મનને સ્વસ્થ જાળવી રાખવા માટે ફોલો કરો ભગવદ ગીતાની આ 4 ટીપ્સ, શ્રીકૃષ્ણની આ વાતો જીવનમાં ઉતારો. 

0
733

ભગવદ ગીતામાં જણાવેલી આ ટીપ્સ ફોલો કરશો તો મન રહેશે સ્વસ્થ, જીવનમાં સફળતાની સાથે માનસિક શાંતિ પણ મળશે.

ભગવદ ગીતા મહાન મહાકાવ્ય મહાભારતનો ભાગ છે, જે હિંદુ દર્શનમાં વ્યાપક રીતે લોકપ્રિય પૌરાણીક ગ્રંથ છે. ગીતા સંપૂર્ણ રીતે બે વ્યક્તિઓ, ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદનું મહાકાવ્ય છે. જે માણસને ઘણા પ્રકારના પાઠ શીખવે છે. તેમાં લગભગ 701 શ્લોકો સાથે 18 યોગ (અધ્યાય) છે. ભગવદ ગીતામાં જીવનનો સાર છુપાયેલો છે. ગીતા અશાંતિના સમુદ્રમાં શાંતિનો દ્વીપ છે. તે એક એવો ગ્રંથ છે જે માણસને માનસિક આરોગ્યના તમામ પાસાઓ વિષે વાત કરે છે.

ભગવદ ગીતાનો અર્થ કર્તવ્ય, જવાબદારીઓ, અધિકાર, નૈતિકતા, નૈતિક દ્રષ્ટિકોણ, ક્રિયા વગેરે છે. જો તમે માનસિક તણાવનો ભોગ બન્યા છો તો તમને શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક વાંચવાની સલાહ આપવામાં આવે છે, અને તે તમારા તણાવને દુર કરવામાં ખુબ અસરકારક પણ હોય છે. અજ્ઞાત ભય કે અસુરક્ષાની ભાવના હોય તો શ્રીમદ ભગવદ અંધકારમાં જ્યોતિ જેવું કામ કરે છે. જ્યારે પણ તમે મુંઝવણની ભાવનાઓથી ઘેરાઈ જાવ તો શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક જરૂર વાંચો. તમને જરૂર દરેક પ્રશ્નના જવાબ મળી જશે.

આવો જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાંત ડૉ. આરતી દહિયાજી પાસે જાણીએ માનસિક સ્વાસ્થ્ય માટે તમારે ભગવદ ગીતાની કઈ ટીપ્સ અપનાવવી જોઈએ.

કૃષ્ણએ અર્જુનને જણાવી આ વાતો : ભગવદ ગીતામાં જણાવવામાં આવ્યું છે કે, જયારે અર્જુને જોયું કે તેમણે પોતાના કુટુંબના લોકો સાથે જ લડવાનું છે, ત્યારે અર્જુન માનસિક રીતે ઉદાસ થઇ ગયા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે પરામર્શ તરીકે ઉપદેશ આપ્યો હતો. ગીતામાં આપવામાં આવેલા એ ઉપદેશોથી માણસ પોતાના મનને સ્વસ્થ રાખી શકે છે.

કર્તવ્યનું પાલન કરો : કૃષ્ણએ ભગવદ ગીતામાં કહ્યું છે કે તમે જે છો તેની સાથે સહજ રહેતા શીખો. તથ્ય એ છે કે ભગવદ ગીતા તમને તમારા કર્તવ્યોનું પાલન કરવા અને તેના રસ્તા ઉપર ચાલવા માટે કહે છે. તમે તમારા કર્તવ્યોને ધ્યાન બહાર ન કરો નહિ તો છેલ્લે તમને અસંતોષ મળશે. કોઈ બીજાનું જીવન જીવવાનો પ્રયત્ન ન કરો. તમારું જીવન તમારું પોતાનું છે, તેની પ્રશંસા કરતા શીખો. ગીતામાં ખાસ કરીને પોતાનું કર્તવ્ય કરતા રહેવાની પ્રેરણા આપવામાં આવી છે.

