ગાંડિવધારી મહાનાયક અર્જુનની આ વાતો ઘણા ઓછા લોકોને ખબર છે, અર્જુને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને….

0
489

“जिसके शंख बजाने भर से कांपने लगता दुश्मन था,

उस युग मे एक से एक थे योद्धा, पर अर्जुन तो आखिर अर्जुन था”

શ્રીકૃષ્ણે અર્જુન ને કહ્યું હતું કે આપણે બંને એક જ છીએ, તારી વિજય મારી વિજય છે અને તારી પરાજય મારી પરાજય છે.

દ્રોણાચાર્ય ને ગુરુદક્ષિણા આપવા માટે અર્જુન એકલો જ આખી પાંચાળ સેના ને પરાસ્ત કરે છે.

અર્જુને હંમેશા ધર્મ નો સાથ આપ્યો, ક્યારેય અધર્મ નો સાથ નથી આપ્યો. અર્જુન માં દયા, કરુણા, વડીલો અને ગુરુઓ પ્રત્યે હંમેશા આદરભાવ રહ્યો છે.

અર્જુન પ્રજાનો સંરક્ષક હતો, એક બ્રાહ્મણ ની ગાય ની રક્ષા માટે વનવાસ ભોગવવો પડ્યો હતો છતાં કર્તવ્ય થી મોઢું નહોતું ફેરવ્યું.

અર્જુન નુ જીવન સંઘર્ષમય જ રહ્યું છે, એણે જીવન ના સંઘર્ષ હસતા મોઢે સ્વીકાર્યા છે કોઈ બીજા પર દોષનો ટોપલો નથી ઢોળ્યો (અર્જુને મોટાભાગનુ જીવન વનવાસમાં જ પસાર કર્યું હતું)

મહાભારતમાં વર્ણિત છે કે અર્જુન ની ભુજાઓ એટલી શક્તિશાળી હતી કે સામાન્ય ધનુષ્ય તુટી જતાં હતાં.

અર્જુન અગ્નિદેવ પાસે થી ગાંડિવ ધનુષ્ય પ્રાપ્ત કરે છે, ગાંડિવ ધનુષ્ય એટલું કઠોર હતું કે તેમાં ફક્ત અર્જુન અને ભીમસેન જ પ્રત્યંચા ચડાવી શકતા.

ગાંડિવ ધનુષ્ય ની ટંકાર એટલી ભયાનક હતી કે ઘણા યો ધાઓ એ ટંકાર સાંભળી ને અ ધમરા થઈ જતાં.

યુ ધદરમિયાન ગાંડિવ ની પ્રત્યંચા તૂટી જતી તો અર્જુન આગલી જ ક્ષણે પ્રત્યંચા બદલી ને વેગપૂર્વક બા ણવર્ષા શરુ કરી દેતો.

આચાર્ય દ્રોણે બ્રહ્માસ્ત્ર આપવા માટે શિષ્યો ની કસોટી કરી ત્યારે એ કસોટીમાં ફક્ત અર્જુન જ ઉતીર્ણ થયો‌ હતો.

લાક્ષાગૃહ ના પછીના વનવાસમાં અર્જુને ગંધર્વરાજ ચિત્રરથ ને પરાજિત કર્યો, પછી ગંધર્વરાજ ચિત્રરથ અર્જુન ના મિત્ર બની ગયા.

દ્રોપદી સ્વયંવર માં ભારતવર્ષ ના દરેક યો ધાને આમંત્રણ આપ્યું હતું, તેમાં ફક્ત અર્જુન જ લક્ષ્યભેદન કરી શકે છે. ત્યાર બાદ અર્જુને અને ભીમસેને બધા રાજા ને પરાજિત કર્યા અને મહારાજ દ્રુપદ ની રક્ષા કરી.

અર્જુન મલ્લયુ ધમાં પણ પારંગત હતો , જરાસંઘ સાથે યુ ધકરવા શ્રીકૃષ્ણ ફક્ત ભીમસેન અને અર્જુન ને જ સાથે લઈ જાય છે, અને જરાસંઘ ને ઓફર કરે છે કે ત્રણે માંથી ગમે તે યો ધાસાથે જરાસંઘ મલ્લયુ ધકરી શકે છે.

અર્જુન એકમાત્ર એવો યો ધોહતો જેણે યુ ધકૌશલ થી મહાદેવ ને પ્રસન્ન કર્યા હતા અને પાશુપતાસ્ત્ર ની પ્રાપ્તિ કરી હતી.

અર્જુને એકલાએ નિવાધકવચ દાનવો ને પરાસ્ત કર્યા હતા. જે નિવાધકવચો ને ત્રિલોક માં પોતાની આણ ફેરવનાર રાવણ, રાવણ ને પરાસ્ત કરનાર દેવરાજ ઈન્દ્ર અને દેવરાજ ઈન્દ્ર ને પરાસ્ત કરનાર રાવણ પુત્ર મેઘનાદ પણ પરાસ્ત નહોતા કરી શક્યા. (આ દાનવો દુર્યોધન ની સેના થી અનેકગણા શક્તિશાળી હતા)

પાંડવો ના વનવાસ દરમિયાન દુર્યોધન વનમાં પાંડવોને પોતાનો વૈભવ બતાવવા અને પાંડવો ની નીચા બતાવવા વનમાં તેમની બાજુમાં પડાવ કરે છે, જ્યાં દુર્યોધન નો સામનો ગંધર્વો થી થાય છે, જેમાં ગંધર્વો કર્ણ, દુર્યોધન ને પરાસ્ત કરીને દુર્યોધન ને બંદી બનાવે છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ની આજ્ઞાથી અર્જુને ગંધર્વો ને પરાસ્ત કર્યા અને દુર્યોધન ને કેદ મુક્ત કરાવ્યો.

વિરાટ યુ ધમાં અર્જુને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, દુર્યોધન, અશ્વત્થામા, દુઃશાસન, કૃપાચાર્ય સહિત સમગ્ર હસ્તિનાપુર ની સેના ને એકલા એ પરાસ્ત કરી.

સંપૂર્ણ સંસપ્તક સેના ને અર્જુને એકલાએ પરાસ્ત કરી હતી.

જયદ્રથ વ ધના દિવસે અર્જુને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પાંચ અક્ષોહિણી સેના નો વિનાશ કર્યો, જે યો ધો અર્જુન ના રસ્તામાં આવ્યો તેને અર્જુને પરાસ્ત કર્યો. (કુરુક્ષેત્રમાં અઢાર દિવસમાં કોઈ એક જ યો ધાદ્વારા એક દિવસમાં થયેલા વિનાશમાં આ વિનાશ સર્વાધિક હતો.)

અર્જુન શ્રેષ્ઠ ગુરુ પણ હતો, તેણે સાત્યકિ અને પ્રધુમ્ન ને ધનુર્વિદ્યા નુ શિક્ષણ આપ્યું હતું.

– મહેન્દ્ર સિંહ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)