(સત્ય ઘટના નથી પણ એક સારો સંદેશ આપતી જાય છે.)
એક પંદર વર્ષનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો.
સ્ટોર કીપર ની ધરપકડથી બચવા ભાગવાના પ્રયાસમાં એણે સ્ટોરનો એક કાચ પણ તોડી નાખ્યો.
છતાં પણ પકડાઈ જતા પોલીસ પાસે લઈ જવામાં આવ્યો.
પોલીસે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું, શું તે ખરેખર સ્ટોર માંથી કાંઈ ચોરી કરી છે?
છોકરાએ માથું નીચે ઝુકાવી કહ્યું બ્રેડ અને અને પનીરનું પેકેટ.
પોલીસ : કેમ?
છોકરો : મારે જરૂર હતી.
પોલીસ : ખરીદી લેવું જોઇએ ને?
છોકરો : પૈસા ન હતા.
પોલીસ : ઘર વાળા પાસેથી લઈ લેવા જોઈએ ને?
છોકરો : ઘરમાં ફક્ત માં છે અને એ પણ બીમાર અને બેરોજગાર છે, બ્રેડ અને પનીર પણ એના માટે જ ચોર્યા હતા.
પોલીસ : તું શું કરે છે?
છોકરો : એક ગેરેજ માં કાર વોશ કરતો હતો પણ માં ની દેખભાળ કરવા એક દિવસની રજા લીધી હતી તો નોકરી માંથી મને કાઢી મુક્યો.
પોલીસ : ચોરી કરતા પહેલા કોઈની મદદ માંગી લીધી હોત તો?
છોકરો : સવારથી ઘરેથી નીકળ્યો હતો લગભગ પચાસેક લોકો પાસે મદદ માંગી અને આખરે નહિ મળવાને કારણે મેં આ પગલું ભર્યું હતું.
પૂછપરછ પુરી થયા પછી પોલીસ કહ્યું, આ ઉંમરે દીકરાને બીમાર માં માટે બ્રેડ અને પનીરની ચોરી કરવી પડે એ વાત શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે સૌ જવાબદર છીએ.
અહીં હાજર હરેક વ્યક્તિ, અમે પણ આવી વ્યથા માટે જવાબદારી છીએ એટલા માટે અહીં હાજર દરેક વ્યક્તિ પર 1000 રૂપિયાનો દંડ લગાવવામાં આવે છે. એવું કહીને પોલીસ સાહેબે પણ પોતાના ખિસ્સા માંથી રૂપિયા કાઢ્યા અને ફરી લખવાનું શરૂ કર્યું. આ સિવાય હું સ્ટોર ઉપર એક હજારનો દંડ કરું છું એટલા માટે કે એણે એક ભુખ્યા બાળક સાથે ગેર ઇન્સાનિયત વર્તુણક કરી પોલીસને હવાલે કર્યો છે.
જો ચોવીસ કલાકમાં દંડ જમા નથી કરાવ્યો તો કાર્યવાહી થશે. દંડ ની સપૂર્ણ રકમ આ છોકરાને આપી છોકરા પાસે સામાજિક પરિસ્થિતિ બદલ માફી માંગી.
ફેંસલો સંભળાવ્યા બાદ ત્યાં હાજર લોકોની આંખો માંથી આંસુ વરસી રહ્યા હતા અને છોકરાના ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો હતો એ છોકરો વારંવાર પોલીસ સામે જોઈ રહ્યો હતો અને પોતાના આંસુ છુપાવી બહાર નીકળી ગયો.
આપણી આસપાસ પણ આવા બનાવો બનતા હશે જેની પાછળ ફક્ત નસીબ નહિ પણ અન્ય પરિબળો અને તંત્ર અને અન્ય માણસો પણ જવાબદાર છે. આપણે દરેકે આ બાબતે વિચારવાની અને જરૂરી પગલાં ભરવાની જરૂર છે.