ગામના ગોંદરે ગાડુ આવે ગાડુ આવે
નાનો નાગર એને હાંકી લાવે હાંકી લાવે
ટુંકી શી પોતડીને, પગમાં છે મોજડી
અંગે અંગરખું પહેરી આવે (૨) ગામને ગોંદરે…
ફાંફા એ ફોલતો ને સિંગ ચણા ફાકતો
ફાળિયું હમારતો એ હાલ્યો આવે (૨) ગામને ગોંદરે…
પૂળાનો ભાર ભર્યો ઊંચે આકાશ ચડ્યો
છાયા માં માથું ઢાંકી એ આવે (૨) ગામને ગોંદરે…
બળદોને હાંકતો મેં પૂછડા આમળતો
ડચ ડચ ડચકારા દેતો આવે (૨) ગામને ગોંદરે…