ઘરમાં બે વહુઓ હોવા છતાં સાસુએ રાત્રે મોડેથી સાફ કરવા પડતા વાસણ, પછી દીકરાઓએ જે કર્યું તે જાણવું જોઈએ

0
3923

રાત્રે સાડા અગિયાર વાગ્યે એક વૃદ્ધ માતા રસોડામાં વાસણો સાફ કરી રહી છે, ઘરમાં બે પુત્રવધૂઓ છે, જે વાસણોના અવાજથી પરેશાન થઈને તેમના પતિઓને સાસુને ઠપકો આપવા કહે છે.

મોટી વહુ કહે છે કે, તમારી માં ને રાત્રે વાસણ ધોવાની ના પાડો, વાસણોના અવાજથી અમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેમજ તે સવારે 4 વાગ્યે ઉઠીને કકળાટ શરુ કરી દે છે અને 5 વાગ્યે પૂજા શરૂ કરી છે, આથી સવારે પણ ઊંઘ ખરાબ થાય છે.

તે આરતી કરીને અમને સૂવા નથી દેતી, ન તો રાત્રે ન તો સવારે. વિચારી શું રહ્યા છો, જાવ અને તેમને ના પાડો.

મોટો દીકરો ઉભો થાય છે અને રસોડા તરફ જાય છે. રસ્તામાં નાના ભાઈના રૂમમાંથી એવા પ્રકારની જ વાતો સંભળાય છે, જે તેના રૂમમાં થઈ રહી હતી. તે નાના ભાઈના રૂમનો દરવાજો ખખડાવે છે. નાનો ભાઈ બહાર આવે છે.

બંને ભાઈઓ રસોડામાં જાય છે, અને માતાને વાસણો સાફ કરવામાં મદદ કરે છે. માતા ના પાડે છે પણ તેઓ માનતા નથી. વાસણ સાફ કર્યા પછી બંને ભાઈઓ માતાને ખૂબ પ્રેમથી તેમના રૂમમાં લઈ જાય છે. તેઓ જુએ છે જે તેમના પપ્પા પણ જાગી રહ્યા હોય છે.

બંને ભાઈઓ માતાને પલંગ પર બેસાડીને કહે છે કે, મમ્મી સવારે અમને વહેલા જગાડજે. અમારે પૂજા પણ કરવી છે અને સવારે પપ્પા સાથે યોગ પણ કરીશું.

માં એ કહ્યું ઠીક છે.

તેના બીજા દિવસથી બંને પુત્રો સવારે વહેલા ઉઠવા લાગ્યા. તેમજ રાત્રે 9:30 વાગ્યે તેઓ વાસણો ધોવા લાગ્યા. થોડા દિવસ આમ જ ચાલ્યું. પછી એક દિવસ તેમની પત્નીઓએ પૂછ્યું કે, તમારી મમ્મી જે કામ કરે છે તે તમે કેમ કરો છો? તમે તેમના કામમાં મદદ કેમ કરો છો?

તો પુત્રોએ કહ્યું કે, ઘરમાં યુવાન સભ્યો હોવા છતાં મમ્મી આ ઉંમરે બધા કામો કરે એ યોગ્ય નથી. તમે આ વાત નથી સમજતા તો કાંઈ વાંધો નહિ, અમે અમારી ફરજ સમજીને મમ્મીને મદદ કરીએ છીએ. તે અમારી માં છે, કામમાં તેમની મદદ કરવામાં ખોટું શું છે.

આ વાતને ત્રણ-ચાર દિવસ થયા હશે ને ઘરમાં સંપૂર્ણ વાતાવરણ બદલાઈ ગયું. વહુઓ વહેલા વાસણો સાફ કરવા લાગી. કારણ કે તેઓ એવું નહીં કરે તો તેમના પતિઓ વાસણો સાફ કરવા લાગતા હતા. એટલું જ નહી સવારે પણ તેઓ પતિઓ સાથે ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા કરવા લાગી. આરતીમાં પણ હાજરી આપવા લાગી.

થોડા દિવસોમાં આખા ઘરના વાતાવરણમાં સંપૂર્ણ ફેરફાર આવી ગયો. વહુઓ સાસુને પૂરો આદર આપવા લાગી.

પ્રસંગનો સાર : માં-બાપનું સન્માન ત્યારે ઓછું નથી થતું જ્યારે પુત્રવધૂ તેમને માન ન આપે, તે ત્યારે ઓછું થાય છે જ્યારે પુત્ર તેમનું સન્માન ન કરે અથવા તેમના કામમાં સહકાર ન આપે.

આ તો જન્મનો સંબંધ છે. તેઓ પહેલા તમારા માતા-પિતા છે. પછી કોઈના સાસુ-સસરા.