જે લોકો કરે છે ગરુડ પુરાણમાં જણાવેલા આ 5 કામ, તે જીવનમાં નથી થતા દુઃખી, રહે છે લક્ષ્મી માં ની કૃપા.

0
418

જો તમે હંમેશા સુખી રહેવા માંગો છો તો જરૂર કરો આ 5 કામ, ગરુડ પુરાણમાં જણાવ્યું છે તેનું મહત્વ.

સનાતન ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણનો પાઠ સામાન્ય રીતે ઘરમાં કોઈ વ્યક્તિના મ-રુ-ત્યુ-પ-છી-ની વિધિ વખતે કરવામાં આવે છે. આ પુરાણમાં મ-રુ ત્યુ અને તેના પછીના જન્મની વાત કહેવામાં આવી છે. આ સિવાય તેમાં જીવન વિશેની ઘણી વિશિષ્ટ વાતો પણ કહેવામાં આવી છે. ગરુડ પુરાણ મુજબ 5 એવા કામ છે જે પરિવારમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. તેનાથી જીવનમાં સુખ રહે છે. આવો જાણીએ તે 5 કામો વિષે.

અન્ન દાન : શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન આપો.

દરરોજ ભગવાનને થાળ ધરાવો : ગરુડ પુરાણ મુજબ જે ઘરમાં ભોજન પહેલા ભગવાનને થાળ ધરાવવામાં આવે છે ત્યાં ક્યારેય અન્ન અને પૈસાની અછત નથી થતી. આવી સ્થિતિમાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવવા માટે દરરોજ થાળ ધરાવવો જોઈએ.

ગ્રંથોનો પાઠ : ગરુડ પુરાણ અનુસાર દરેક વ્યક્તિએ પોતાના ધર્મગ્રંથોમાં છુપાયેલું જ્ઞાન અને વિદ્યા મેળવવી જોઈએ. આવી સ્થિતિમાં ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો જ જોઈએ.

ચિંતન : ગરુડ પુરાણ અનુસાર તપ, ધ્યાન, ચિંતન વગેરે કરવાથી મન શાંત રહે છે. જેના દ્વારા ગુસ્સા પર નિયંત્રણ રહે છે. એટલા માટે વ્યક્તિએ ચિંતન કરતા રહેવું જોઈએ.

કુળદેવી અથવા કુળદેવતાની પૂજા : ગરુડ પુરાણ અનુસાર કુળદેવી અથવા કુળદેવતાની પૂજા શ્રેષ્ઠ છે. તેમની પૂજા કરવાથી સાત પેઢી સુખી રહે છે. એટલા માટે તેમની પૂજા કરવી જોઈએ.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.