જાણો કઈ રીતે ગૌતમ બુદ્ધે ડાકુ અંગુલીમાલને ખોટા રસ્તેથી સાચા રસ્તે વાળ્યો.

0
590

ગૌતમ બુદ્ધ અને અંગુલીમાલની કથા :

મગધ દેશના જંગલોમાં એક ભયંકર ડાકુ રાજ કરતો હતો. તે ડાકુ જેટલા લોકોને મા-ર-તો હતો, તેઓની એક એક આંગળી કા-પી ને માળાની જેમ ગળામાં પહેરી લેતો. આ કારણે ડાકુને બધા અંગુલીમાલના નામથી ઓળખાતા હતા.

મગધ દેશની આજુબાજુના તમામ ગામોમાં અંગુલીમાલનો આ-તં-ક હતો. એક દિવસ મહાત્મા બુદ્ધ એ જ જંગલ પાસેના એક ગામમાં પહોંચ્યા. તેમને સાધુના રૂપમાં જોઈને બધાએ તેમનું સ્વાગત કર્યું. આ ગામમાં થોડો સમય રહ્યા પછી મહાત્મા બુદ્ધને થોડું વિચિત્ર લાગ્યું. પછી તેમણે લોકોને પૂછ્યું, ‘તમે બધા કેમ આટલા ડરેલા કેમ લાગો છો?’

પછી બધાએ એક પછી એક અંગુલીમાલ ડાકુ દ્વારા થયેલી હ-ત્યા-ઓ-અ-ને આંગળી કા-પ-વા-ની વાત કહી. બધાએ દુઃખી થઈને કહ્યું કે, જે પણ તે જંગલ તરફ જાય છે, તેને ડાકુ પકડીને મા-રી-ના-ખે છે. અત્યાર સુધીમાં તે 99 લોકોની હ-ત્યા-ક-રી ચૂક્યો છે અને તેમની આંગળી કા-પી નાખ્યા બાદ માળા પહેરીને ફરે છે. અંગુલીમાલના આ-તં-ક-ને કારણે હવે દરેક જણ તે જંગલમાંથી પસાર થતા ડરે છે.

આ બધી વાતો સાંભળીને ભગવાન બુદ્ધે એ જ જંગલની નજીક જવાનું નક્કી કર્યું. જેવા ભગવાન બુદ્ધ જંગલ તરફ જવા લાગ્યા, લોકોએ કહ્યું કે ત્યાં જવું ખતરનાક બની શકે છે. એ ડાકુ કોઈને છોડતો નથી. તમે જંગલમાં ગયા વિના, કોઈક રીતે અમને તે લૂં-ટા-રાઓથી છૂટકારો અપાવો.

ભગવાન બુદ્ધ બધી વાતો સાંભળીને ફરી તે જંગલ તરફ આગળ વધતા રહ્યા. થોડી જ વારમાં બુદ્ધ જંગલમાં પહોંચી ગયા. અંગુલીમાલને જંગલમાં મહાત્માના વેશમાં એકલા માણસને જોઈને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું કે, આ જંગલમાં આવતા પહેલા લોકો ઘણી વાર વિચારે છે. આવે તો પણ એકલા આવતા નથી અને ડરી જાય છે. આ મહાત્મા કોઈ પણ જાતના ડર વિના જંગલમાં એકલા ફરે છે. અંગુલીમાલના મનમાં થયું કે હવે આમને પણ મા-રી-ને તેમની આંગળી કા-પી લ-વ છું.

ત્યારે અંગુલીમાલે કહ્યું, ‘અરે! આ બાજુ આગળ ક્યાં જઈ રહ્યો છે? ઉભો રહે.’ ભગવાન બુદ્ધે તેના શબ્દોની અવગણના કરી. પછી ડાકુએ ગુસ્સામાં કહ્યું, ‘મેં કહ્યું કે ઉભો રહે.’ પછી ભગવાન પાછળ ફરીને જોયું તો લાંબો પડછંદ, મોટી મોટી આંખોવાળો માણસ જેના ગાળામાં આંગળીઓની માળા હતી, તે તેમની સામે જોઈ રહ્યો હતો.

