જલ્દી જ પુરા કરી લો પોતાના શુભકામ, કારણ કે આ તારીખથી શરુ થશે હોળાષ્ટક પછી નહિ થાય કોઈ શુભકામ.

0
746

જાણો ક્યારથી શરુ થઈ રહ્યા છે હોળાષ્ટક, અને આ સમય દરમિયાન કયા કાર્યો પર લાગશે પ્રતિબંધ.

જો તમે કોઈ શુભ કાર્ય કરવાની તૈયારી કરી રહ્યા છો તો તે કાર્યને જલ્દી જ કરી દો. કારણ કે 10 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ જશે. આ સમય દરમિયાન શુભ કાર્ય નથી કરવામાં આવતા. ધાર્મિક ગ્રંથોમાં આ સમય દરમિયાન ખાસ કરીને 16 સંસ્કાર કરવાની મનાઈ કરવામાં આવી છે.

હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા લાગે છે : જ્યોતિષાચાર્ય પંડિત સૌરભ દુબેએ જણાવ્યું કે, હોળીના 8 દિવસ પહેલા તમામ શુભ કાર્ય અટકાવી દેવામાં આવે છે. આ વખતે 10 મી માર્ચથી હોળાષ્ટક શરુ થઈ રહ્યા છે. ફાગણ માસના શુક્લ પક્ષની આઠમ તિથિ રાત્રે 01:50 થી શરૂ થશે. હોલિકા દહન 17 માર્ચે થશે અને હોળાષ્ટક પણ આ દિવસે જ પૂરા થશે. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકમાં કરવામાં આવેલ શુભ કાર્યનું સંપૂર્ણ ફળ નથી મળતું.

હોળાષ્ટકમાં માંગલિક કાર્ય કરવાથી આવે છે મુશ્કેલી : હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળાષ્ટક દરમિયાન કોઈ માંગલિક કાર્ય કરે છે, તો તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં કલેશ, રોગ અને અકાળ મ-રુ-ત્યુનો-ભય પણ રહે છે. તેથી હોળાષ્ટકનો સમય શુભ માનવામાં આવતો નથી.

આઠ ગ્રહો ક્રોધિત રહે છે : જ્યોતિષાચાર્ય પંડિત પ્રવીણ મોહન શર્માએ જણાવ્યું હતું કે, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમથી લઈને પુનમ સુધી ક્રમશઃ આઠ ગ્રહો ક્રોધિત હોય છે. આ ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો સમાવેશ થાય છે. આ ગ્રહોના ઉગ્ર રહેવાને કારણે શુભ કાર્યો પર નકારાત્મક અસર પડી શકે છે. જેના કારણે માંગલિક કાર્ય કરવામાં આવતા નથી.

હોળાષ્ટકમાં લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિત 16 સંસ્કારો ક્યારેય ન કરવા જોઈએ.

ફાગણ શુક્લ આઠમથી પુનમ સુધીના કોઈપણ દિવસે નવા ઘરનું બાંધકામ શરૂ ન કરવું અથવા ગૃહપ્રવેશ ન કરવો.

હોળાષ્ટકના દિવસોમાં નવું મકાન, વાહન, પ્લોટ કે અન્ય મિલકત ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

હોળાષ્ટકના સમયે યજ્ઞ, હવન વગેરે ન કરવા જોઈએ. તે હોળી પછી અથવા હોળાષ્ટક પહેલાં કરી શકાય છે.

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના સમયમાં નોકરી બદલવાથી બચવું જોઈએ. જો તમારે નવી નોકરીમાં જોડાવું હોય તો હોળાષ્ટક પહેલા કે હોળી પછી કરો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.