ઘરમાં કોઈ બાબતે ઝગડો થાય ત્યારે આટલું ધ્યાનમાં રાખશો તો ધીમે ધીમે સ્થિતિ સુધરશે.

0
1375

મહાભારતનું યુદ્ધ કઈ ભૂમિ પર થશે, તેના નિયમો શું હશે, યુદ્ધ કયા દિવસે શરૂ થશે, આ બધું શ્રી કૃષ્ણએ નક્કી કર્યું હતું. આ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું.

મહાભારતનું યુદ્ધ શરૂ થયું અને યુદ્ધના સાતમા દિવસ માટે મહાભારતમાં વેદ વ્યાસજીએ લખ્યું છે કે, કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ એટલું ઉગ્ર હતું કે લો-હી-ની નદી વહી ગઈ. ક-પા-યે-લા માથા અને ધડ લો-હી-ની નદીમાં વહી રહ્યા હતા. શિયાળ, ગરુડ જેવા હિં-સ-ક પ્રાણીઓ અને પક્ષીઓ આસપાસ આવવા લાગ્યા. તે બધા તે નદીમાં કૂદકો મારતા, માં-સ ખાતા. તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું.

જ્યારે રાત પડતી ત્યારે યુદ્ધ વિરામ થતો તો કૌરવો અને પાંડવો ભેગા થતા. બધા એકબીજાના સગા-સંબંધી હતા. ભાઈ-ભાઈ હતા, કાકા-ભત્રીજા હતા, તે બધા એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા, પણ નિયમ એવો હતો કે રાત્રે બધા એકબીજાની છાવણીમાં જઈ શકતા હતા.

રાત્રે બધા ભેગા થતા, મનોરંજન કરતા, મજાક કરતા, કોઈ કીર્તન કરતા, કોઈ અભિનય કરતા, કોઈ નાટક કરતા, આ રીતે આખા દિવસનો શત્રુતાનો ભાવ દૂર થઈ જતો. બીજા દિવસે તેઓ ફરી લડવા લાગતા.

પાઠ : આ દ્રશ્ય આપણા માટે એક સંદેશ છે. મહાભારતના આ દ્રશ્ય માટે લખવામાં આવ્યું છે કે, થોડા સમય માટે એવું લાગતું જાણે કે સ્વર્ગ ઉતરી આવ્યું હોય. આપણા માંથી ઘણાના પરિવારમાં પણ ઝઘડા થાય છે, પણ જ્યારે રાત પડે છે, ખાવાનો સમય થાય છે, સૂવાનો સમય થાય છે, ત્યારે એવું જ થવું જોઈએ જે રીતે કુરુક્ષેત્રમાં બધા ભેગા થતા હતા. તેઓ વાતચીત કરતા, એકબીજાને ખુશ રાખતા.

દરેકનો સ્વભાવ અને વિચારો અલગ-અલગ હોય છે. આ કારણે તકરાર થાય છે, પરંતુ દરેક એક જ પરિવારમાં રહે છે, તેથી આપણે સમયાંતરે એકબીજાને મદદ કરવી જોઈએ, એકબીજાને સલાહ આપવી જોઈએ, એકબીજાને ટેકો આપવો જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.