માનવ જીવનમાં સફળતા મેળવવા માં બાધા રૂપ બનતા પ્રશ્નો નું નિરાકરણ કરીને સફળતા મેળવનારા મહાનુભાવો…પાસેથી પ્રેરણા લઈએ…
- હું એક નાનકડી નોકરી કરૂં છું… એમાં હું શું કરી શકું?
ધીરૂભાઈ અંબાણી પણ નાની નોકરી જ કરતા !
2) હું એટલીવાર હાર્યો છું કે હવે હિંમત નથી
અબ્રાહમ લિંકન 15 વખત ચુંટણી હાર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા!
3) હું અત્યંત ગરીબ કુટુંબમાંથી આવું છું..
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ ગરીબ કુટુંબમાંથી આવતા હતા!
4) મેં અડધી જીંદગી સાયકલ ચલાવીને ગુજરી છે.
નિરમાના માલીક કરશનભાઈ પટેલે પણ અડધી જીંદગી સાયકલ પર જ ફરી ફરીને માલ વેચ્યો છે!
5) નાનપણમાં જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું…
પ્રખ્યાત સંગીતકાર એ.આર.રહેમાનના પિતાશ્રી નાનપણમાં જ મૃત્યુ પામેલા!
6) મને નાનપણથી જ બધા મંદબુદ્ધિ નો કેહતા..
થોમસ અલ્વા એડિસન, જેમણે બલ્બની શોધ કરી, તેમને પણ નાનપણમાં લોકો મંદબુદ્ધિ ના જ કહેતા!
7) એક દુર્ઘટનામાં અપંગ થયા બાદ મારી હિંમત તુટી ગઈ..
પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનનો એક પગ નકલી છે!
8) મારી ઊંચાઈ બહુ ઓછી છે..
સચિન તેંડુલકરની ઊંચાઈ પણ ઓછી જ છે!..
9) મારે નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી…
લતા મંગેશકર પર પણ નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી હતી.
10) મારી કંપનીએ એકવાર દિવાળું ફુક્યું છે, હવે મારી પર ભરોસો કોણ કરે?
પેપ્સી કંપનીના નિર્માતા બે વખત દેવળીયા થયા હતા!
11) મને યોગ્ય ભણતરની તક ન મળી
યોગ્ય ભણતરની તક તો વિશ્વની નંબર 1 કાર કંપની ફોર્ડના હેનરી ફોર્ડને પણ નહોતી મળી!
12) હું નાનપણથી જ અસ્વસ્થ હતો..
ઓસ્કર એવોર્ડ વિજેતા મરલી મેટલીન પણ નાનપણથી બહેરી અને અસ્વસ્થ હતી!
13) મારી પાસે પૈસા નથી..
ઇન્ફોસિસના પૂર્વ ચેરમેન નારાયણમૂર્તિ પાસે પણ પૈસા ન હતા, તેમણે પોતાની પત્નીના ઘરેણાં પણ વેચવા પડેલા!
14) મારી ઉંમર બહુ વધુ છે .
વિશ્વ પ્રસિધ્ધ કેંટુંકી ફ્રાઇડના માલિકે 60 વર્ષની ઉંમરે પહેલું રેસ્ટોરન્ટ ખોલેલું!
સંકલન : હરેશભાઇ ડાભી ભૃગુપુર