ભગવાન કૃષ્ણ, અર્જુનને કહે છે કે હંમેશા કર્મ કરો અને ફળની ઈચ્છા ન કરો. તમારા પ્રયત્નોનું ફળ જરૂર મળશે. તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે યાત્રા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે નહિ કે ગંતવ્ય ઉપર. જ્ઞાનથી આપણે આત્મા અને ભક્તિથી પરમાત્માને જાણી શકીએ છીએ, પણ કર્મથી આત્મા પરમાત્મા બંનેને જાણી શકાય છે. કૃષ્ણએ અર્જુનને કહ્યું કે, કર્મ કરવું એ માણસનો ધર્મ છે કર્મ વગર કાંઈ પણ પ્રાપ્ત નથી કરી શકાતું. આપણે આપણું ધ્યાન હંમેશા ધ્યેય તરફ લગાવવું જોઈએ. ગીતાના આ ઉપદેશ ઉપરથી માણસના માનસિક આરોગ્યમાં વૃદ્ધી થાય છે.

સંયમ રાખો : ગીતામાંથી એ પણ જ્ઞાન મળે છે કે વ્યક્તિએ કેવી રીતે સંયમથી પોતાનું જીવન જીવવું જોઈએ. માણસે પોતાની બોલી, ખાવાનું, સુવાનું તે તમામમાં સંયમ રાખવો જોઈએ. ત્યારે તમે એક સંતુલિત જીવન જીવી શકશો. દરરોજ 12 કલાક કામ કરો અને અઠવાડિયામાં સતત ચાર કલાક કસરત કરવામાં કોઈ સમજદારી નથી. પોતાને સંયમિત રાખવા અને પોતાના માનસિક આરોગ્ય માટે નિયમિત રીતે પોતાની કસરત ઉપર એક કલાક પસાર કરો. સારી ઊંઘ લો, વધુ કામ ન કરો અને તેનાથી જે સિદ્ધીઓની ભાવના મળશે તે તમે પહેલા નહિ મેળવી હોય.

મનને નિયંત્રિત રાખો : માનસિક આરોગ્ય માટે મનને નિયંત્રિત રાખવું પણ જરૂરી છે. શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે મન એક બાળક જેવું છે, બાળક દરેક વસ્તુ તરફ આકર્ષિત થાય છે. બુદ્ધી અને આધ્યાત્મિક શક્તિથી મનને નિયંત્રિત કરી શકાય છે. માનસિક આરોગ્ય મનની એક અવસ્થા છે. સતત અભ્યાસ અને વૈરાગ્યથી તે શક્ય થઈ શકે છે.

તેમનું કહેવું છે કે, મન ચંચળ અને અસ્થિર હોય છે, એટલે જ્યાં પણ અને જ્યારે પણ મન ભટકી જાય, તો આપણે તેને અભ્યાસ દ્વારા પાછું નિયંત્રણમાં લાવવું પડશે. એમ કરવાથી તમારા શરીર સાથે મનને પણ સ્વસ્થ રહેવામાં મદદ મળશે. શ્રીકૃષ્ણ અર્જુનને ગીતામાં એ પણ જણાવે છે કે, વીતેલી કાલ અને આવનારી કાલની ચિંતા ન કરો, કેમ કે જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે થાય છે, તે સારું જ થાય છે, એટલા માટે વર્તમાનનો આનંદ ઉઠાવો.

માનસિક આરોગ્ય માટે ધ્યાન કરો : શ્રીમદ ભગવદ ગીતામાં ધ્યાન ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ જણાવે છે કે, ધ્યાન તમને શાંતિ અને સદ્દભાવ શોધવામાં મદદ કરે છે. શ્રીમદ ભગવદ ગીતા મુજબ ધ્યાનનો અભ્યાસ વ્યક્તિને તમામ કષ્ટોમાંથી મુક્ત કરે છે. આ યોગ માર્ગ છે. મક્કમ સંકલ્પ અને સતત ઉત્સાહ સાથે તમે તેનું પાલન કરો.

તમામ સ્વાર્થી ઈચ્છાઓ અને અપેક્ષાઓનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે તમારી ઈચ્છા શક્તિને મજબુત કરો. ધ્યાન એક એવી પ્રક્રિયા છે જે તમારા માનસ પટને સ્વસ્થ રાખીને સારા વિચારોને જન્મ આપે છે. ધ્યાનથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે જે સારા વિચારોને જન્મ આપીને મનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ તમામ એવી વાતો છે જે આજે પણ આપણા માટે ઘણી મહત્વની છે. આપણી રોજીંદી સમસ્યાને દુર કરવામાં શ્રીમદ ભગવદ ગીતાનું યોગદાન જોઈ શકાય છે, અને એ તમામ ઉપદેશોનો જીવનમાં અમલ કરવાથી શરીર સાથે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.