ઘણા મંત્રોના જાપ કરતા વધારે ફળદાયી છે ગાયત્રી મંત્ર, તેનો જાપ કરવાથી મળે છે ઘણા ફાયદા

0
949

જાણો ગાયત્રી મંત્રનો જાપ કરવાની યોગ્ય રીત અને તેનાથી મળતા લાભ વિષે. મંત્રોચ્ચારણને હિંદુ ધર્મમાં ઘણા ફળદાયી માનવામાં આવે છે. આમ તો આ મંત્રોમાં સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે ગાયત્રી મંત્રને. કહેવામાં આવે છે કે આ મંત્રમાં એટલી શક્તિ હોય છે કે તેના જાપ કરવા વાળા માણસને તેના જાપ શરુ કરતાની સાથે જ તેના સકારાત્મક ફળ જોવા મળે છે.

આ મંત્રનું શાંત મનથી જાપ કરવાથી માણસને માનસિક શાંતિ મળવા સાથે સાથે તેના જીવનની તમામ અડચણો પણ દુર થઇ જાય છે. એ કારણ છે કે આ મંત્રને સૌથી શક્તિશાળી અને ચમત્કારી મંત્ર માનવામાં આવે છે. કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે આ એકલો મંત્ર ઘણા મંત્રો જેવો લાભકારી હોય છે.

ગાયત્રી મંત્રથી મળતા ફાયદા : ગાયત્રી મંત્ર વિષે કહેવામાં આવે છે કે આ મંત્રના જાપથી ઘણા એવા ફળ મળે છે, જે કોઈ પણ બીજા મંત્રના જાપથી નથી મળી શકતા. સ્વયં ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણજી સાથે ઋષિ મુનીઓ દ્વારા જપવામાં આવેલા ગાયત્રી મંત્રથી માનવ જાતીનું કલ્યાણ થાય છે. સાથે સાથે મહાભારતમાં એ વાતનું વર્ણન છે કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી બ્રહ્મદર્શન પણ સંભવ છે. આ અલૌકિક મંત્રમાં એટલી શક્તિ હોય છે કે તે માણસના મનમાં છુપાયેલા કોઈ પણ પ્રકારના ભયને પણ દુર કરી શકે છે.

‘ओम भूर्भुव:स्व: तत्सवितुर्वरेण्यं भर्गाे देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात॥’

સનાતન ધર્મના ગ્રંથો મુજબ આ મંત્રના પાદુર્ભાવ જેઠ માસની સુદ દશમના રોજ થયો હતો. કહેવામાં આવે છે કે આ મંત્રના બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્રષ્ટા બન્યા. વિશ્વના કલ્યાણ કરવાના હેતુથી તેમણે પોતે જ ગાયત્રી મંત્રને સામાન્ય લોકોમાં ફેલાવ્યો અને તેની મહત્વ જણાવ્યું. સનાતન ધર્મને માનવા વાળા લોકો કોઈ પણ પૂજામાં ગણેશ મંત્ર પછી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જરૂર કરે છે.

શ્રીમદ્દભાગવતના દશમાં સ્કંદનમાં લખ્યું છે કે, ભગવાન શ્રીકૃષ્ણ રોજ સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્રના જાપ કરતા હતા. તે ઉપરાંત મહાકવી તુલસી દાસે પણ રામચરિત માણસમાં જણાવ્યું છે કે, વિશ્વામિત્રએ તેના શિષ્યો ભગવાન રામ અને લક્ષ્મણને પણ ગાયત્રી મંત્રનું રહસ્ય અને મહત્વને વિસ્તારથી સમજાવ્યો હતો. ગાયત્રી સંહિતા મુજબ , “भासते सततं लोके गायत्री त्रिगुणात्मिका॥’ એટલે કે ગાયત્રી માતા સરસ્વતી, લક્ષ્મી અને કાળીનું પ્રતિનિધિત્વ કરે છે. તે વેદમાતા છે. સમસ્ત જ્ઞાનની દેવી ગાયત્રી જ છે.

