ઘરે બેઠા કરો માતાના ચમત્કારી મંદિરના દર્શન, જાણો કઈ છે આ મંદિર સાથે જોડાયેલી કથા.

0
305

ગુફાની અંદર આવેલું છે આ સુંદર મંદિર, આ મંદિરનો કુમાર કાર્તિકેયથી લઈને પાંડવો સાથે છે સંબંધ. આ આર્ટીકલમાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ માં કૌમારી દેવી ગુફા મંદિર વિષે જે દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું છે.

આ મંદિરને ઘણું જ ચમત્કારી માનવામાં આવે છે અને તે એક ગુફાની અંદર વસેલું એક ઘણું જ સુંદર મંદિર છે. આ મંદિરને ક્ત્યુર કાળ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જાણકાર જણાવે છે કે, આ મંદિર માંથી કુમાર કાર્તિકેયથી લઈને પાંડવો સુધીનો સંબંધ છે. તો આવો જાણીએ આ મંદિર વિષે ઘણી જ રોચક અને જાણવા જેવી માહિતીઓ.

માં કૌમારી ગુફા મંદિર અને શિવ પુત્ર કાર્તિકેયનો સંબંધ : માં દુર્ગાના કૌમારી સ્વરૂપને સમર્પિત છે આ મંદિર. માતાના ખુબ જ ચમત્કારી મંદિર માંથી ભગવાન શિવના પુત્ર કાર્તિકેય અને પાંડવો સાથે સંબંધ માનવામાં આવે છે. પૌરાણીક કથાઓ મુજબ માનવામાં આવે છે કે, જયારે પાર્વતી માતાએ ભગવાન શિવ પાસે ગણેશજી અને કાર્તિકેયજીના લગ્નની જિદ્દ કરી ત્યારે મહાદેવજીએ તેના બંને જ પુત્રોને કહ્યું કે, જે કોઈ પણ પૃથ્વીનું ચક્કર લગાવીને તેના માતા પિતા સામે પહેલા આવી જશે, તેના લગ્ન પહેલા કરવામાં આવશે.

તેથી કુમાર કાર્તિકેય પોતાના વાહન મયુર(મોર) ઉપર સવાર થઇને પૃથ્વીના ચક્કર માટે નીકળી પડ્યા. એ વખતે ગણપતિ ભગવાન સામે ઉભા રહ્યા. તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રદીક્ષિણા કરી અને તેની સામે પ્રણામ કરી તે ઉભા રહી ગયા. પછી જયારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે પૃથ્વીના ચક્કર લગાવવા કેમ ન ગયા? તો તેમણે જવાબ આપ્યો કે, મારા માટે મારી પૃથ્વી અને દુનિયા મારા માતા પિતા જ છે. તેથી ભગવાન શિવ અને માતા પાર્વતીએ ભગવાન ગણેશને આશીર્વાદ આપી દીધા.

ત્યાં કુમાર કાર્તિકેય પૃથ્વીના ચક્કર લગાવીને પાછા આવ્યા તો તે હારી ગયા છે તેવું જાણવા મળ્યું. જેનાથી કાર્તિકેય ઘણા નારાજ થઇ ગયા અને કૈલાશ પર્વત છોડીને જતા રહ્યા. કૈલાશ પર્વત છોડીને કાર્તિકેય દક્ષીણ તરફ જઈને તેમણે ઘણી બધી ગુફાઓમાં પ્રવેશ કર્યો. તે દરમિયાન કુમાર કાર્તિકેયની શક્તિઓ તે શીલા ખંડોમાં નિહિત થતી ગઈ.
કહેવામાં આવે છે કે, આ સ્વરૂપને માં કૌમારી કહેવામાં આવે છે. આ ગુફામાં માં ના શીલ વિગ્રહની પૂજા કરવામાં આવે છે.

માં કૌમારી ગુફા અને પાંડવોનો સંબંધ : કહેવામાં આવે છે કે, જયારે પાંડવ બદ્રીનાથના પ્રવાસ ઉપર હતા, તો તે દરમિયાન ત્યાંની સકારાત્મક શક્તિ તેમને તેની તરફ ખેંચી લાવી હતી. આ ગુફામાં પાંડવોએ તપ પણ કર્યું હતું અને ઘણા દિવસો સુધી ધ્યાન પણ કર્યું હતું.

હાલના સમય મુજબ વાત કરીએ તો માં કૌમારી ગુફા મંદિરમાં આજના સમય સંતો અને મહાત્માઓની હાજરી જોવા મળે છે. અહિયાં ભાગવત કથાઓના પાઠ થાય છે અને શિવરાત્રી દરમિયાન વિશેષ રીતે અહિયાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જે પણ ભક્ત અહિયાં માં પાસે મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે, તે કૌમારી દેવીને ચુંદડી, ચાંદલો, સિંદુર, ચૂડી અને શૃંગારની વસ્તુ ચડાવે છે.

કેવી રીતે જવું આ મંદિરમાં? ઉત્તરાખંડ નગરી અલ્મોડાથી 27 કી.મી. પહેલા ઢકોલી બજારથી ધર્મશાળા ગયા પછી અડધો કી.મી. ચાલ્યા પછી તમને માં કૌમારીની ગુફાના દર્શન મળી જશે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.