ગજની મદદે આવેલા શ્રી હરિનો પ્રસંગ કાવ્યના રૂપમાં.

0
495

ગિરી કંદરા ગુફા જળ તે જ્યાં ભર્યું તે શ્રી હરિ

વન વિહાર કેડી કંટક જળ પડયું તે શ્રી હરિ

પૂર્ણ તેજ ચંદ્ર આજ નિશા વિનાશ તે શ્રી હરિ

હસ્તિનીઓનું વિરાટ ઝુંડ વન વિહારતે શ્રી હરિ

ગજેન્દ્ર એવો શોભતો એરાવત જાણે શ્રી હરિ

ધબાંગ જળમાં ખાબક્યા જળ મહી તે શ્રી હરિ

કમલદંડ સૌ ટૂંટિયાં ભ્રમર બંધ તે શ્રી હરિ

મગરમચ્છ જાગીયા ને ભાગીયા જળના પરી

પુંછડાથી જળ કા પતા મચ્છ આવ્યા ગજ ભણી

રંગ રાગમાં મસ્ત હતો વરસો સુધી મોજું કરી

નજર ના રાખી પાણીમાં ઊંડાણ આવતા ભૂલ કરી

ઝાલી લીધો ઝોટી લીધો જમણો પગ દંતે જડી

ખેચાણો રાજા ગજ તણો ​હલી ધારને ધ્રુજી ધરા બધી

આંખથી ઓછાયો જોઈ સૂંઢ સ્પર્શ્યા તે શ્રી હરિ

સ્પર્શથી સાવધ થઈ સિત્કારી ઉઠ્યો ગજ કેસરી

હસ્તીની ચારેકોર ફરી મસ્તી થી જોવા આ કેસરી

ર કત જોયું આંખ માં ને જળ પણ બન્યું લાલ કેસરી

શું બન્યું આ શૂન્યમાં નભના પૂછતો રંગ કેસરી

​પાણીપતિ પાણી મહી બેઠો મગર પગને ગ્રહી

હસ્તિનીઓ રોતી રહી ને હાથી પણ રોતો હરિ

સાંભળી આર્તનાદ આકાશમાં આજ્ઞા કરી

ગરુડ કા પે આભને પાંખો ધરીને શ્રી હરિ

એ આવ્યા હરિ એ આવ્યા હરિ

છોડી સુદર્શન મોક્ષ આપ્યો મચ્છને

ગજ -પ્રાથના હૈયે ધરી સૂંઢાળવાની રક્ષા કરી

– અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)