એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ સ્નાન કરતો હતો. તેના વસ્ત્રો, ચપ્પલ વગેરે કિનારા પર મુકેલા હતા.
બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસ સાથે મસ્તી કરીએ, બહુ મજા આવશે !
આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું ‘તમારે આ માણસની મજાક ઉડાવવી જ ને? તો હું કહું એમ કરો. તમે છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો”
વિદ્યાર્થીઓએ એમ જ કર્યું.
થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે.
તે બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો, પણ એને કોઈ જોવા નો મળ્યું.
ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કહ્યું ‘હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર’.
બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપવા કરતા તેમને મદદ કરવામાં વધારે આનંદ મળે છે!
મિત્રોમાં એકવાર અચૂક શેર કરજો!”
જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો.
દરજી અને સુથાર ના નિયમની જેમ “માપવું બે વાર, કા પવું એક જ વાર”.
– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)