જીવનમાં શાંતિ રહે તેના માટે પતિ-પત્નીએ એકબીજાના શરીર કરતાં વધુ આ વસ્તુને કરવો જોઈએ પ્રેમ, વાંચો કથા.

0
580

મહાભારતના સમયનો એક કિસ્સો છે. પુરુ વંશમાં વ્યુશિતાશ્વ નામનો એક રાજા હતો, જેણે એક યજ્ઞ કર્યો જેનાથી ઈન્દ્ર અને અન્ય તમામ દેવતાઓ પ્રસન્ન થયા. યજ્ઞના પુણ્યથી રાજાની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થયો.

રાજા વ્યુશિતાશ્વની પત્ની હતી ભદ્રા. રાજાનું લગ્નજીવન ખૂબ જ પ્રેમભર્યું હતું. તે સમયે રાજાને રાજયક્ષ્મા (ટીબી) નામનો રોગ હતો. આ રોગને કારણે રાજાએ દુનિયામાંથી વિદાય લીધી. તેમને કોઈ સંતાન નહોતું. વિધવા ભદ્રા રડતા રડતા કહી રહી હતી કે મારા પતિએ મને સંતાન આપ્યા વિના જ આ દુનિયા છોડી દીધી.

ભદ્રાએ જાહેર કર્યું હતું કે તે પોતાના પતિના મ-રુ-ત-દેહને છોડશે નહીં અને પોતાના પતિના આત્માની પાછળ પાછળ યમલોક સુધી જશે. ભદ્રા એક સતી સ્ત્રી હતી અને તપસ્વિની પણ હતી. યમરાજને લાગ્યું કે ભદ્રાના કારણે યમલોકમાં તકલીફ થશે.

ભદ્રાની જાહેરાતને કારણે એક આકાશવાણી થઈ કે તમે તમારા પતિના મ-રુ-ત-શરીર સાથે માનસિક રીતે સ-માગમ કરો અને સંકલ્પ લો કે તમને તેમનાથી સંતાન પ્રાપ્ત થાય. આકાશવાણી સાંભળી ભદ્રાએ એમ જ કર્યું. એ માનસિક સંકલ્પથી ભદ્રાને સાત પુત્રોને જન્મ આપ્યો અને તમામ પુત્રો પ્રતિષ્ઠિત રાજા બન્યા.

બોધ : આ વાર્તાનો સંદેશ એ છે કે પતિ-પત્ની વચ્ચે માત્ર શરીરનું આકર્ષણ ન હોવું જોઈએ. પતિ-પત્ની એકબીજાના આત્મા સાથે જોડાયેલા હોવા જોઈએ. સંતાનને જન્મ આપવો એ એક શુભ વિચાર છે, તે માત્ર શારીરિક પ્રેમની બાબત નથી. જો પતિ-પત્ની એકબીજાના આત્માને ઓળખશે, તેમના આચાર અને સંકલ્પને શુદ્ધ રાખશે, તો એવા બાળકનો જન્મ થશે જે ઉમદા અને સંસ્કારી હશે, સાથે જ દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.