શનિની સાડાસાતી કે અઢી વર્ષના પ્રકોપ માંથી તરત મળશે છુટકારો, જાણો કયુ રુદ્રાક્ષ પહેરવું છે શુભ.

0
263

શનિ પ્રકોપ માંથી મુક્તિ મળેવવા માટે ભૂલ્યા વિના જરૂર કરો આ સરળ ઉપાય

ધાર્મિક ગ્રંથો મુજબ રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુઓ માંથી ઉત્પન થયું છે. જુના સમયથી જ તેને ઘરેણાની જેમ ધારણ કરવામાં આવે છે. સાથે જ રુદ્રાક્ષ જ એક એવી વસ્તુ છે, જેને ગ્રહોના નિયંત્રણ અને મંત્ર જાપ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે ઉપરાંત રુદ્રાક્ષના ઉપયોગથી શનિની પીડાને પણ શાંત કરી શકાય છે. સાથે સાથે રુદ્રાક્ષના ઉપયોગથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ધારણ કરવાના કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. નિયમ મુજબ ધારણ કરવાથી જરૂર તેનો લાભ મળી શકે છે.

રુદ્રાક્ષનું શનિ સાથે કનેક્શન

માન્યતા છે કે રુદ્રાક્ષની શક્તિ કે તેનો યોગ્ય ઉપયોગ કરવા વાળા દરેક પ્રકારના સંકટોને હરાવી શકે છે. અને જો કોઈ નિયમ વગર તેને ધારણ કરે છે, તો ઉલટી અસર પડે છે. તે ઉપરાંત જો રુદ્રાક્ષને વિધિ પૂર્વક ધારણ કરવામાં આવે તો શનિની ત્રાંસી નજરથી મળતા કષ્ટો માંથી પણ છુટકારો મળી જાય છે.

શનિ માટે રુદ્રાક્ષનો ઉપયોગ

શનિની પીડાથી છુટકારો મેળવવા માટે રુદ્રાક્ષનો નિયમ મુજબ ઉપયોગ કરવો જોઈએ. તેથી શનિની બાધાઓને દુર કરવા માટે અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવા શુભ રહે છે. નોકરી ધંધાની સમસ્યાને દુર કરવા માટે દસ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો શુભ છે. એક સાથે 3 દશ મુખી રુદ્રાક્ષ ધારણ કરવા ખુબ જ લાભદાયક રહેશે. તેને શનિવારના દિવસે લાલ દોરામાં પરોવીને ગળામાં ધારણ કરો. અને જો કુંડળીમાં શનિની અશુભ અસર છે, તો તેનાથી બચવા માટે એક મુખી અને અગ્યાર મુખી રુદ્રાક્ષ એક સાથે ધારણ કરવા શુભ માનવામાં આવે છે. 1 મુખી અને 2 અગ્યાર મુખી રુદ્રાક્ષ એક સાથે લાલ દોરામાં પરોવીને ધારણ કરો.

શનિની સાડાસાતી અને અઢી વર્ષના પ્રકોપ માંથી મુક્તિ માટે

આરોગ્યની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે ગળામાં 8 મુખી રુદ્રાક્ષ પહેરવા શુભ છે. માત્ર 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરો કે એક સાથે 54 આઠ મુખી રુદ્રાક્ષ પહેરો. તે ઉપરાંત શનિની સાડાસાતી અને અઢી વર્ષના પ્રકોપ માંથી મુક્તિ મેળવવા માટે પાંચ મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરો. માળા ધારણ કરતા પહેલા તેની ઉપર શનિ અને શિવજીના મંત્રોના જાપ કરવા શુભ રહે છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. ઝી ન્યુઝ તેની પુષ્ટિ નથી કરતું.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.