ગરુડ પુરાણનું તે જ્ઞાન જે સુધારી દેશે તમારું જીવન.

0
1456

જાણો ગરુડ પુરાણ શું છે અને તેની સાથે જોડાયેલી કથા અને તેની મહત્વપૂર્ણ શિક્ષાઓ. ગરુડ પુરાણનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે, કારણ કે આ પુરાણને મૃત્યુ પછી મોક્ષ આપનારું માનવામાં આવે છે. આ પુરાણમાં વૈરાગ્ય, સદાચાર, નીતિસાર વગેરે વિષયમાં જ્ઞાન આપવામાં આવ્યું છે. આજે આ લેખમાં આપણે ગરુડ પુરાણ વિશે વાત કરીશું, અને તમને આ પુરાણમાં આપવામાં આવેલ ઉપદેશો (શિક્ષાઓ) વિશે પણ માહિતી આપીશું.

ગરુડ પુરાણ : ભારતના આ પ્રાચીન ગ્રંથને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, પહેલો પૂર્વ ખંડ અને બીજો ઉત્તરખંડ. એવું માનવામાં આવે છે કે, આ ગ્રંથમાં ઓગણીસ હજાર શ્લોકો છે. પરંતુ આ પુરાણની ઉપલબ્ધ પાંડુલિપિઓમાં લગભગ આઠ હજાર શ્લોકો મળી આવે છે. તેના પ્રથમ ભાગમાં ભગવાન વિષ્ણુની ઉપાસનાની વિધિઓ વિષે જણાવવામાં આવ્યું છે. તેના બીજા ભાગમાં ઘણા પ્રકારના નરકો વિષે જણાવવામાં આવ્યું છે. મૃત્યુ પછી કર્મો અનુસાર કેવી ગતિ થાય છે, તે વિષયમાં આ પુરાણમાં વર્ણન મળે છે.

ગરુડ પુરાણ સાથે જોડાયેલી કથા : ગરુડ પુરાણ સાથે જોડાયેલી કથા અનુસાર, ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડે એક વાર જિજ્ઞાસા સાથે વિષ્ણુજીને પૂછ્યું કે, મૃત્યુ પછી જીવનની કેવી ગતિ હોય છે. તે યમલોકની યાત્રા કેવી રીતે કરે છે, અને તેને વિવિધ નરકો, યોનિઓની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. તેમની જિજ્ઞાસાને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ પક્ષીરાજ ગરુડને જે પ્રવચન આપ્યું હતું, તે ગરુડ પુરાણના નામથી ઓળખાય છે. ભગવાન વિષ્ણુએ તેમના પ્રવચનમાં પક્ષીરાજ ગરુડને ઘણા પ્રકારના ઉપદેશો આપ્યા છે.

ગરુડ પુરાણમાં કયા વિષયોનું વર્ણન છે? આ પુરાણમાં વિવિધ દેવી-દેવીઓની પૂજા વિધિ વિશે જાણકારી મળે છે. યોગાધ્યાય, વિષ્ણુ ધ્યાન, સૂર્ય પૂજા, શિવાર્ચા ગોપાલ પૂજા, શ્રીધર પૂજા જેવી ઘણી પૂજાઓ વિશે આ પુરાણ જાણકારી આપે છે. આ સાથે જ સાંખ્ય સિદ્ધાંત, બ્રહ્મજ્ઞાન, ગીતાસાર વગેરેનું વર્ણન પણ આ પુરાણમાં મળે છે. બધુ મળીને કહેવામાં આવે તો લગભગ તમામ હિંદુ ધાર્મિક માન્યતાઓને આ પુરાણમાં સ્થાન મળ્યું છે, આ પુરાણ ધર્મ કર્મ પર પણ ભાર મૂકે છે. પરંતુ મુખ્ય રૂપથી આ પુરાણ મૃત્યુ પછી સદ્દગતિ (મોક્ષ) આપનારા પૂરાન તરીકે ઓળખાય છે.

ગુરુદ પુરાણની કેટલીક મહત્વપૂર્ણ શિક્ષાઓ : જીવન સુધારવા માટે ગરુડ પુરાણમાં અનેક શિક્ષાઓ મળે છે. આ શિક્ષાઓમાંથી કેટલીક નીચે જણાવવામાં આવી છે.

ગરુડ પુરાણ મુજબ વ્યક્તિએ ક્યારેય પણ સવારે મોડેથી ઉઠવું જોઈએ નહિ. જે લોકો સવારે મોડેથી ઉઠે છે, તેમનું આયુષ્ય ઓછું થાય છે.

