“ગરવા ગિરનારીને” : ગિરનાર પર્વતનો મહિમા જણાવતી આ રચના જરૂર વાંચજો.

0
521

પુરુષોત્તમ

ગરવા ગિરનારીને રે વ્હાલા વારી વારી ને વખાણું

વારી વારી ને વખાણું દાતા જૂનું છે જગમાં જુનાળુ

નજરું કરું ત્યારે હસતો દેખું કદીયે ન મુખ કરમાણું

સાધુસંતનો વ્હાલો વિસામો ધ્યાન ધર્યાનું રે થેંકાણું

ગરવા…

સિદ્ધ ચોરાસી કરે સાધના એને આગળની ઓળખાણું

આશરે તમારે અનેક આવે તમે દુબળા નું દુઝાણું

ગરવા….

ગેબી ગર્જના ગાજે ઊંડાણમાં સત્ય એવું સમજાણુ

કરે પરિક્રમા ગિરનારની એના કુળ તરે એકાણું

ગરવા…

પુરુષોત્તમ કહે ગુરુ પ્રતાપે ગાઉં ગિરનારનું ગાણું

દર્શન કરતા દત્ત દાતારના હૈયું મારું હરખાણું

ગરવા…

– સાભાર રમેશ સોલંકી