ફેબ્રુઆરી મહિનામાં 6 રાશિના લોકોએ રહેવું પડશે સતર્ક, નજીકના સગાઓ સાથે મતભેદ થવાની છે શક્યતા.

0
558

આ 6 રાશિઓ વાળાએ ફેબ્રુઆરી મહિનામાં કરવો પડશે થોડી મુશ્કેલીઓનો સામનો, જાણો કયા ઉપાય અપાવશે તમને રાહત.

માનવ મન હંમેશા જિજ્ઞાસુ અને ઉત્સુક રહે છે. એ સ્વભાવને કારણે જ દરેકના મનમાં આવનારા મહિના માટે ઘણા પ્રકારના પ્રશ્ન ઉભા થાય છે, જેમ કે આવનારા સમયમાં કારકિર્દી કેવી રહેશે. આપણો આવનારો મહિનો આરોગ્યની દ્રષ્ટિએ કેવો રહેશે અને ક્યાંક આવનારા મહિનામાં કોઈ સમસ્યાઓનો સામનો તો નહિ કરવો પડે ને? એવા ઘણા પ્રશ્નોના જવાબ દરેક રાશિના લોકો ઉત્સુકતા સાથે જાણવા માગે છે.

આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે જ્યોતિષીય ભવિષ્યવાણી અસરકારક સાબિત થાય છે અને દરેક રાશિના લોકો જ્યોતિષના ઉપાયો ઉપર વિશ્વાસ કરીને આગળનું આયોજન બનાવે છે. એવી જ કેટલીક ઘટનાઓ ફેબ્રુઆરી મહિનામાં કેટલીક રાશિઓને પ્રભાવિત કરી શકે છે. આવો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં કઈ રાશિઓ માટે મુશ્કેલી ભરેલો સાબિત થઇ શકે છે અને જ્યોતિષના ક્યા ઉપાયો તમને તમામ સમસ્યાઓ માંથી મુક્તિ અપાવી શકે છે.

મિથુન રાશી : ફેબ્રુઆરી મહિનામાં મિથુન રાશિના લોકોને આર્થિક ખર્ચામાં અચાનક જ વૃદ્ધી થઇ શકે છે અને આ આખા મહિનામાં આવકની બચત નહિ થાય. તેથી આ રાશિના લોકો કોઈ પાસેથી ઉછીતા કે બેંક પાસેથી લોન પણ લઇ શકે છે. આ મહીને આરોગ્ય વધુ ખરાબ રહી શકે છે.

જ્યોતિષીય ઉપાય : મિથુન રાશીના લોકો આ સમસ્યાઓથી બચવા માટે સૂર્યને જળ ચડાવે. નિયમિત રીતે માછલીઓને ખાવાનું આપે તો જરૂર તમને આ તકલીફો માંથી છુટકારો મળશે.

કર્ક રાશી : કર્ક રાશીના લોકોને આ મહીને ખર્ચમાં વધારો થશે. આ આખા મહિનામાં કારણ વગર પ્રવાસથી પરેશાન રહેશો. નજીકના સગાઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. ફેબ્રુઆરી મહિનામાં ઘરમાં કંકાસની સમસ્યા રહેશે, જેથી માનસિક તનાવ જળવાઈ રહેશે.

જ્યોતિષીય ઉપાય : કર્ક રાશીના લોકો ફેબ્રુઆરી મહિનામાં માં દુર્ગાની શ્રદ્ધા ભાવથી ઉપાસના કરે. તમે તમારી આસપાસ રહેલા કેટલાક ગરીબ રોગીઓને મફતમાં દવા આપો અને તેની સેવા કરો. વહેલી તકે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે.

કન્યા રાશિ : આ મહિને વેપારના ક્ષેત્રમાં તમારે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, એટલા માટે તમામ કાર્યો ઉપર સંપૂર્ણ સતર્કતા જરૂરી છે. કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામ કરવાથી દુર રહો. આ મહીને તમારે આકસ્મિક ધનનો વ્યય થશે. તેથી ધન ખર્ચ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લો.

જ્યોતિષ ઉપાય : દરેક તકલીફો માંથી બચવા માટે કન્યા રાશીના લોકો દુર્ગા સપ્તશતીના પાઠ કરે. શનિવારે કાળી વસ્તુ જેવી કે કાળી અડદ દાળ, કાળા કામળા કે કાળા વસ્ત્ર વગેરે દાન કરો.

તુલા રાશિ : તુલા રાશિના લોકોને સગાવહાલા સાથે મતભેદ રહેશે. આ આખા મહીને કૌટુંબિક અને ધંધાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે. ખોટી દોડધામ રહેશે. આ મહીને આરોગ્ય સંબંધી સમસ્યાઓ જળવાઈ રહેશે.

જ્યોતિષીય ઉપાય : કોઈ પણ મોટી સમસ્યાથી બચવા માટે તુલા રાશિના લોકો રોજ ગાયને રોટલી ખવરાવે. સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી નિયમિત રીતે માતા લક્ષ્મીની પૂજા કરે. તમને જરૂર સમસ્યાઓ માંથી છુટકારો મળશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકોએ વેપારમાં તકલીફ રહેશે. આ રાશિના લોકોએ નકામી દોડધામથી મન ઉદાસ રહેશે. તમારા કુટુંબમાં અશાંતિનું વાતાવરણ રહેશે. આખા મહિનામાં દોડધામ જળવાઈ રહેશે અને માનસિક તનાવ વધશે.

જ્યોતિષીય ઉપાય : કોઈ પણ પ્રકારની સમસ્યાઓના નિવારણ માટે ગરીબોને ખાવાનું ખવરાવે અને રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. એમ કરવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

ધનુ રાશિ : આ રાશિના લોકો જો સરકારી નોકરીમાં છે, તો આ મહીને કોઈ સાથે માથાકૂટ થઇ શકે છે. જે આગળ જતા મોટું રૂપ લઇ લેશે. તેથી તમારે પહેલાથી જ સતર્ક રહેવાની જરૂર છે. કારણ વગરના ઝગડામાં પડીને તમારો સમય અને ઉર્જા વ્યર્થ ન કરો. કુટુંબમાં જો કોઈ વડીલ છે તો તેનું ધ્યાન રાખો કેમ કે આ મહીને તેમનું આરોગ્ય બગડી શકે છે.

જ્યોતિષીય ઉપાય : કોઈ પણ સમસ્યાના નિવારણ માટે પીપળાના વૃક્ષ ઉપર નિયમિત રીતે જળ ચડાવો. તમારા ગુરુજનોનુ સન્માન કરો અને તેમનું કોઈ પણ રીતે નિરાદર ન કરો. તમને તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

આ રીતે જે રાશિઓ માટે ફેબ્રુઆરી મહિનો પ્રતિકુળ અસર લઈને આવી રહ્યો છે, તેમણે આ જણાવેલા જ્યોતિષીય ઉપાય જરૂર અપનાવવા જોઈએ. જેથી કોઈ પણ સમસ્યા માંથી બહાર નીકળી શકાશે. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આ પ્રકારના બીજા લેખ વાચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.