એક સમયની વાત છે ભગવાન બ્રહ્મા કોઈ યજ્ઞમાં સામેલ થવા માટે એકલા જ જઈ રહ્યા હતા. આમ તો માન્યતા મુજબ કોઈ પણ ધાર્મિક પૂજાનું પૂર્ણ ફળ ત્યારે મળે છે જયારે પતિ પત્ની સાથે તે પૂજામાં જોડાયેલા હોય છે. આમ તો આ યજ્ઞમાં ભગવાન બ્રહ્માજીની પત્ની સાવિત્રી તેની સાથે હાજર ન હતા. યજ્ઞમાં પત્નીનું હોવું જરૂરો છે, તે સમજીને બ્રહ્માજીએ દેવી ગાયત્રી સાથે લગ્ન કરી લીધા. પદ્મપુરાણના શ્રુષ્ટિ ખંડમાં દેવી ગાયત્રીને બ્રહ્માજીની શક્તિ ગણાવવા સાથે સાથે તેમની પત્ની પણ ગણવામાં આવી છે.

શારદા તિલકમાં દેવી ગાયત્રીના સ્વરૂપનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે દેવી ગાયત્રી પંચમુખા છે, તે કમળ ઉપર બિરાજમાન થઈને રત્ન હાર ઘરેણા ધારણ કરે છે. તેના દસ હાથ હોય છે, તેના હાથમાં તે શંખ, ચક્ર, કમલયુગ્મ, વરદ, અભય, અંકુશ, ઉજવળ પાત્ર અને રુદ્રાક્ષની માળા વગેરે પકડેલું હોય છે. પૃથ્વી ઉપર જે મેરુ પર્વત છે, તેની ટોચ ઉપર જ આ દેવીનું નિવાસ સ્થાન હોય છે. સવાર, બપોર અને સાંજના સમયે આ દેવીનું ધ્યાન જરૂર ધરવું જોઈએ. દેવી ગાયત્રીના જાપ હંમેશા રુદ્રાક્ષની માળાથી જ કરવા જોઈએ. શંખ સ્મૃતિ મુજબ ગાયત્રી મંત્રના જાપથી ભય દુર થઇ જાય છે.

ગાયત્રી મંત્ર સાથે આનો જાપ કરવાથી વરસશે પૈસા : આમ તો ગાયત્રી મંત્ર પોતાની રીતે ઘણો શક્તિશાળી હોય છે પરંતુ જો કોઈ માણસ આ કલ્યાણકારી મંત્રની આગળ અને પાછળ ऊं श्रीं ऊं લગાવીને તેના જાપ કરવાનું શરુ કરી તેના જાપ કરવાનું શરુ કરી દે તો આ મંત્ર તમારા જીવનને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે.

આમ તો સવાર સાંજ આ મંત્રની માળા સાથે જાપ કરવા જોઈએ જો તમે માળા સાથે તેના જાપ નથી પણ કરી શકતા તો એમ પણ 11-11 વખત તેના જાપ કરવાથી પણ તમને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થઇ શકે છે. આ મંત્રને જણાવવામાં આવેલી વિધિ સાથે જાપ કરવા વાળા માણસના જીવનમાં ક્યારે પણ પૈસાની ખામી નથી રહેતી.

માત્ર એટલું જ નહિ જો કોઈ બાળકનું અભ્યાસમાં મન નથી લાગતું તો તેણે પણ ગાયત્રી મંત્રના જાપ શરુ કરી દેવા જોઈએ. રોજ આ મંત્રના જાપ કરવાથી બાળકોનું મન અભ્યાસમાં પણ લાગે છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેને સફળતા પણ મળે છે.

જો કોઈ દંપત્તિને સંતાન સુખ નથી મળી રહ્યું તો તે લોકો ગાયત્રી મંત્રના વિધિ પૂર્વક રીતે જાપ કરવાથી તે સમસ્યાનું નિદાન મેળવી શકે છે. સંતાન સુખ માટે પણ આ મંત્રના જાપ ઘણા સિદ્ધ અને કલ્યાણકારી માનવામાં આવે છે.
જો કોઈ છોકરા છોકરીના લગ્ન થવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી હોય, તો પણ આ મંત્રના ઉચ્ચારણથી આ દ્વિધા માંથી છુટકારો મેળવી શકાય છે. એવા છોકરા છોકરીઓએ દર સોમવારે 108 વખત આ મંત્રના જાપ કરવા જોઈએ.

જો નોકરીના ક્ષેત્રમાં કે ઓફીસમાં કોઈને કોઈ પ્રકારની કોઈ સમસ્યા આવી રહી છે, તો પણ ગાયત્રી મંત્ર ઘણો લાભદાયક હોઈ શકે છે. એવા માણસે શુક્રવારના દિવસે પીળા કપડા પહેરીને ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. તેનાથી તેને મન પસંદ ફળ જરૂર મળે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.