શીકુડિયાં :
કાન્તા વાડીએ એકલી જ રહેતી.. બપોરે જે કોઈ આવ્યું હોય, તે રોટલા નાખે.. તે ખાઈ લે.. વધેલા ટુકડા ઓરડીની ભીંતના નેખમમાં દાટી મુકે.. ભૂખ લાગે ત્યારે ખાવા થાય..
એક મધરાતે સંચાર થતાં તે જાગી.. અવાજ તરફ દોડીને ભસી.. પણ પાછું ભાગવું પડ્યું.. સામે મોટો શીયાળ હતો.. ભીંતનો ઓથ લઈ વેહ.. વેહ.. ભસીને બીજાની મદદ માંગી.. પણ કોઈ આવ્યું નહીં..
પણ શીયાળે હુ મલો ના કર્યો.. હળવે હળવે નજીક આવ્યો.. થોડે દુર આગલા પગ ઉભા રાખી સામે બેસી ગયો.. કાન્તાને ધર પત થઈ.. એણે પણ ભસવાનો સુર ધીમો કરી, પુંછડી હલાવી.. ભસવાનું બંદ કર્યું..
શીયાળે કહ્યું.. “મારું નામ શીવો.. તારી સાથે દોસ્તારી કરવા આવ્યો છું.. હું તને દુરથી ઘણીવાર જોઉં છું..”
કાન્તા બોલી “ભલે.. તો બેસ.. પણ માણસની જેમ દગાખોરી કરતો નહીં.. જો, કુંડીમાં પાણી છે.. પીય લે.. મારું નામ કાન્તા છે..”
શીવો પાણી પીયને પાછો બેઠો.. બેયે ઘણી વાતો કરી.. કાન્તાએ સંઘરેલો રોટલો કાઢીને ખવડાવ્યો.. શીવાને ભાવ્યો.. શીવો ગયો ત્યારે કાન્તાએ કહ્યું.. “કાલે આવજે.. આજે મજા આવી.. એક કરતાં બે ભલા..”
બીજી રાતે શીવો આવ્યો.. મોંમાં ભોજન હતું, તે કાન્તાને આપ્યુ.. કાન્તાએ રોટલો આપ્યો..
ચાવતા ચાવતા કાન્તા બોલી..” આ તો સરસ તાજાં અને કુણાં છે.. અમને તો ઘરડા ઢોરના કઠણ જાડાં હા ડકાં જ મળે.. ચાવતાં ચાવતાં મોંમાંથી લો હી નિકળી જાય..”
દોસ્તી જોરદાર જામી.. એક રાતે શીવાએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો.. કાન્તાને શીવો ગમતો હતો, પણ નાતફેરનો વાંધો હતો.. એ બોલી. “તારી વાત સાચી , પણ મને તારી નાતમાં નહીં ભેળવે.. ને તું અહીં ઘરજમાઈ રહે તો મારી નાતવાળા કજીયા કરશે..”
શીવાએ સમજાવ્યું “જો કાન્તુ, સંસ્કૃતમાં ‘ગ્ન’ ધાતુ પરથી ‘ગ્નાતિ’ શબ્દ બન્યો.. ગ્નાતિ એટલે એકબીજાથી જાણીતાનો સમુહ.. ‘ગ્નાત’ એટલે જાણીતું.. તેમાંથી અપભ્રંશ ‘નાત’ થયું.. આપણે એકબીજાને જાણીએ છીએ , એટલે એક જ નાતના ગણાઈએ.. નાતના કજીયા ગોટાળા તો માણસ જ કરે છે..”
કાન્તા હસી.. “એલા, તને આવી બધી ખબર ક્યાથી પડી..?”
શીવાએ કહ્યું “સીમમાં નદી કાંઠે માણસનો આશ્રમ થયો છે.. ત્યાં માણસના બચ્ચા ભણતા હોય.. હું સવારે ત્યાં સાંભળવા જાઉં.. તે યાદ રહી ગયું.. કાન્તુ , માણસને આવડે ઘણું.. પણ આમ સાવ નકામા..”
“અને જો તને નાતની બીક લાગતી હોય તો, આપણે દુષ્યંત શકુંતલાની જેમ ગાંધર્વ લગ્ન કરી લઈએ.. કાન્તુ, સાચે જ.. તું મને બહુ ગમે છે..” શીવાએ દુષ્યંત શકુંતલાની આખી વાત સંભળાવી..
“પણ હું વીંટી ક્યાં સાંચવીશ? ખોવાઈ જાય તો તું મને ભૂલી જા.. તો તો મારેમ રવા જેવું થાય..”
“અરે ગાંડી.. હું થોડો માણસ છું.. કે પરણીને પ્રેમિકાને ભૂલી જાઉં.. મારા પર ભરોસો રાખ..”
કાન્તા માની ગઈ..
જતી વખતે શીવાએ કહ્યું ” કાન્તુ, હું કાલે તારા માટે ઘો શોધી લાવીશ.. તેં કોઈ દી ખાધી નહીં હોય..”
દિવસો વિતી ગયા.. એક રાતે કાન્તાએ કહ્યું ” અમારી નાતમાં તો બચ્ચાને ગલુડિયાં કહે.. આપણા બચ્ચાને શું કહેશું?”
શીવાએ થોડીવાર વિચારીને કહ્યું “જો, હું નાતે શીયાળ.. એટલે એનો ‘શી’ લઈએ.. તું નાતે કુતરી.. એટલે એમાંથી ‘કુ’ લઈએ.. અને આપણા બચ્ચાંને કહેશું ‘શીકુડિયાં’
– જયંતીલાલ ચૌહાણ ૨૮-૪-૨૧ (અમર કથાઓ ગ્રુપ)