જે ઇશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોયને એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે જરૂર છે માત્ર ધીરજ અને શ્રદ્ધાની.
સમસ્યા એટલી તાકાતવર નથી હોતી જેટલી આપણે તેને માની લઇએ છીએ… તમે ક્યારેય સાંભળ્યું છે કે, અંધારા એ સવાર જ ન થવા દીધી હોય…!
જીવનના દાખલા બહુજ સાચવીને ગણવા સાહેબ, ક્યાક એવું ના થાય કે, એકાદ બાદબાકી બધા જ સરવાળા ને શૂન્યમાં ફેરવી દે..
સાચા સંબંધો ના ક્યાંય એગ્રીમેન્ટ ના હોય સાહેબ બસ બે સાચી વ્યક્તિ જોયે એક સમજવા માટે અને એક નિભાવવા માટે.
સફળ વ્યક્તિ બનવા માટે તમારા ભૂતકાળ ને ડસ્ટબીન માં ફેંકી દો, વર્તમાન ને ટેબલ પર રાખો અને ભવિષ્ય ને નોટિસ બોર્ડ પર ચીપકાવી દો…
પોતાને સારા બનાવી લો એટલે દુનિયા માંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે, કડવું છે પણ સત્ય છે
આ જીવનમાં હળવા થાવ તરી જશો અને ઓગળી જાવ ભળી જશો.
સંસારમાં એક ઉંમર હોય જ્યારે ફક્ત રૂપ અને દેખાવ અગત્યનો હોય. એક ઉંમર પછી ફક્ત વિચાર અગત્યનો હોય, અને એક ઉંમર પછી સાથ અગત્યનો હોય.
કેટલો તફાવત છે સાહેબ પક્ષી અને માણસ માં પક્ષી રોજ સળી ઉપાડીને કરે છે માળો જ્યારે માણસ સળી કરી ને વિખેરે છે માળ.
સ્મશાનમાં એક સુંદર વાક્ય લખેલ – જીવનભર હે રાન કરવાવાળા પોતાના જ હતાં, અને આજે સળ ગાવવાળા પણ પોતાના જ છે.
– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)