આ છે હનુમાનજીના 5 પ્રસિદ્ધ મંદિરો, દરેકની અનોખી છે માન્યતાઓ અને પરંપરાઓ.

0
306

સમય કાઢીને હનુમાન દાદાના આ 5 મંદિરોના દર્શન કરવા જરૂર જજો, યાદગાર અનુભવ રહેશે.

આપણા દેશમાં હનુમાનજીના ઘણા પ્રાચીન મંદિરો છે, પરંતુ તે બધામાં કેટલાક એવા મંદિરો છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે અને તેમની સાથે કેટલીક વિશેષ માન્યતા અને પરંપરા જોડાયેલી છે. હનુમાનજીના આ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. આ મંદિરોએ પોતાની અંદર અનેક ચમત્કારો સમાવી રાખ્યા છે. તેમાંથી બાલાજી હનુમાન રાજસ્થાન, લેટે હનુમાન અલ્હાબાદ વગેરે પ્રખ્યાત છે. આજે અમે તમને હનુમાનજીના કેટલાક એવા જ પ્રસિદ્ધ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

1) બાલાજી હનુમાન મંદિર, મહેંદીપુર (રાજસ્થાન) (Balaji Hanuman Mandir) :

આ મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિર લગભગ 1 હજાર વર્ષ જૂનું છે. ભૂત-પ્રેતથી પરેશાન લોકો દૂર-દૂરથી અહીં આવે છે અને હનુમાનજીની કૃપાથી સ્વસ્થ થઈ જાય છે. કહેવાય છે કે અહીં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ શિલામાં આપમેળે ઉપસી આવી હતી. બાદમાં તેને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

2) દુલ્ય મારુતિ, પૂના (મહારાષ્ટ્ર) (Dulya Maruti Mandir) :

પૂનાનું આ હનુમાન મંદિર લગભગ 350 વર્ષ જૂનું માનવામાં આવે છે. મૂળભૂત રીતે દુલ્યા મારુતિ એટલે કે હનુમાનજીની મૂર્તિ કાળા પથ્થર પર કોતરેલી છે. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત હનુમાન અંક પ્રમાણે, આ મૂર્તિની સ્થાપના શ્રી સમર્થ રામદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે.

3) લેટે હનુમાન, પ્રયાગરાજ (અલ્હાબાદ) (ઉત્તર પ્રદેશ) (lete hanuman ji allahabad) :

પ્રયાગરાજમાં ગંગા નદીના કિનારે બનેલું આ હનુમાન મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે અહીં હનુમાનજીની મૂર્તિ ઉભી નથી પરંતુ સુતેલી મુદ્રામાં છે. તેની લંબાઈ લગભગ 20 ફૂટ છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ તેમનો થાક દૂર કરવા માટે અહીં થોડો સમય આરામ કર્યો હતો. વરસાદની ઋતુમાં જ્યારે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે, ત્યારે આ મૂર્તિને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને જ્યારે સમય આવે છે, ત્યારે તેને ફરીથી અહીં સ્થાપિત કરવામાં આવે છે.

4) સાલાસર હનુમાન મંદિર (રાજસ્થાન) (Salasar Hanuman Mandir) :

આ મંદિર રાજસ્થાનના ચુરુમાં આવેલું છે. અહીં સ્થાપિત મૂર્તિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દાઢી-મૂછ છે. હનુમાનજીની આવી પ્રતિમા બીજે ક્યાંય જોવા મળતી નથી. એવી માન્યતા છે કે આ મૂર્તિ એક ખેડૂતને ખેતરમાંથી મળી આવી હતી, જે સાલાસરમાં સુવર્ણ સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી છે.

5) બેટ-દ્વારકા હનુમાન મંદિર (ગુજરાત) (Bet-Dwarka Hanuman Mandir) :

ગુજરાતમાં બેટ-દ્વારકા નામના સ્થળથી ચાર માઈલ દૂર હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર છે. અહીં હનુમાનજીની મૂર્તિની સાથે તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિ પણ અહીં સ્થાપિત છે. પૌરાણિક કથાઓમાં મકરધ્વજને હનુમાનજીનો પુત્ર કહેવામાં આવે છે, જેનો જન્મ હનુમાનજીના પરસેવાથી માછલી દ્વારા થયો હતો.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.