શિવજીના આ મંદિરમાં મકરસંક્રાંતિના દિવસે એક અદ્દભુત ઘટના બને છે, ફક્ત થોડી મિનિટ માટે દેખાય છે આ નજારો

0
873

મકરસંક્રાંતિ ઉપર બેંગ્લોરના આ મંદિરમાં બને છે અદ્દભુત ઘટના જેને લોકો દુર દુરથી જોવા આવે છે.

ભારતમાં અનેક પ્રાચીન મંદિર છે. તે બધા મંદિર તેની ખાસ પરંપરા અને ચમત્કાર માટે ઓળખાય છે. એવું જ એક પ્રાચીન શિવ મંદિર કર્નાટકના પાટનગર બેંગ્લોરમાં આવેલું છે. તેને ગવી ગંગાધરેશ્વર મંદિર કહેવામાં આવે છે (Gavi Gangadhareshwara Temple, Bangalore). અહિયાં વર્ષમાં એક વખત માત્ર મકરસંક્રાંતિ ઉપર વિશેષ ઘટના બને છે, જેને જોવા દુર દુરથી લોકો આવે છે.

ગવી ગંગાધરેશ્વર મંદિરની ઘણી વિશેષતાઓ તેને ખાસ બનાવે છે. આ મંદિરનો આધુનિક ઈતિહાસ 9 મી અને 16 મી સદીથી છે.

9 મી શતાબ્દીમાં આ મંદિરનું નિર્માણ થયું હતું, તેમજ 16 મી શતાબ્દીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર બેંગ્લોરના સંસ્થાપક કેમ્પે ગૌડા પ્રથમે કરાવ્યો અને તેને ભવ્ય બનાવ્યું. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો.

મકરસંક્રાંતિ ઉપર થાય છે ચમત્કાર : માન્યતા છે કે આ મંદિરમાં ગૌતમ ઋષિએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરની ગુફામાં જે શિવલિંગ છે તે સ્વયંભૂ છે, એટલે કોઈએ તેને બનાવ્યું નથી તે આપમેળે જ પ્રગટ થયું છે.

મકરસંક્રાંતિ વખતે આ મંદિરમાં અદ્દ્ભુત ઘટના જોવા મળે છે. કેમ કે આ દિવસે સૂર્યદેવતા પોતે પોતાના કિરણોથી શિવલિંગનો અભિષેક કરે છે. ખાસ કરીને મકરસંક્રાંતિ ઉપર સૂર્ય ભગવાન ઉત્તરાયણ હોય છે. જે કારણે ગુફામાં રહેલા શિવલિંગ પાસે જ્યાં સૂર્યના કિરણો આખુ વર્ષ નથી પહોંચતા ત્યાં આ દિવસે માત્ર 5 થી 8 મિનીટ માટે સૂર્યના કિરણો ગર્ભગૃહ સુધી પહોંચે છે અને શિવલિંગનો અભિષેક કરે છે.

આ દ્રશ્ય સુર્યાસ્ત વખતે જોવા મળે છે. સંક્રાંતિ ઉપર સુર્યાસ્તની બરોબર પહેલા સૂર્યના કિરણો મંદિરમાં બનેલા ઊંચા સ્તંભોને સ્પર્શીને ભગવાન શિવની નંદીના બંને શીંગડાની એકદમ મધ્યથી થઈને ગર્ભગૃહ સુધી આવે છે.

આ સમયે ભોલે શંકરના મંદિરનું ગર્ભગૃહ સ્વર્ણિમ કિરણોથી સુસજ્જિત થઇ જાય છે. તે દ્રશ્ય જોઇને એકદમ એવું પ્રતીત થાય છે કે સૂર્યના કિરણો સીધા શિવલિંગના અભિષેક કરી તેની અર્ચના કરી રહ્યા છે.

દક્ષીણ ભારતના મંદિરોથી આ મંદિરની બનાવટ અલગ છે. આ મંદિર દક્ષીણ પશ્ચિમી દિશા અર્થાંત નેઋત્ય ખૂણા તરફ છે. જેથી જાણી શકાય છે કે, પ્રાચીન સમયમાં આ મંદિરનો નકશો તૈયાર કરવા વાળા વાસ્તુવિદ નક્ષત્ર વિજ્ઞાનના જ્ઞાની હતા.

કેવી રીતે પહોંચવું? ભારતના મહાનગરોમાંથી એક બેંગ્લોરમાં કોઈ પણ સાધનથી જઈ શકાય છે. અને ન માત્ર ભારત પણ દુનિયાના કોઈ પણ ખૂણા માંથી અહીં પહોંચવું ઘણું સરળ છે. મંદિરથી બેંગ્લોરના કેમ્પે ગૌડા આંતરરાષ્ટ્રીય એયરપોર્ટનું અંતર લગભગ 38 કિ.મી. છે. બેંગ્લોર કેંટથી મંદિરનું અંતર લગભગ 8.8 કિ.મી. છે. તે ઉપરાંત કેમ્પે ગૌડા મૈજેસ્ટીક બસસ્ટેન્ડથી મંદિર માત્ર 4 કિ.મી. દૂર છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.