એપ્રિલ મહિનાની પહેલી અગિયારસ ક્યારે છે, નોંધી લો તિથિ, શુભ મુહુર્ત, પૂજા વિધિ અને વાંચો કથા.

0
1447

આ વર્ષે કામદા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જાણો તેની વ્રત કથા અને તેનાથી મળતા ફળ વિષે.

ચૈત્ર માસના સુદ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને મ-રુ-ત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તને અટકેલા કામમાં સફળતા મળે છે.

કામદા એકાદશી ક્યારે છે?

કામદા એકાદશી એ મરાઠી નવા વર્ષની પ્રથમ અગિયારસ છે. વર્ષ 2022 માં કામદા એકાદશીનું વ્રત 12 મી એપ્રિલે કરવામાં આવશે. આ વર્ષે કામદા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. શાસ્ત્રો પ્રમાણે અગિયારસ વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભક્તોને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.

કામદા એકાદશી 2022 શુભ મુહુર્ત :

ચૈત્ર શુક્લ એકાદશી તિથિ શરૂ થાય છે – 12 એપ્રિલ 2022, મંગળવારે સવારે 04:30 થી.

એકાદશી તિથિ સમાપ્ત થાય છે – 13 એપ્રિલ, 2022, બુધવારે સવારે 05:02 વાગ્યે.

ઉદયતિથિ પ્રમાણે કામદા એકાદશી વ્રત 12 મી એપ્રિલે ઉજવવામાં આવશે.

પૂજા માટે શુભ મુહુર્ત – બપોરે 11.57 થી 12.48 સુધી.

સર્વાર્થ સિદ્ધિ યોગ – સાંજે 05:59 થી સવારે 08:35 સુધી. તેની સાથે રવિ યોગ પણ બને છે.

કામદા એકાદશીની કથા :

કામદા એકાદશીની કથા પ્રાચીનકાળના ભોગીપુર નામના નગરથી શરૂ થાય છે. ત્યાં પુંડરિક નામનો રાજા રાજ કરતો હતો. આ નગરમાં ઘણી અપ્સરાઓ, કિન્નરો અને ગંધર્વો રહેતા હતા. તેમાંથી લલિતા અને લલિતને ખૂબ સ્નેહ હતો. એક દિવસ ગાંધર્વ લલિત દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો. તેને તેની પત્ની લલિતા યાદ આવી. આ કારણે તેનો સ્વર, લય અને તાલ બગાડવા લાગ્યો. આ બાબતને કર્કટ નામના નાગે જાણી લીધી અને તેણે રાજાને આ વાત કહી દીધી. રાજાએ ગુસ્સે થઈને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો.

આ પછી લલિત ખૂબ જ ખરાબ દેખાવ વાળો રાક્ષસ બની ગયો. તેની અપ્સરા પત્ની લલિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. લલિતાએ તેના પતિની મુક્તિ માટે ઉપાય શોધવાનું શરૂ કર્યું. ત્યારે એક ઋષિએ લલિતાને કામદા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી. લલિતાએ ઋષિના આશ્રમમાં એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતનો પુણ્ય લાભ તેના પતિને આપ્યો. ઉપવાસની શક્તિથી લલિતને તેના રાક્ષસી સ્વરૂપમાંથી મુક્તિ મળી અને તે ફરી એક સુંદર ગાયક ગાંધર્વ બન્યો.

આ રહી ઉપવાસની રીત :

કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કામદા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી ફળ, ફૂલ, દૂધ, પંચામૃત, તલ વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. રાત્રે સૂવાને બદલે ભજન-કીર્તન કરો અને બીજા દિવસે પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવો અને દક્ષિણા આપો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.