શુક્ર અસ્ત 2022 : 4 જાન્યુઆરીના રોજ અસ્ત થયા છે શુક્ર, 10 દિવસ સાંભળીને રહે આ 9 રાશિના લોકો.

0
1419

અસ્તનું શુક્ર થવું, આ 9 રાશિના લોકોને કરશે પરેશાન, ધંધો કરી રહેલા લોકોએ કરવો પડશે સમસ્યાનો સામનો.

કોઈ પણ ગ્રહની અસ્ત અવસ્થા તે સમયે આવે છે, જયારે કોઈ પણ ગ્રહ સૂર્ય સાથે યુતિ કરતી વખતે કોઈ વિશેષ રાશીમાં પહોચે છે. સૂર્યની અસરથી તે ગ્રહની ચમક ફિક્કી પડી જાય છે. સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો શુક્ર ગ્રહના મુખ્ય કાર તત્વોમાં ખામી આવી જાય છે અને તે શક્તિહીન થઇ જાય છે. હવે 4 જાન્યુઆરી 2022 ના રોજ શુક્ર ઘણી રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. તેની અસર તમામ 12 રાશીઓના લોકો ઉપર જોવા મળશે.

ગુરુ દ્વારા શાસિત ધનું રાશીમાં 4 જાન્યુઆરી 2022 ની સવારે 7 વાગીને 44 મિનીટ ઉપર શુક્ર અસ્તનો સમયગાળો શરુ થશે. શુક્ર તે અવસ્થામાં 10 દિવસ સુધી એટલે 14 જાન્યુઆરીની સવારે 5 વાગીને 29 મિનીટ સુધી રહેશે.

ધનું રાશીમાં શુક્ર અસ્ત થઈને સૂર્યની નજીક પહોચી જશે, જેના કારણે પ્રેમી લોકોના જીવનમાં ઉથલ પાથલ રહેશે, સાથે જ લગ્નના બંધનમાં બંધાવું વગેરે જેવા શુભ કાર્યો માટે આ સમયગાળો અનુકુળ નહિ રહે. અને શુક્રની આ અવસ્થામાં તમામ 12 રાશીઓના લોકોને પ્રભાવિત કરશે. જ્યોતિષ મુજબ 9 રાશીઓને શુક્રની આ અવસ્થા દરમિયાન સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આવો જાણીએ કે શક્તિ વિહીન શુક્ર તમારી રાશી ઉપર શું અસર કરશે.

મેષ : કારકિર્દીની ગણતરીએ પણ ઓફીસમાં કામનું દબાણ રહેશે અને તમને તમારા સીનીયર અધિકારીઓ પાસેથી યોગ્ય પ્રસંશા નહી મળે, જેનાથી તમે ઘણા અસંતુષ્ટ રહેશો. અને વેપાર કરી રહેલા લોકોને પણ શુક્ર દેવ તેના બિજનેશ પાર્ટનર સાથે ધંધાકીય સંબંધો સાથે જોડાયેલી કેટલીક તકલીફ આપવાના યોગ ઉભા થશે.

વૃષભ : આ સમયગાળામાં ઓફીસ ઉપર તમને તમારા સીનીયર સાથે સંબંધો બગડવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તેના કારણે તમને તેનો સહકાર ન મળવાથી ઘણી મુશ્કેલી પડશે. જે લોકો ધંધા સાથે જોડાયેલા છે તેમના માટે પણ પરિસ્થિતિઓ વધુ અનુકુળ રહેવાના સંકેત નથી.

મિથુન : શુક્રની આ અસર કાર્યસ્થળ ગણતરીએ તમને તમારા સીનીયર અને સાથી કર્મચારીઓ પાસેથી પ્રસંશા મળવાના યોગ ઉભા થશે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો સારો નફો મેળવવા અને તમારા ધંધામાં વિકાસ કરવા માટે આ સમય વધુ ઉત્તમ રહેવાનો છે.

