આ ચાર પ્રેરણાત્મક સ્ટોરી, જે તમારી વિચાર ધારણા બદલી નાંખશે.

0
463

સ્ટોરી 1 : કોણ છો તમે?

એક અમીર વ્યક્તિ પોતાના ઘરે આરામથી બેસીને મોબાઇલમાં ટાઇમપાસ કરી રહ્યો હોય છે. ત્યાર અચાનક એક વૃદ્ધ વ્યક્તિ કુરીયલ કંપનીથી તેનું પાર્સલ લઈને આવે છે. પાર્સલ આપ્યા પછી વૃદ્ધ કહે છે તરસ લાગી છે, પાણી મળશે શેઠ. શેઠે કહ્યું હમણાં ઘરમાં કોઈ માણસ નથી, બીજાનું પાર્સલ આપવા જાઓ તેના ઘરે પી લે. આ કહીને તે પછી મોબાઇલમાં ટાઇમપાસ કરવા લાગ્યો. વૃદ્ધ વ્યક્તિએ ફરીથી શેઠને કહ્યું ખૂબ તરસ લાગી છે પાણી આપશો. શેઠ ગુસ્સામાં ‘તને કીધું ને કે ઘરમાં કોઈ માણસ નથી તું અહીથી જા’.

વૃદ્ધ વ્યક્તિએ શેઠને એકદમ સુંદર વાત કહી “થોડા સમય માટે તમે પણ ‘માણસ’ બની જાઓ”.

સ્ટોરી 2 : સારું અને ખરાબ

એક મહાત્મા એ એક દીવાલ પર મોટું સફેદ કાગળ લગાડ્યું અને તેના પર માર્કરથી નાનકડું ટપકું દોર્યું. મહાત્માએ લોકોને ભેગા કરીને પૂછ્યું કે તમને શું દેખાઈ રહ્યું છે. બધા લોકોએ કહ્યું નાનકડું ટપકું. ત્યારે મહાત્મા બોલ્યો : કમાલની વાત છે આટલું મોટું સફેદ કાગળ દેખાયું નહીં અને નાનકડું ટપકું દેખાઈ ગયું.

આ જ સ્થિત આજે દરેકની છે, કોઈ વ્યક્તિના આજીવન કરેલ સારા કામ લોકોને દેખાતા નથી અને જો તેણે ભૂલથી કોઈ ભૂલ કરેલ હોય તો દરેકને સરળતાથી દેખાય અને તેમણે આજીવન યાદ પણ રહી જાય છે. પરતું સારા કામને અજાણ્યું કરે અને તેને યાદ રાખવાનો પ્રયાસ પણ કરતાં નથી. શ્રેષ્ઠ બનવું હોય તો જોડતા શીખો તોડતા નહીં.

સ્ટોરી 3 : ખરાબ આદત

એક વ્યક્તિ દરરોજ બહાર જાય ત્યારે દરેક આવનાર-જનારને નમસ્કાર કરતો રહે છે પરતું તેને દરરોજ એક વ્યક્તિ નમસ્કારના બદલે ખરાબ શબ્દો બોલે છે. ‘આને તો કોઈ કામ નથી, દરરોજ નવરા કામ કરે છે’ ઘણી વખત તો ખૂબ ખરાબ શબ્દો પણ બોલી નાખે છે.

આ બધુ દરરોજ એક વ્યક્તિ જોય છે અને એક દિવસ તે વ્યક્તિને પૂછે છે કે તમે દરેકને નમસ્કાર કરો છો, તો તે સારી વાત છે પણ પેલો ખરાબ વ્યક્તિ તમારા નમસ્કારનો જવાબ અપશબ્દથી આપે છે, તો તેણે નમસ્કાર કરવાનું છોડતા કેમ નથી, તમે આટલું અપમાન સહન કેવી રીત કરી શકો છો? તો તે સારા વ્યક્તિએ ખૂબ મસ્ત જવાબ આપ્યો કે જો તે મારી માટે પોતાની ખરાબ આદત છોડી શકતો નથી, તો હું કેમ તેની માટે મારી સારી આદત છોડી શકું.

સ્ટોરી 4 : ખામીઓ શોધવી

એક વખત એક વ્યક્તિએ કોયલને કહ્યું કે ‘તું કાળી ન હોતી તો કેટલું સારું હોતું’, સમુદ્રને કહ્યું ‘તારું પાણી ખારું ન હોત તો કેટલું સારું હોત’, ગુલાબને કહ્યું તારામાં કાંટા ન હોત તો કેટલું સારું હોત’. તો ત્રણેયે જવાબ આપ્યો ‘હે માણસ જો તમારામાં બીજાનો ખામીઓ શોધવાની આદત ન હોત તો કેટલું સારું હોત’.