ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે શિવરાત્રી, હોળાષ્ટક જેવા ઘણા મોટા વ્રત-તહેવાર, અહીં જુઓ આખું લિસ્ટ.

0
282

તમારી ડાયરીમાં નોંધી લો ફેબ્રુઆરીમાં આવી રહેલા દરેક વ્રત-તહેવારોની તારીખ અને વાર સહીતની યાદી, જાણો ક્યારે કયો તહેવાર આવશે.

ફેબ્રુઆરી 2023 માં શરૂઆતમાં મહા માસ રહેશે અને છેલ્લા 8 દિવસ ફાગણ માસ રહેશે. જો કે આ મહિનામાં ઘણા મોટા તહેવારો આવે છે, પરંતુ મુખ્ય તહેવારો મહાશિવરાત્રી, સંકષ્ટી ચતુર્થી અને હોળાષ્ટક છે. શિવરાત્રીનો તહેવાર ભલે દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રીનો તહેવાર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. મહાશિવરાત્રિનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે તે શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, તે પ્રકૃતિ અને પુરુષના જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે, શિવ ભક્તો આખી રાત જાગતા રહે છે અને પોતાના ઇષ્ટદેવતાની પૂજા, ભજન અને મંત્રોચ્ચાર કરે છે.

આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ આવશે. આ તહેવાર પૂરો થતાં અઠવાડિયા પછી આનંદ અને ઉત્સાહના પ્રતીક એવા હોળાષ્ટક શરૂ થઈ જશે. હોળીનો તહેવાર પરસ્પર દુશ્મનાવટ ભૂલીને સમાજમાં સમરસતા સ્થાપિત કરવાનું પ્રતિક છે. આમ તો હોલિકા દહન 6 માર્ચ સોમવારે ઉજવવામાં આવશે અને 7 માર્ચ મંગળવારે ધુળેટી ઉજવવામાં આવશે. પણ હોળાષ્ટક ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે.

14 ફેબ્રુઆરીએ મહા વદ અષ્ટમી (આઠમ) છે. આ દિવસે જાનકી જયંતિ ઉજવવામાં આવશે. આ તિથિ પર જનક રાજાને સીતા માતા મળ્યા હતા. જનક રાજાની પુત્રી હોવાથી તેમને જાનકી પણ કહેવામાં આવે છે. જો કે, આ મહિનામાં વિજયા એકાદશી, સોમવતી અમાસ, અવિઘ્નાકર વ્રત, સીતા અષ્ટમી અને અમલા એકાદશીના તહેવારો પણ આવે છે.

ફેબ્રુઆરી 2023 માં આવતા વ્રત તહેવારો ની યાદી :

1 ફેબ્રુઆરી, બુધવાર – જયા એકાદશી

6 ફેબ્રુઆરી, સોમવાર – મહા માસના કૃષ્ણ પક્ષની શરૂઆત

9 ફેબ્રુઆરી, ગુરુવાર – સંકષ્ટી ચતુર્થી

14 ફેબ્રુઆરી, મંગળવાર – જાનકી જયંતિ

16 ફેબ્રુઆરી, ગુરુવાર – વિજયા એકાદશી

18 ફેબ્રુઆરી, શનિવાર – મહાશિવરાત્રી વ્રત

20 ફેબ્રુઆરી, સોમવાર – સ્નાન, દાન, શ્રાદ્ધ વગેરેની સોમવતી અમાસ

23 ફેબ્રુઆરી, ગુરુવાર – વિનાયકી ચતુર્થી

27 ફેબ્રુઆરી, સોમવાર – હોળાષ્ટકની શરૂઆત

3 માર્ચ, શુક્રવાર – આમલકી એકાદશી

4 માર્ચ, શનિવાર – શનિ પ્રદોષ વ્રત, ગોવિંદ દ્વાદશી

6 માર્ચ, સોમવાર – હોલિકા દહન

7 માર્ચ, મંગળવાર – ધુળેટી

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.