રાજાએ ભિખારીને પોતાનું અડધું રાજપાઠ આપી દીધું, તો પણ ભિખારી થયો નહિ સંતુષ્ટ.

0
414

એક રાજાનો જન્મ દિવસ હતો. સવારે તે નગરમાં ફરવા ગયો, તો તેણે નક્કી કર્યું કે રસ્તામાં મળનાર સૌથી પહેલા વ્યક્તિને તે ખુશ અને પૂર્ણ રીતે સંતુષ્ટ કરશે.

રસ્તામાં તેણે સૌથી પહેલા ભિખારી દેખાયો, ભિખારી રાજા પાસેથી ભીખ માંગી. રાજાએ ભિખારીને એક તાંબાનો સિક્કો ઉછાડીને આપ્યો. સિક્કો ભીખરીના હાથમાંથી લપસી ગયો અને ગટરમાં પડી ગયો. ભિખારી ગટરમાં હાથ નાખી સિક્કો શોધવા લાગ્યો.

રાજાએ તેણે બોલાવીને ફરીથી એક તાંબાનો સિક્કો આપી દીધો. ભિખારી ખુશ થઈને તે સિક્કો ખિસ્સામાં રાખીને ફરીથી તે ગટર પાસે જઈને તે સિક્કો શોધવા માટે હાથ નાખી દીધો.

રાજાને લાગ્યું ભિખારી ખુબ ગરીબ છે, રાજાએ ભિખારીને ફરીથી બોલાવ્યો અને તેને એક ચાંદીનો સિક્કો આપ્યો, ભિખારીએ રાજાની જય-જયકાર કરીને ચાંદીનો સિક્કો રાખી લીધા અને ફરીથી તે ગટરમાં તે સિક્કો શોધવા લાગ્યો.

રાજાએ ફરી બોલાવ્યો અને હવે તેને સોનાનો સિક્કો આપ્યો. ભિખારી ખુશ થઈને નાચવા લાગ્યો અને તરત જ પાછો તે સિક્કાને શોધવા માટે ગટર તરફ ભાગ્યો અને સિક્કાને શોધવા લાગ્યો.

રાજાને ખુબ ખરાબ લાગ્યું. તેણે સવારે નક્કી કરેલ વાત યાદ આવી. “પહેલા મળનાર વ્યક્તિને આજે તે સંતુષ્ટ કરશે” તેણે ભિખારીને ફરીથી બોલાવ્યો અને બોલ્યો હું તને આજે મારુ અડધું રાજ-પાઠ આપી દાવુ છું, તું હવે તો સંતુષ્ટ થા.

ભિખારી બોલ્યો : “સરકાર હું ખુશ અને સંતુષ્ટ ત્યારે જ થઇ જયારે ગટરમાં પડેલ સિક્કો મને મળી જાય.”

આપણી સ્થિતિ પણ તે ભિખારી જીવી જ છે. આપણને પરમાત્માએ માનવી રૂપી અનમોલ ખજાનો આપ્યો છે અને આપણે તેને ભૂલીને સંસાર રૂપી ગટરમાં તાંબાના સિક્કાની શોધવામાં કાઢી રહ્યા છે. આપણે આપણા જીવનમાં જે વસ્તુ મળેલ છે, તેનાથી સંતુષ્ટ થતા નથી.