શુક્રના રાશિ પરિવર્તનથી સોનાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ, જાણો ક્યારે છે ગોચર.

0
884

આ રાશિવાળાના જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવશે શુક્ર ગ્રહ, વેપારી લોકોને વેપારમાં સફળતા અપાવશે.

સુંદરતાનું પ્રતિક ગણાતો શુક્ર ગ્રહ આ મહિનાના અંતમાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શુક્ર 31 મી માર્ચે પોતાની રાશિ બદલશે. આ દિવસે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે શનિની રાશિ છે. જ્યાં તે 27 એપ્રિલ સુધી રહેશે. એ પછી તે મીન રાશિમાં પ્રવેશ કરશો. કુંભ રાશિમાં શુક્રનું ગોચર તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર કરશે. જાણો કઈ રાશિ માટે આ ગોચર મુખ્ય રૂપથી શુભ સાબિત થશે? કોનું નસીબ સોનાની જેમ ચમકશે?

મેષ : નાણાકીય દૃષ્ટિએ આ સમય તમારા માટે શુભ સાબિત થશે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મેળવવાની પ્રબળ શક્યતા રહેશે. જીવનમાં ધન અને સમૃદ્ધિ આવશે. વેપારી લોકોને વેપારમાં સફળતા મળશે. જે લોકો ભાગીદારીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓને આ સમયગાળા દરમિયાન સારી સફળતા મળી શકે છે. નવી દિશામાં કરિયર શરૂ કરવાની ઘણી તકો મળશે.

મિથુન : નોકરી માટે આ સમય લાભદાયી સાબિત થશે. તમારા કામની દરેક જગ્યાએ પ્રશંસા થશે. આ સમય દરમિયાન તમને સારી પ્રતિષ્ઠા અને સન્માન મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે ભાગીદારીના કામમાં સારો નફો મેળવવામાં સફળ રહેશો. આ સમયગાળા દરમિયાન તમે સારી કમાણી કરી શકશો. આ સમય દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો.

તુલા : કરિયરની દૃષ્ટિએ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમને નોકરીમાં વિસ્તાર કરવાની ઘણી તકો મળશે. જે લોકો નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ઘણો અનુકૂળ સાબિત થવાનો છે. વેપારમાં સારો નફો મેળવવામાં તમે સફળ રહેશો. તમે એક કરતા વધુ સ્ત્રોતોમાંથી પૈસા કમાઈ શકશો.

મકર : આ ગોચર વ્યાપારીઓ માટે અનુકૂળ સાબિત થશે. અચાનક ક્યાંકથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. એક કરતા વધુ માધ્યમો દ્વારા પૈસા મળવાની પ્રબળ શક્યતા છે. તમે આ સમય દરમિયાન કેટલાક નવા સોદા પણ કરી શકશો. નોકરિયાત લોકોના પગાર વધારાની સાથે પ્રમોશનની પણ શક્યતાઓ ઉભી થઈ રહી છે. તમે નોકરી પર અન્ય લોકો પાસેથી સારું પ્રોત્સાહન મેળવી શકશો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.