રાત્રે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી માનવામાં આવતું. તેથી ક્યારેય પણ રાત્રે દહી ખાવું જોઈએ નહીં.

વાસી ભોજન અને માંસ ખાવાની પણ ગરુડ પુરાણમાં ના પાડવામાં આવી છે. આ વસ્તુઓ ખાવાથી કેન્સર થવાની સંભાવના રહે છે.

ગરુડ પુરાણ અનુસાર, જ્યારે કોઈ સ્મશાનમાં શરીર બા ળ વામાં આવે છે, ત્યારે વ્યક્તિએ તેની અગ્નિથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેમાંથી ઘણા પ્રકારના નકારાત્મક તત્વો બહાર નીકળે છે.

ગરુડ પુરાણ અનુસાર સવારના સમયે ક્યારેય પણ શારીરિક સંબંધો બાંધવા જોઈએ નહીં, તેનાથી ઉંમર ઓછી થાય છે.

ગરુડ પુરાણના નીતિસાર અનુસાર કોઈને પોતાના શત્રુને નહિ માનવા જોઈએ, પરંતુ જે લોકો તમને શત્રૂ માને છે, તેમનાથી હંમેશા સતર્ક રહેવું જોઈએ.

સ્વચ્છ કપડા પહેરવાથી વ્યક્તિને સામાજિક અને આત્મિક રૂપથી શાંતિ મળે છે, તેથી વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

નિરોગી શરીર માટે હંમેશાં સંતુલિત ભોજન કરવાની શિક્ષા પણ ગરુડ પુરાણમાં આપવામાં આવી છે.

વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, દરેક એકાદશીના દિવસે વ્રત રાખવું જોઈએ. તેનાથી માનસિક શાંતિ મળે છે.

ગરુડ પુરાણમાં નરકનું વર્ણન : આ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે, યમમાર્ગનું વર્ણન ધ્રુજાવી દેનારું છે. યમના માર્ગમાં ઝાડમાં છાંયડો નથી, પાણી પણ નથી અને ત્યાં 12 સૂર્ય તપે છે. આ માર્ગમાં ભયંકર પશુ-પક્ષીઓ હોય છે. ઝેરી સાપ આ માર્ગ પર જીવને પરેશાન કરે છે. યમમાર્ગ પર સત્તર દિવસ ચાલીને અંતમાં જીવ આત્મા પ્રેત સૌમ્યપુર પહોંચે છે. ગરુડ પુરાણમાં નરકનું આ વર્ણન કદાચ લોકોને સત્યના માર્ગ પર ચાલવાનું જણાવે છે.

ગરુડ પુરાણ અનુસાર ક્યારેય ન કરો આ કામ :

ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિએ ક્યારેય પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઊંઘવું જોઈએ નહિ. તેનાથી મન વિચલિત થાય છે.

બીજા સાથે ખરાબ વ્યવહાર કરવો, અપશબ્દોનો ઉપયોગ કરવો પણ ખરાબ માનવામાં આવે છે. ક્યારેય કોઈની સાથે ખરાબ વ્યવહાર નહિ કરવો જોઈએ. જે લોકો બીજા પ્રત્યે ખરાબ વ્યવહાર રાખે છે, તેમના પર માતા લક્ષ્મીની કૃપા નથી થતી.

ગરુડ પુરાણ અનુસાર જરૂર કરતા વધારે ભોજન કરવું પણ સારું નથી માનવામાં આવતું. તેનાથી આળસ આવે છે અને સાથે જ વ્યક્તિના વિચારવાની ક્ષમતા પર પણ પ્રભાવ પડે છે.

ગરુડ પુરાણ અનુસાર કેટલીક વસ્તુઓનો વિશ્વાસ ક્યારેય નહિ કરવો જોઈએ જેમ કે, સાંપ, આગ અને શત્રુના મિત્રો.

ખરાબ ચરિત્રવાળા લોકોથી દૂર રહેવાની સલાહ પણ ગરુડ પુરાણમાં આપવામાં આવી છે.

ગરુડ પુરાણ અનુસાર પોતાના સંબંધીઓ સાથે ક્યારેય શત્રુતા નહિ કરવી જોઈએ.

વધારે દિવસ સુધી કોઈ બીજાના ઘરમાં રહેવાથી બચવું જોઈએ.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.