10 મે થી આ 5 રાશિના સારા દિવસો શરુ થશે, બદલાશે 4 મોટા ગ્રહોની ચાલ, મળશે આ લાભ.

0
1308

4 મોટા ગ્રહોની ચાલમાં થનારું પરિવર્તન આ રાશિના લોકો માટે લઈને આવશે સારા સમાચાર, પ્રમોશનની તકો રહેશે.

ગ્રહોની ચાલની દૃષ્ટિએ મે મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનામાં ચાર મોટા ગ્રહોની ચાલ બદલાશે. 10 મે ના રોજ સાંજે બુધની ચાલ વક્રી થશે. 15 મે ના રોજ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે. 17 મે ના રોજ સવારે મંગળ મીન રાશિમાં ગોચર કરવા લાગશે અને 23 મે ના રોજ સુખનો પ્રદાતા શુક્ર મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષના મતે મે મહિનામાં ચાર મોટા ગ્રહોના રાશિ પરિવર્તનથી 5 રાશિઓને ઘણો ફાયદો થશે.

વૃષભ રાશિ : મે મહિનામાં ચાર મુખ્ય ગ્રહોનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ મહિને તમને તમારી મહેનતનું ફળ મળશે. નોકરીમાં આવકમાં વધારો અને પ્રમોશનની તકો રહેશે. વેપારી વર્ગ માટે પણ આ મહિનો ઘણો ખાસ રહેવાનો છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો માટે ગ્રહોની આ ચાલ ખૂબ જ શુભ રહેશે. નોકરી કરતા લોકોને ફાયદો થશે. પ્રમોશનની તકો રહેશે અને સારી નોકરીની તકો પણ મળી શકે છે. સરકારી કામકાજમાં લાભ મળશે. શુક્ર અને મંગળ જે અત્યાર સુધી તમારી મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા હતા તે રાશિ પરિવર્તન પછી લાભ આપવાનું શરૂ કરશે.

તુલા રાશિ : મે મહિનામાં થનારા રાશિ પરિવર્તન તુલા રાશિના લોકો માટે કરિયરની દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન અને નવી નોકરીની તકો દેખાઈ રહી છે. વેપારી લોકો માટે પણ આ સમય ઘણો સારો રહેશે. વેપારમાં નવા રસ્તા ખુલશે. નવી યોજનાઓ સાથે તમે ભાગીદારીના વ્યવસાયમાં સારો દેખાવ કરી શકશો.

મકર : મે મહિનામાં ગ્રહોના રાશિ પરિવર્તનથી પણ મકર રાશિના લોકોને સારું પરિણામ મળશે. ઓફિસમાં પ્રમોશનની પૂરી શકયતા છે. બોસ અથવા અધિકારી દ્વારા સન્માનિત થઈ શકો છો. વિદેશમાં નોકરી મળવાની શક્યતાઓ પણ વધશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમનું નસીબ પણ ચમકી શકે છે. લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોની શોધ પણ સમાપ્ત થઈ શકે છે.

મીન રાશિ : ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન પણ મીન રાશિના લોકો માટે ખૂબ જ સારું કહેવાય છે. મીન રાશિના લોકોને કરિયર અને નાણાકીય સ્થિતિમાં મોટો ફાયદો થશે. ઓફિસમાં ઇન્ક્રીમેન્ટ-પ્રમોશન મળવાની શક્યતાઓ વધશે. કેટલાક લોકો ઇચ્છિત ટ્રાન્સફર પણ મેળવી શકે છે. તમારા માટે સફળતાના નવા દરવાજા ખુલશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.