છોકરીઓના નામનો પહેલો અક્ષર આ 4 માંથી એક હોય તો તમને મનાય છે ભાગ્યશાળી, માં લક્ષ્મીની મેળવે છે કૃપા.

0
1606

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામનો પ્રભાવ તેના સ્વભાવ અને જીવન પર પડે છે. તેથી કોઈપણ વ્યક્તિ વિશે તેના નામથી ઘણું જાણી શકાય છે. અહીં અમે કેટલાક એવા અક્ષરો વિશે વાત કરીશું જેનાથી જે છોકરીઓનું નામ શરૂ થાય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ છોકરીઓ પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. જેના કારણે તેમને ક્યારેય પૈસા અને ભોજનની અછત નથી થતી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે છોકરીઓનું નામ D થી શરૂ થાય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોકરીઓ જ્યાં પણ રહે છે ત્યાં ખુશીઓ ફેલાવે છે. તેમના પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. તેમને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે છે. તેઓ માત્ર પોતાના માટે જ નહિ પરંતુ પોતાના લોકો માટે પણ નસીબદાર સાબિત થાય છે. તે લગ્ન કરીને જે ઘરમાં જાય છે તે ઘરના લોકોની પ્રગતિ થવા લાગે છે.

જે છોકરીઓનું નામ G અક્ષરથી શરૂ થાય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમનો સ્વભાવ ઘણો ખુશમિજાજી હોય છે. તેમનું વ્યક્તિત્વ એટલું આકર્ષક હોય છે કે કોઈ પણ વ્યક્તિ તરત જ તેમના તરફ આકર્ષાય છે. આવી છોકરીઓ ચારે બાજુ ખુશીઓ ફેલાવે છે. તેમનું નસીબ ખૂબ જ તેજ હોય છે. તેઓ પોતાના સાસરિયાઓ માટે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.

જે છોકરીઓનું નામ V અક્ષરથી શરૂ થાય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. તે પોતાના દરેક સંબંધને ઈમાનદારીથી નિભાવે છે. તેણી જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે લગ્ન પછી તેના નસીબ ચમકે છે. કારણ કે તેમના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જેના કારણે તેમના જીવનમાં સુખ-સુવિધાઓની ક્યારેય અછત નથી આવતી.

જે છોકરીઓનું નામ Y અક્ષરથી શરૂ થાય છે. તેમને પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે. એકવાર તેઓ જે કરવાનું નક્કી કરે છે તે કરીને જ રહે છે. માતા લક્ષ્મીની હંમેશા તેમના પર કૃપા કરે છે. તેમને જીવનની તમામ ખુશીઓ મળે છે. તેઓ પોતાના માટે તેમજ પોતાના નજીકના લોકો માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.