કર્ક : નોકરી ધંધા વાળા લોકો માટે આ સમયગાળો કષ્ટદાયક સિદ્ધ થશે, કેમ કે આ સમય કાર્યસ્થળ ઉપર તમારા બોસ અને સીનીયર અધિકારીઓ સાથે જોડાયેલી કેટલીક પ્રતિકુળ પરિસ્થિતિઓથી ઘર્ષણ થઇ શકે છે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો, તો ઉચ્ચ કક્ષાનો લાભ મેળવવામાં તમારે તકલીફ પડે તેવી શક્યતા રહેશે.

સિંહ : કારકિર્દીની ગણતરીએ તમારે અણધાર્યા પ્રવાસ કે કોઈ પ્રકારની બદલીનો સામનો પણ કરવો પડશે અને તેનાથી તમારે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરવામાં અડચણ આવશે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો, તો પણ તમારે આ સમયે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અશક્ય જેવું લાગી થઇ શકે છે.

કન્યા : તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં સારું પ્રદર્શન કરશો અને તેનાથી તમારી મહેનતને યોગ્ય પ્રોત્સાહન પણ મળી શકશે. ઘણા વ્યક્તિ એ કારણે કાર્યસ્થળ ઉપર તેના સીનીયર અધિકારીઓ અને સાથી કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત કરીને સારું પ્રમોશન પણ પ્રાપ્ત કરશે.

તુલા : નોકરી ધંધા વાળા લોકો ઉપર આ સમયે વધુ પડતું દબાણ રહેશે અને તે દબાણ જ તમારા માટે ચિંતાનું મોટું કારણ રહેવાનું છે. જો તમે વેપાર કરો છો, તો પણ આ સમય તમારા માટે ઉચ્ચ લાભ ન થવાના યોગ ઉભા કરશે.

વૃશ્ચિક : તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યને પૂરું કરવામાં અસમર્થ રહેશો અને તે તમારા માટે ચિંતાનું સૌથી મોટું કારણ રહેવાનું છે. જો તમે વ્યવસાયમાં જોડાયેલા છો તો પણ લાભ સાથે જોડાયેલા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવામાં અસક્ષમ રહેશો. ઘણા લોકોને વેપારમાં થોડું નુકશાન પણ સંભવ છે.

ધનું : કાર્યક્ષેત્ર ઉપર કામનું દબાણ વધુ રહેશે અને સાથે સાથે તમારા સીનીયર અધિકારીઓ સાથે તમારા સંબંધ થોડા બગડી શકે છે, જેથી તમે સખત મહેનત અને સારું પ્રદર્શન કરવા છતાં પણ કાર્યસ્થળ ઉપર યોગ્ય માન સન્માન પ્રાપ્ત નહિ કરી શકો અને તેનાથી તમારો માનસિક તનાવ પણ વધી શકે છે.

મકર : કાર્યસ્થળ ઉપર કામનું વધુ દબાણ તમારી ચિંતા વધારશે. અને વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળામાં ધીરજ રાખવી જ સૌથી વધુ ઉત્તમ વિકલ્પ રહેવાનો છે. કેમ કે આ સમય તમને કોઈ મોટી સફળતા અપાવવાની આશા સાથે ઓછો અનુકુળ રહેવાનો છે.

કુંભ : નોકરી ધંધા વાળા લોકોને નોકરીની નવી તકો મળશે અને તેનાથી તેને ખુશીનો અનુભવ પણ થશે. સાથે જ કાર્યસ્થળ ઉપર તમે જે પણ કાર્ય કરશો તે સફળ થવાથી તમને તમારા સીનીયર અધિકારીઓ દ્વારા માન સન્માન, પ્રોત્સાહન અને બઢતી પણ સંભવ છે.

મીન : નોકરી ધંધા વાળા લોકો ઉપર તેમની નોકરીનું વધુ દબાણ રહેશે અને સાથે જ બોસ અને અધિકારીઓ પણ તેની સમસ્યાઓ વધારવાનું કામ કરશે. જો તમે વેપાર કરો છો, તો પણ તમારે વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે તે સમય તમને વેપાર સાથે સંબંધિત કોઈ નુકશાની થવાની સ્થિતિ ઉભી કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.