શુક્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે. 27 ફેબ્રુઆરીથી મકર રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે, જે 6 માર્ચે સમાપ્ત થશે. આ પહેલા 23 ફેબ્રુઆરીએ ગુરૂ અસ્ત થવાથી 32 દિવસ સુધી લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો કરી શકાશે નહિ. પુરીના જ્યોતિષ ડૉ. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે જાણો ગ્રહોની ચાલમાં ફેરફારની અસર કઈ રાશિ પર પડશે?

કુંભ રાશિમાં અસ્ત થશે ગુરુ : 23 ફેબ્રુઆરીથી ગુરુ ગ્રહ કુંભ રાશિમાં અસ્ત થશે. આ ગ્રહ 27 માર્ચ સુધી આ સ્થિતિમાં રહેશે. ગુરુ અસ્ત થવાને કારણે ડાંગર, શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવ ઘટશે. રસાયણિક વસ્તુઓની કિંમતો અને શેરબજારમાં તેજી આવશે. અ-પ-હ-ર-ણ અને અકસ્માતની શક્યતાઓ રહેશે. કેટલાક સ્થળોએ વરસાદ અને વાતાવરણમાં ઠંડકમાં વધારો થવાની શક્યતા છે. કોઈ ખાસ વ્યક્તિના મ-રુ-ત્યુની શક્યતા રહેશે.

આ રાશિઓ માટે શુભ – મેષ, મિથુન, સિંહ તુલા અને મકર.

આ રાશિઓ માટે અશુભ – વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધનુ, કુંભ અને મીન.

મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે : 26 ફેબ્રુઆરી, શનિવારના રોજ મંગળ પોતાની રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ મંગળની ઉચ્ચ રાશિ છે, પરંતુ શનિ સાથેના જોડાણને કારણે દેશમાં તણાવ, ઝઘડા અને અકસ્માતો વધવાની શક્યતા રહેશે. યુદ્ધ, વિવાદ અને તણાવ રહેશે. ઘણા લોકોની નોકરી અને વ્યવસાયમાં અડચણો આવી શકે છે. લોકોની સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી શકે છે. સાંધામાં દુ:ખાવો અને હાડકામાં ઈજા થવાની શક્યતા છે.

આ રાશિઓ માટે શુભ – સિંહ, વૃશ્ચિક અને મીન.

આ રાશિઓ માટે અશુભ – મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધનુ, મકર અને કુંભ.

મકર રાશિમાં શનિનો ઉદય : 27 ફેબ્રુઆરી, રવિવારના રોજ, શનિનો તેની પોતાની રાશિ મકરમાં ઉદય થશે. તેનાથી ડાંગર, શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સોના અને ચાંદીમાં તેજી ચાલુ રહેશે. ધાર્મિક અશાંતિનો ભય રહેશે, જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે. પૂર્વોત્તર રાજ્યોમાં લોકોના સંઘર્ષની શક્યતા છે. દવાઓની કિંમત વધી શકે છે.

આ રાશિઓ માટે શુભ – સિંહ, વૃશ્ચિક અને મીન.

આ રાશિઓ માટે અશુભ – મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધનુ, મકર અને કુંભ.

શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે : રવિવાર, 27 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્ર રાશિમાં હોવાથી લોકોને શુક્રના શુભ ફળ મળશે, જેના કારણે સોના ચાંદી અને કાપડ બજારમાં ખરીદી વધશે. લોકોમાં સર્જનાત્મકતા વધશે અને સારા ફેરફારો થશે. નોકરી અને વ્યવસાયમાં ધનલાભ અને દાંપત્ય સુખમાં વધારો થશે.

આ રાશિઓ માટે શુભ – મેષ, કર્ક અને સિંહ.

આ રાશિઓ માટે અશુભ – વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.