આ રાશિવાળાએ રાહુ અને કેતુને કારણે આર્થિક સંકટનો કરવો પડશે સામનો, ઘરનું બજેટ બગડશે.

0
239

રાહુ-કેતુ આ લોકોના જીવનમાં લાવશે ભૂકંપ, તેમની અસરને કારણે જીવનમાં થશે ઉથલ પાથલ.

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ કોઈ ગ્રહ અથવા નક્ષત્ર તેની ચાલમાં ફેરફાર કરે છે અથવા પોતાનું રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તે તમામ 12 રાશિઓને અસર કરે છે. આ કારણે જો ગ્રહો શુભ સ્થિતિમાં હોય તો ઘણો ફાયદો થાય છે. બીજી તરફ અશુભ સ્થિતિમાં રહેવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને ગ્રહો ગણવાને બદલે તેમને છાયા ગ્રહોની સંજ્ઞા આપવામાં આવી છે.

જો કે આ બંનેની પોતાની કોઈ રાશિ નથી, પરંતુ તેઓ અન્ય ગ્રહોની જેમ પરિણામ આપે છે. તેમની અસર અચાનક થાય છે, તેથી જ તેમને માયાવી અથવા પાપી ગ્રહો પણ કહેવામાં આવે છે. બંને ગ્રહો હંમેશા વક્રી (ઉંધી) ચાલ ચાલે છે, તેથી તેમને એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં દોઢ વર્ષ લાગે છે. રાહુ-કેતુ 30 ઓક્ટોબર 2023 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ આવશે.

મીન રાશિ પર અસર :

આ બંને છાયા ગ્રહો મીન રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને ચાલવું જોઈએ. લોન લેતી વખતે સાવધાન રહો, લોન ચુકવવામાં મુશ્કેલી આવી શકે છે. વેપારી માટે પણ આ સમય અશુભ ફળ આપશે.

વૃષભ રાશિ પર અસર :

રાહુ-કેતુનું ગોચર વૃષભ રાશિના લોકોના જીવનમાં ભૂકંપ લાવી શકે છે. મુશ્કેલીઓ દરેક પગલે શરૂ થઈ શકે છે. તમારે બિનજરૂરી મુસાફરી કરવી પડી શકે છે. નકામા ખર્ચાઓને કારણે ઘરનું બજેટ બગડશે, જેના કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ પર અસર :

રાહુ-કેતુનું ગોચર કન્યા રાશિના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરશે. દરેક ક્ષેત્રમાં સંઘર્ષની સ્થિતિ રહેશે. વ્યાપારીઓને વ્યવસાયમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વર્તન અને વાણીમાં સંયમ રાખો, સહકર્મીઓ સાથેના સંબંધો બગડી શકે છે.

મેષ રાશિ પર અસર :

મેષ રાશિના લોકો માટે રાહુ-કેતુનું ગોચર શુભ રહેશે નહીં. આ દરમિયાન આ લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે. ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. દામ્પત્ય જીવન યોગ્ય રહેશે નહીં. જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.