જાણો કેવી રીતે ગંગાજીનો શિવજીની જટામાં થયો સમાવેશ, વાંચો પૌરાણિક કથા.

0
328

ભગીરથ એક પ્રતાપી રાજા હતા. તેમણે પોતાના પૂર્વજોને જ-ન્મ-મ-રણના દોષમાંથી મુક્ત કરવા માટે ગંગાજીને પૃથ્વી ઉપર લાવવાનું નક્કી કર્યું.

તેમણે કઠોર તપસ્યા શરુ કરી. ગંગાજી તેમની તપસ્યાથી પસન્ન થયા અને સ્વર્ગ માંથી પૃથ્વી ઉપર આવવા માટે તૈયાર થઇ ગયા.

પણ તેમણે ભગીરથને જણાવ્યું કે, જો તે સીધી સ્વર્ગ ઉપરથી પૃથ્વી ઉપર પડશે તો પૃથ્વી તેનો વેગ સહન નહિ કરી શકે અને રસાતાળ (સાતમાનું એક પાતાળ) માં જતી રહેશે.

આ સાંભળીને ભગીરથ વિચારમાં પડી ગયા.

ગંગાજીને એ અભિમાન હતું કે કોઈ તેમનો વેગ સહન નથી કરી શકતા. ત્યારે ભગીરથે ભગવાન ભોલેનાથની ઉપાસના શરુ કરી દીધી.

સંસારના દુઃખો હરવા વાળા શિવ શંભુ પ્રસન્ન થયા અને ભગીરથને વરદાન માગવાનું જણાવ્યું.

ભગીરથે પોતાની તમામ મનોદશા તેમને જણાવી દીધી. પછી ગંગાજી જેવા સ્વર્ગ માંથી પૃથ્વી ઉપર ઉતરવા લાગ્યા ત્યારે ગંગાજીનો ગર્વ દુર કરવા માટે શિવજીએ તેમને પોતાની જટાઓમાં સમાવી લીધી.

પછી તે અકળાવા લાગ્યા અને શિવજીની માફી માંગી. ત્યારે શિવજીએ તેમને જટામાથી એક નાના એવા પોખરમાં છોડી દીધા, જ્યાંથી ગંગાજી સાત ધારાઓમાં પ્રવાહિત થયા.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.