સંવત ૧૮૦૭ ના ચૈત્ર સુદ દસમ. ગામ – સિગામ, તા – જંબુસર, જી – ભરૂચ.
સિગામ ના પાદર માં ગજેસંગ કાનજી યાદવ મહારાજ નો પાળિયો આવેલો છે. જે આજથી 267 વર્ષ જૂનો હોય તેવું ત્યાં લખેલ સંવત 1807 ના આધારે ગણતરી કરતા માલુમ પડે છે.
સંવત 1807 ને ચેત્ર સુદ દસમ ના દિવસે ગજેસંગ કાનજી યાદવ ભરૂચ ના વાગરા નજીક ના નાંડીડા ગામેથી લગ્ન કરીને પોતાના ગામ સિગામ આવે છે. આવા સમયે ગામમાં વેરાન શાંતિ જોવા મળે છે. તે સમયે તેમને સમાચાર મળે છે કે સિગામ માં ધાડપાડુ દ્વારા ગામમાં ધાડ પાડવામાં આવી છે અને ગાયો છિદ્રા ગામ તરફ હાકી જવામાં આવી છે.
ત્યારે તેમણે કહ્યું કે છિદ્રા ગામ ક્યાં દૂર છે, હાકી લાવીશ ગાયો. એવું કહી ઘોડા પર સવાર થઇ હાથમાં તર વાર લય નીકળી પડ્યા. તેવા સમયે પોતાના હાથ પરનું લગ્ન નું મીંઢળ છૂટ્યું ન હતું. તે પહેલા તેઓ પોતાના ક્ષત્રિય ધર્મના રક્ષણ કાજે ગાયોને છોડાવવા માટે હાથમાં તર વાર લય પોતાના ઘોડા પર સવાર થઇ ગાયો ના રક્ષણ માટે છિદ્રા ગામ તરફ પ્રયાણ કરે છે.
ત્યારે છિદ્રા ગામની સીમમાં ધાડપાડુ સાથેના ધીંગાણામાં ગાયો પાછી આવે છે, પરંતુ ગાયોને પાછો વાળનાર આ યુવાન પાછા નથી આવતા. ત્યારે ખબર પડે છે કે, તેમણે ગાયો માટે પોતાનું બલિદાન આપી દીધું.
આ વાત શક્તિ માં ના કાને પડે છે ત્યારે છિદ્રા ગામની સીમ માંથી પોતાના હાથમાં પોતાના પતિનું મા થું હાથમાં લાવી. ચિતામાં તેમની સાથે પોતે સતી થયા. તે સ્થળ આજે સતિમાતા ચોક તરીકે ઓળખાય છે. તેમના પતિ ગજેસંગ કાનજી યાદવની યાદમાં સિગામમા પાદરે પાળિયાનું નિર્માણ થયેલું છે.
સંકલન – પઢિયાર પંકજભાઈ ગોવિંદભાઈ (શિક્ષક – સંશોધક)