4 ડિસેમ્બરે શનિ અમાસ પર થશે સૂર્યગ્રહણ, આ રાશિના લોકોએ રાખવી પડશે સાવચેતી.

0
605

ડિસેમ્બરમાં થનારા વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની આ રાશિઓ પર થશે ખાસ અસર, જાણો કોણે કઈ બાબતમાં સાવચેત રહેવું.

તાજેતરમાં જ સૌથી લાંબા સમય સુધી રહેવા વાળું ચંદ્રગ્રહણ થયું હતું. આ ખગોળીય ઘટનાના 15 દિવસ પછી 4 ડિસેમ્બર, શનિવારે સૂર્યગ્રહણ થવાનું છે. વર્ષ 2021 નું આ બીજું સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઇ જાય છે અને તેના કારણે સૂર્યની શુભતામાં ઘટાડો થાય છે. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યનો સંબંધ આત્મા, પિતા અને ઉચ્ચ પદ સાથે પણ છે. પંચાંગ અનુસાર, 4 ડિસેમ્બર 2021, શનિવારે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે થશે.

આ દેશોમાં સૂર્યગ્રહણ દેખાશે : વર્ષ 2021 નું આ છેલ્લું સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે અહીં સુતક કાળ માન્ય રહેશે નહીં. શનિ અમાસના દિવસે થનારું આ ગ્રહણ ઉપછાયા ગ્રહણ હશે. જ્યારે પૂર્ણ ગ્રહણ હોય ત્યારે જ સુતક કાળ માન્ય ગણાય છે. સૂર્યગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા સુતકનો સમયગાળો શરૂ થાય છે.

આટલા ઓછા સમયમાં બે ગ્રહણ થવા અશુભ છે : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓછા સમયમાં બે ગ્રહણ થવું અશુભ છે. સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના રોજ થયું હતું, જો કે ચંદ્રગ્રહણની પણ ભારતમાં કોઈ અસર થઈ ન હતી અને ન તો સૂર્યગ્રહણની ભારતમાં કોઈ અસર થશે.

આ કારણે થાય છે આંશિક સૂર્યગ્રહણ : આંશિક સૂર્યગ્રહણને ખંડગ્રાસ ગ્રહણ પણ કહેવામાં આવે છે. આંશિક ગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં ન હોય અને ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગને ઢાંકી દે. આ ખગોળીય સ્થિતિને આંશિક ગ્રહણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ગ્રહણ સૂર્ય કે ચંદ્રના અમુક ભાગ પર જ થાય છે. એટલે કે, ચંદ્ર કે સૂર્ય એકબીજાના માત્ર એક ભાગને જ ઢાંકે છે.

સૂર્યગ્રહણની આ રાશિઓ પર થઇ શકે છે અસર : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન શનિદેવના પિતા છે. શનિ અને સૂર્ય સાથે જોડાયેલી રાશિવાળાઓએ આ દિવસે ખાસ કાળજી લેવી પડશે.

સિંહ રાશિફળ : સિંહ રાશિના લોકોએ સૂર્યગ્રહણ દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. વાણીને બગડવા ન દો. ધીરજથી કામ લેવું.

મકર રાશિફળ : મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ લોકોની રાશિમાં શનિદેવ બિરાજમાન છે. શનિની સાડાસાતી પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પૈસા, સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવન પ્રત્યે સાવચેત રહો. પરિવારમાં શાંતિ બનાવી રાખો.

કુંભ રાશિફળ : શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. કુંભ રાશિના લોકો માટે પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. તમારી યોજનાને લઈને સાવચેત રહો. ઉધાર આપવા અને લેવાનું ટાળો.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.