તેની સામે જોઈને બુદ્ધ ફરી ચાલવા લાગ્યા. અંગુલીમાલ ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો. અંગુલીમાલ ડાકુ તેની ત-લ-વા-ર લઈને તેમની પાછળ દોડવા લાગ્યો. ડાકુ જેટલું પણ દોડતો, પણ તેમને પકડી શક્યો નહીં. દોડી દોડીને તે થાકી ગયો. તેણે ફરીથી કહ્યું, ‘ઉભો રહે, નહીં તો હું તને મા-રી-ના-ખી-શ અને તમારી આંગળી કા-પી નાખીશ, 100 લોકોને મા-રી-ના-ખ-વા-નું મારુ વચન પૂરું કરી લઇશ.’

ભગવાન બુદ્ધે કહ્યું કે, જો પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માને છે ને, તો ઝાડમાંથી કેટલાક પાંદડા અને ડાળીઓ તોડીને લાવ. અંગુલીમાલે તેમની હિંમત જોઈને વિચાર્યું કે, તે જે કહે છે તેમ કરી લવ છું. તે થોડી વારમાં પાંદડા અને ડાળીઓ તોડી લાવ્યો અને કહ્યું, હું તેમને લઇ આવ્યો.

પછી બુદ્ધ કહેવા લાગ્યા, ‘હવે તેમને ફરીથી ઝાડ સાથે જોડી દે.’

આ સાંભળીને અંગુલીમાલે કહ્યું, ‘તું કેવો મહાત્મા છે, તું નથી જાણતો કે તૂટેલી વસ્તુ બીજી વાર જોડી શકાતી નથી.’

ભગવાન બુદ્ધે કહ્યું કે, હું તને આ જ તો સમજાવવા માંગુ છું કે જ્યારે તારી પાસે કંઈપણ વસ્તુને જોડવાની શક્તિ નથી, તો તને કંઈપણ વસ્તુ તોડવાનો અધિકાર પણ નથી. જો કોઈને જીવ આપવાની ક્ષમતા નથી, તો તેને મા-ર-વા-નો કોઈ અધિકાર નથી.

આ બધું સાંભળીને અંગુલીમાલે હ-થિ-યા-ર મૂકી દીધા. ભગવાને આગળ કહ્યું, ‘તું મને ઉભા રહો… ઉભા રહો… કહેતો હતો, હું તો ક્યારનો સ્થિર ઉભો છું. એ તું જ હતો જે સ્થિર નથી.

અંગુલીમાલે કહ્યું, ‘હું એક જગ્યાએ ઊભો છું, તો હું કેવી રીતે અસ્થિર થયો અને તમે ક્યારના ચાલતા જ રહ્યા છો.’ ભગવાન બુદ્ધ બોલ્યા, ‘હું લોકોને ક્ષમા આપીને સ્થિર છું અને તું દરેકની પાછળ તેમની હ-ત્યા-ક-ર-વા ભાગવાને કારણે અસ્થિર છે.

આ બધું સાંભળીને અંગુલીમાલની આંખ ખુલી ગઈ અને તેણે કહ્યું, ‘આજથી હું કોઈ અધર્મ કૃત્ય નહીં કરું.’

અંગુલીમાલ રડતો રડતો ભગવાન બુદ્ધના પગે પડ્યો. તે જ દિવસે અંગુલીમાલે દુષ્ટતાનો માર્ગ છોડી દીધો અને મહાન સન્યાસી બન્યો.

વાર્તામાંથી બોધ : યોગ્ય માર્ગદર્શન મળવાથી વ્યક્તિ બુરાઈનો માર્ગ છોડીને ભલાઈને પસંદ કરે છે.